મોરબીમાં અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી:સરદાર પટેલની પ્રતિમાથી શરૂ થયેલી બાઇક રેલી સોઓરડી ખાતે સંપન્ન

મોરબીમાં અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને ભુપતભાઈ જારીયાની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રેલીની શરૂઆત સનાળા રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી કરવામાં આવી હતી. રેલી રામચોક, ગાંધીચોક, વિજય ટોકીઝ, નવાડેલા રોડ અને ત્રિકોણબાગ થઈને સામાકાંઠે આવેલ સોઓરડી ખાતે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે ધારાસભ્યો, જિલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના માજી સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Jun 1, 2025 - 02:41
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow