રાઉન્ડ-ટ્રીપ ટ્રેન ટિકિટ બુક કરાવવા પર 20% ડિસ્કાઉન્ટ:રેલવેએ તહેવારોની સિઝન દરમિયાન એક્સપિરિમેન્ટલ બેઝ્ડ સ્કીમ શરૂ કરી
ભારતીય રેલવેએ દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન ઘરે જતા લોકો માટે પ્રાયોગિક ધોરણે એક યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ બંને મુસાફરી માટે એકસાથે ટિકિટ બુક કરાવે છે, તો તેમને રિટર્ન ટિકિટ પર 20% ડિસ્કાઉન્ટ મળશે. આનાથી ઘરે જવા અને પાછા આવવા માટે ટ્રેનનો ઉપયોગ કરનારાઓને ફાયદો થશે. ટિકિટ માટે થતી ભીડ અને તહેવારો દરમિયાન લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રેલવેએ પ્રાયોગિક ધોરણે આ નિર્ણય લીધો છે. આવવા-જવાની ટિકિટ બંને એકસાથે બુક કરાવવા પર ડિસ્કાઉન્ટ મળશે બુકિંગ 14 ઓગસ્ટથી શરૂ થશે રેલવેના જણાવ્યા અનુસાર, આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે 13 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર, 2025 સુધીની મુસાફરી માટે અને 17 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2025 વચ્ચેની પરત મુસાફરી માટે ટિકિટ બુક કરાવવાની રહેશે. બુકિંગ 14 ઓગસ્ટથી શરૂ થશે. રદ કરવા પર કોઈ રિફંડ આપવામાં આવશે નહીં ડાયનેમિક પ્રાઇસિંગ ધરાવતી ટ્રેનોમાં ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ રહેશે નહીં આ ડિસ્કાઉન્ટ શતાબ્દી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, દુરંતો એક્સપ્રેસ, સુવિધા એક્સપ્રેસ, વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ જેવી ફ્લેક્સી ફેર ટ્રેનો પર લાગુ થશે નહીં. પરંતુ આ સિવાય, બધી શ્રેણીઓ અને ખાસ કરીને ઓન-ડિમાન્ડ ટ્રેનો એટલે કે તહેવારોની ખાસ ટ્રેનો આ ડિસ્કાઉન્ટના દાયરામાં શામેલ છે. IRCTC નું AI-સંચાલિત ચેટ બોટ AskDISHA 2.0 તમારી સાથે વાત કરીને તમારી ટિકિટ બુક કરવામાં મદદ કરી શકે છે. તે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અથવા બીજી ઘણી ભાષાઓ સમજે છે. રેલવેએ તાજેતરમાં આ સુવિધા શરૂ કરી છે. , આ સમાચાર પણ વાંચો... હવે તમારા અવાજથી જ ટ્રેનની ટિકિટ બુક થઈ જશે:રેલવેના AI ચેટ-બોટ પર IRCTC પાસવર્ડની જરૂર નહીં પડે; આ સરળ સ્ટેપ્સને અનુસરો હવે તમારે ટ્રેન ટિકિટ બુક કરાવવા માટે IRCTC પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી. તમે ફક્ત તમારા મોબાઇલ પર તમારા અવાજનો ઉપયોગ કરીને ટિકિટ બુક અથવા રદ કરી શકો છો. IRCTCના AI-સંચાલિત ચેટ બોટ AskDISHA 2.0 તમને હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અથવા અન્ય ભાષાઓમાં બોલીને તમારી ટિકિટ બુક કરાવવા દે છે. આ માટે તમારે IRCTCમાં તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરવો પડશે, ત્યાર બાદ OTP દાખલ કરીને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે.સંપૂર્ણ સમાચાર વાંચો...

What's Your Reaction?






