'સાહેબ મારી પુત્રવધુ મિત્રો સાથે દારૂ પાર્ટી કરી રહી છે':સુરતમાં વહુની દારૂ પાર્ટીથી કંટાળી સસરાનો પોલીસને ફોન, રેડ કરતા 4 નબીરા-બે યુવતી લથડીયા ખાતા ઝડપાયા

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ સસરા પોતાની વહુ અને તેના મિત્રોની દારૂ પાર્ટીથી એટલા કંટાળી જાય કે તે સીધો પોલીસને ફોન કરીને રેડ પડાવે?. સુરતમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક આર્ટિસ્ટ વહુની દારૂની મહેફિલની તેના જ સસરાએ પોલીસને જાણ કરીને ઝડપાવી દીધી. પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યો કોલ મળ્યો, જેમાં કોલ કરનારે જણાવ્યું કે, તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વિકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટી કરી રહી છે. આ કોલ કોઈ હતો, દારૂ પાર્ટી કરતા એ જ આર્ટિસ્ટ વહુના સસરાનો!. સસરાએ પોતે જ પોલીસને માહિતી આપી હતી કે, તેમની વહુ પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહી છે. 'સાહેબ મારી પુત્રવધુ મિત્રો સાથે દારૂ પાર્ટી કરી રહી છે' પોલીસ કંટ્રોલ રૂમમાં સસરાએ કોલ કરીને કહ્યું- 'સાહેબ મારી પુત્રની પત્ની પોતાના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી રહી છે'. આ કોલ મળતા જ ડુમસ પોલીસ પીસીઆર વાન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વિકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443નો દરવાજો ખુલ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. રૂમની અંદર 4 પુરુષો અને 2 મહિલાઓ ફ્લોર પર કુંડાળું વળીને બેઠા હતા અને દારૂની મહેફિલ ચાલી રહી હતી. દારૂની તીવ્ર ગંધ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. પોલીસે સ્થળ પર જ તમામની પૂછપરછ શરૂ કરી હતી. બધાની આંખો લાલચોળ અને મોઢામાંથી તીવ્ર વાસ આવતી હતી તપાસ દરમિયાન, પકડાયેલા લોકોમાં મિત હિમાંશુભાઈ વ્યાસ (ઉંમર 25), સંકલ્પ અજય પટેલ (ઉંમર 24), લોક ભાવેશ દેસાઈ (ઉંમર 23), અને સમકિત કલાપીભાઈ વિમાવાલા (ઉંમર 25)નો સમાવેશ થાય છે. આ બધાની આંખો લાલચોળ હતી અને તેઓ પોતાની શારીરિક સ્થિતિનું સંતુલન જાળવી શકતા નહોતા. તેમના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી. જ્યારે તેમની પાસે દારૂ પીવાનું પાસ-પરમિટ માંગવામાં આવ્યું, ત્યારે કોઈ પણ વ્યક્તિ પાસે તે મળ્યું નહીં. બે મહિલા આર્ટિસ્ટમાંથી એકના સસરાએ પોલીસને ફોન કર્યો આ પાર્ટીમાં 2 મહિલાઓ પણ હતી, જે બંને આર્ટિસ્ટ છે. મહિલા પોલીસની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવી. એક મહિલાની ઉંમર 24 વર્ષ અને બીજીની 25 વર્ષ હતી. બંનેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને તેમની પાસે પણ કોઈ પાસ-પરમિટ નહોતું. આ જ મહિલાઓમાંથી એક,એ હતી જેના સસરાએ પોલીસને ફોન કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે રૂમની તલાશી લેતા ત્યાંથી વિદેશી બનાવટની 750 MLની બોટલ મળી, જેમાં આશરે 350 ML દારૂ ભરેલો હતો, જેની કિંમત રૂ. 1500 હતી. આ ઉપરાંત, દારૂ ભરેલા 4 પ્લાસ્ટિકના ગ્લાસ, 4 ખાલી ગ્લાસ, અને સૌથી અગત્યનું 7 મોબાઈલ ફોન પણ મળી આવ્યા, જેની કુલ કિંમત રૂ. 2,55,000 હતી. આ સમગ્ર ઘટના અંગે ડુમસ પોલીસે તપાસ શરૂ કરી છે. તમામનું રાત્રે મેડીકલ કરવામાં આવ્યું હતું. પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ (2016) ની કલમ 66 (1) (બી), 65 (એ) (એ), 81, 83(ક) 1(2019)ની અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow