'શાહરૂખને કયા આધારે રાષ્ટ્રીય પુરસ્કાર આપ્યો?':સાઉથ એક્ટ્રેસ ઉર્વશીએ કહ્યું, 'પુક્કલમ ફિલ્મના એક્ટર વિજય રાઘવન એવોર્ડના સાચા હકદાર'

શાહરૂખ ખાનને ફિલ્મ 'જવાન' માટે તેના કરિયરનો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. જોકે, મલયાલમ સિનેમાનાં દિગ્ગજ અભિનેત્રી ઉર્વશી, જેમણે પોતે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો છે, તેમણે આ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. તેણી કહે છે કે, સાઉથ એક્ટર વિજય રાઘવન એક લાયક અભિનેતા હતા, પરંતુ તેમને સહાયક અભિનેતા (સપોર્ટિંગ એક્ટર)નો પુરસ્કાર આપવામાં આવ્યો, જ્યારે શાહરૂખને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવ્યો. તેણીએ પ્રશ્ન ઉઠાવ્યો કે, કયા માપદંડ પર શાહરૂખ વિજય કરતાં વધુ સારો લાગ્યો. એક્ટ્રેસ ઉર્વશીએ તાજેતરમાં એશિયા નેટ (મલયાલી ટીવી ન્યૂઝ ચેનલ)ને આપેલા ઇન્ટરવ્યૂમાં રાષ્ટ્રીય પુરસ્કાર પર પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે, 'શાહરૂખને શ્રેષ્ઠ અભિનેતા બનાવવા માટેના કયા પરિમાણો હતા? વિજય રાઘવનને સહાયક અભિનેતાનો પુરસ્કાર કેવી રીતે મળ્યો. વિજય રાઘવન એક અનુભવી અભિનેતા છે. તેમને સ્પેશિયલ જ્યુરી મેંશન કેમ ન આપવામાં આવ્યો?' વાતચીતમાં એક્ટ્રેસે જણાવ્યું કે, તેને વિજય રાઘવન સાથે ફિલ્મ 'પુક્કલમ'માં ભૂમિકા ઓફર કરવામાં આવી હતી, પરંતુ તે ભૂમિકામાં શારીરિક પરિવર્તનની જરૂર હતી, જેના કારણે તેણે ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું, 'હું કરોડો રૂપિયામાં પણ આ ન કરી શકી, પરંતુ વિજય રાઘવને તે કરી દેખાડ્યું. તો તેના અભિનયને સહાયક ભૂમિકા કેવી રીતે કહી શકાય.' ઉપરાંત ઉર્વશીએ એ પ્રશ્ન પણ ઉઠાવ્યો છે કે, 'આ વર્ષે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર શા માટે વહેંચવામાં આવ્યો નથી. જ્યારે ગયા વર્ષે એક બોલિવૂડ અને એક સાઉથ એક્ટ્રેસને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો.' તેણીએ કહ્યું છે કે, 'રાજ્યમંત્રી સુરેશ ગોપીને તપાસ કરવી જોઈએ કે, મલયાલમ સિનેમાને કેમ મહત્વ આપવામાં આવ્યું નથી.' નોંધનીય છે કે, આ વર્ષે શાહરૂખ ખાન (જવાન) અને વિક્રાંત મેસી (ફિલ્મ, 12th ફેલ) ને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર શેર કરવામાં આવ્યો છે. જ્યારે રાની મુખર્જીને 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' માટે શ્રેષ્ઠ એક્ટ્રેસનો પુરસ્કાર મળ્યો છે. 'ધ કેરળ સ્ટોરી'ને એવોર્ડ મળવા અંગે વિવાદ થયો 'ધ કેરળ સ્ટોરી' ફિલ્મને શ્રેષ્ઠ દિગ્દર્શન (બેસ્ટ ડિરેક્શન) અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, ત્યારબાદ કેરળ સરકારે તેના પર વાંધો ઉઠાવ્યો છે. આ નિર્ણયની નિંદા કરતા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને લખ્યું, 'કેરળની છબી ખરાબ કરવા અને સાંપ્રદાયિક નફરત ફેલાવવાના ઈરાદાથી ખોટી બાબતો દર્શાવતી ફિલ્મને સન્માન આપવું એ ખૂબ જ ચિંતાનો વિષય છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જ્યુરીએ એક વાર્તાને માન્યતા આપી છે, જે સંઘ પરિવારની વિભાજનકારી વિચારધારા પર આધારિત છે.' તેમણે આગળ લખ્યું, 'કેરળ એક એવું રાજ્ય છે, જે હંમેશા સંવાદિતા, શાંતિ અને ભાઈચારા માટે જાણીતું રહ્યું છે. આ નિર્ણયથી કેરળ અને તેના લોકોનું અપમાન થયું છે. આ ફક્ત મલયાલીઓની ચિંતા નથી, પરંતુ લોકશાહી અને બંધારણના મૂલ્યોમાં વિશ્વાસ રાખનારા દરેક વ્યક્તિની ચિંતા છે. આપણે સાથે મળીને તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ.' આ ઉપરાંત કેરળના શિક્ષણ મંત્રી વી. શિવનકુટ્ટીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કેરળ તરફથી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતનાર ઉર્વશી, વિજયરાઘવન અને ક્રિસ્ટો ટોમીને અભિનંદન આપ્યા, પરંતુ 'ધ કેરળ સ્ટોરી'ને પુરસ્કાર આપવાના નિર્ણયની ટીકા કરી. તેમણે કહ્યું કે, 'નફરત અને પાયાવિહોણા આરોપો ફેલાવતી ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'નું સન્માન કરવાથી અન્ય તમામ પુરસ્કારોની ગરિમા ઓછી થાય છે.'

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow