​​​​​એપલના CEO ટ્રમ્પને ના ગાંઠ્યા:ભારતમાં જ આઇફોન બનાવશે, રિપોર્ટ્સમાં દાવો- કંપની અમેરિકન રાષ્ટ્રપતિના દબાણમાં નહીં આવે; ટ્રમ્પ ઈચ્છે છે કે ફોન અમેરિકામાં બને

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ છતાં એપલ ભારતમાં આઇફોનનું ઉત્પાદન ચાલુ રાખશે. CNNના અહેવાલો અનુસાર, કંપનીને ભારતમાં આઇફોન ઉત્પાદનોથી ઘણો ફાયદો થશે. એટલા માટે કંપની કોઈપણ રાજકીય દબાણ હેઠળ કોઈ નિર્ણય લેશે નહીં. આ બાબતથી વાકેફ એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે ટ્રમ્પ વહીવટીતંત્રના કોઈપણ દબાણ છતાં એપલ નફાને પ્રાથમિકતા આપશે. અહેવાલો અનુસાર, કંપની ભારતમાં ઉપલબ્ધ પ્રતિભા અને અહીં વ્યવસાય માટે ઉપલબ્ધ સુવિધાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ટ્રમ્પે એપલ પર 25% ટેરિફ લાદવાની ધમકી આપી હતી ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે અમેરિકામાં વેચાતા આઇફોનનું ઉત્પાદન ભારત કે અન્ય કોઈ દેશમાં નહીં, પણ અમેરિકામાં થવું જોઈએ. તેમણે એપલના CEO ટિમ કૂકને કહ્યું હતું કે જો એપલ અમેરિકામાં આઇફોનનું ઉત્પાદન નહીં કરે તો કંપની પર ઓછામાં ઓછા 25% ટેરિફ લાદવામાં આવશે. હાલમાં 15% આઇફોન ભારતમાં બને છે હાલમાં એપલ અમેરિકામાં સ્માર્ટફોનનું ઉત્પાદન કરતું નથી, જ્યારે મોટા ભાગના iPhones ચીનમાં બને છે, ત્યારે ભારત હવે Appleના કુલ ઉત્પાદનમાં લગભગ 15% હિસ્સો ધરાવે છે, જે વાર્ષિક આશરે 40 મિલિયન યુનિટ છે. એ જ સમયે એપલના CEO ટિમ કૂકે તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે યુએસ માર્કેટમાં વેચાતા 50% આઇફોન ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે. કૂકે જણાવ્યું હતું કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારત અમેરિકામાં વેચાતા આઇફોનનો મૂળ દેશ બનશે. એરપોડ્સ, એપલ વોચ જેવાં અન્ય ઉત્પાદનો પણ મોટેભાગે વિયેતનામમાં બનાવવામાં આવી રહ્યાં છે. એપલ ભારત પર આટલું ધ્યાન કેમ કેન્દ્રિત કરે છે, 5 મુદ્દા ટ્રમ્પ નથી ઇચ્છતા કે એપલનાં ઉત્પાદનો ભારતમાં બને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નથી ઇચ્છતા કે એપલનાં ઉત્પાદનો ભારતમાં બનાવવામાં આવે. ગયા અઠવાડિયે ટ્રમ્પે કંપનીના CEO ટિમ કૂકને કહ્યું હતું કે ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાની કોઈ જરૂર નથી. ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે. ટ્રમ્પે ગુરુવારે (15 મે) કતારની રાજધાની દોહામાં બિઝનેસ લીડર્સ સાથેના એક કાર્યક્રમ દરમિયાન એપલના CEO સાથેની આ વાતચીત વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે એપલે હવે અમેરિકામાં ઉત્પાદન વધારવું પડશે. આમ છતાં એપલની સૌથી મોટી કોન્ટ્રેક્ટ ઉત્પાદક ફોક્સકોને ભારતમાં $1.49 બિલિયન (લગભગ ₹12,700 કરોડ)નું રોકાણ કર્યું છે. ફોક્સકોને તેના સિંગાપોર યુનિટ દ્વારા છેલ્લા 5 દિવસમાં તામિલનાડુની યુઝાન ટેક્નોલોજી (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડમાં આ રોકાણ કર્યું છે.

Jun 1, 2025 - 02:38
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow