પાર્કિંગની બબાલમાં યુવકની હત્યા:બે વ્યક્તિ વચ્ચે શરૂ થયેલી શાબ્દિક બોલાચાલી હિંસક મારામારીમાં ફેરવાઈ, યુવકને છરીના ઘા મારી આરોપી ફરાર

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા પાછળના ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગને લઈને થયેલી બોલાચાલી ગંભીર મારામારીમાં પરિણમી, જેના પરિણામે એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. શાબ્દિક બોલાચાલી મારામારીમાં ફેરવાઈ પ્રાપ્ત માહિતી અનુસાર, ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગની બાબતે બે વ્યક્તિ વચ્ચે શરૂઆતમાં શાબ્દિક બોલાચાલી થઈ, જે ટૂંક સમયમાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનામાં એક યુવકને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર, યુવકને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો મૃતકની ઓળખ અક્ષય નરેન્દ્ર કુરપાણે (ઉંમર: 30 વર્ષ) તરીકે થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાને લઈને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં આઘાત અને ચિંતા ફેલાવી છે. પાર્કિંગ જેવી નાની બાબતે થયેલી આ ગંભીર ઘટના સામાજિક સંવાદની જરૂરિયાત અને સહનશીલતાના મહત્ત્વને રેખાંકિત કરે છે. પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા આ અંગે દિવ્ય ભાસ્કરે તાલુકા પોલીસ મથકના પી.આઇ વી.એમ.ટાંક સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ હત્યા પાર્કિંગ બાબતે થઈ હતી જેમાં યુવકની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. હાલમાં આ હત્યા કરનાર આરોપી સુશીલકુમાર રાજેન્દ્રપ્રસાદ સિંઘને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow