યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિક સંરક્ષણની તૈયારી:ભાવનગરમાં ડ્રોન હુમલા અને બોમ્બ બ્લાસ્ટની મોકડ્રિલ, 50 લોકો સાથે સફળ કવાયત, અડધો કલાક બ્લેકઆઉટ

ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ભાવનગરમાં નાગરિક સંરક્ષણ કવાયત 'ઓપરેશન શિલ્ડ'ની મોકડ્રિલ યોજાઈ. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ગાર્ડનમાં આ કવાયત હાથ ધરવામાં આવી. મોકડ્રિલમાં ડ્રોન હુમલો અને બોમ્બ બ્લાસ્ટની પરિસ્થિતિનું સિમ્યુલેશન કરવામાં આવ્યું. કવાયતમાં 8 વ્યક્તિઓને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી. 15 ઈજાગ્રસ્તોને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. રાત્રે 7:45 એ સાઇરન વાગતા નાગરિકોએ લાઇટ બંધ કરીને બ્લેકઆઉટ કર્યું ઓપરેશન શીલ્ડ અન્વયે ભાવનગરના સિદસરમાં તા.31 મે ના રોજ રાત્રે 7:45થી 8:15 વાગ્યા 30 મિનિટ સુધી બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. આ બ્લેકઆઉટ એક્સરસાઇઝ (અંધારપટ)ના ભાગરુપે ભાવનગરના સિદસરમાં નાગરિકોએ ઘર, વ્યવસાયના સ્થળો સહિતની જાહેર જગ્યાઓ પર લાઇટ બંધ રાખી હતી. રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન શીલ્ડ અંતર્ગત તકેદારીના ભાગરુપે બ્લેકઆઉટ એક્સરસાઇઝ યોજી નાગરિકોને જાગૃત તેમજ ઓપરેશન શિલ્ડ અને તેના મહત્વ અને જરૂરીયાત બાબતે સમજૂત કરવા માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. 23 વ્યક્તિઓને ખી.લ.મુંગા-બહેરા શાળાના શેલ્ટર હોમના બેઝમેન્ટમાં સલામત સ્થળે લઈ જવામાં આવ્યા. મોકડ્રિલમાં 4 વ્યક્તિઓના કાલ્પનિક મૃત્યુનું દૃશ્ય રચવામાં આવ્યું. પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ, મદદનીશ કલેકટર પ્રતિભા દહિયા અને અન્ય અધિકારીઓએ કવાયતનું નિરીક્ષણ કર્યું. જિલ્લા કલેકટર ડો.મનીષ બંસલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રિલમાં 108, એનસીસી, હોમગાર્ડ્સ, આરોગ્યતંત્ર, પોલીસ, ફાયર ફાઈટર, આપદા મિત્ર અને વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા.

Jun 1, 2025 - 02:41
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow