ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી:વેસુમાં પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા ઝઘડા બાદ પતિએ માઠું લગાવી ફાંસો ખાઈ આપઘાત કર્યો
સુરત શહેરમાં પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા વેસુમાં રહેતા 25 વર્ષીય યુવકે ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. નોકરી પરથી ઘરે આવ્યા બાદ પત્ની પાસેથી જમવાનું માગ્યું હતું. જોકે, જમવાનું સમયસર ન બન્યું હોવાથી બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો થયા બાદ વિજય ઘરના એક રૂમ જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સામાન્ય બાબતે યુવકે આપઘાત કરી લેતા ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ આ મામલે અલથાણ પોલીસ ઘટના સ્થળે આવી યુવકના મૃતદેહ પીએમ અર્થ મોકલી કાર્યવાહિ હાથ ધરી છે. જમવાનું સમયસર ન બન્યું હોવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદના વતની હાલ સુરત શહેરના વેસુ ખાતે આવેલ માયસ્ટોન એલિટેજ બિલ્ડીંગ પાસે 25 વર્ષીય વિજય લક્ષ્મણ બારીયા પ્રમાણે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે. વિજય બાંધકામ સાઈટ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત રોજ રાત્રી દરમિયાન વિજય બારીયા નોકરી પરથી ઘરે આવ્યો હતો. પત્ની મીના બારીયા પાસેથી જમવાનું માગ્યું હતું પરંતુ, જમવાનું સમયસર ન બનેલ હોવાથી પત્ની જમવાનું આપી ન શકી હતી. ત્યારબાદ જમવાનું સમયસર ન બનતા આ બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો થયા બાદ વિજય માઠું લગાવી ઘરના એક રૂમમાં જતો રહ્યો હતો. વિજયે દરવાજો બંધ કરી રૂમમાં ગળે ફાંસો ખાઈ કરી લીધો હતો. યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી પત્નીએ પતિને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા બૂમાબૂમ કરી હતી. આ ઘટનાને લઈ લોકો દોડી આવ્યા હતા. અલથાણ પોલીસને જાણ કરી હતી. જેથી અલથાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહ પીએમ અર્થ સિવિલ હોસ્પિટલમાં મોકલી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સામાન્ય બાબતે યુવકે આપઘાત કરી લેતા પરિવાર શોકમાં મગ્ન થઈ ગયો છે. બીજી બાજુ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. એસિડ પી મહિલા રત્નકલાકાર અને તરૂણીનો આપઘાત આપઘાતના બીજા બનાવમાં, મૂળ ભાવનગર અને સિંગણપોર કોઝવે રોડ પર આવેલ ન્યુ ત્રિવેણી સોસાયટીમાં રહેતા કિશનભાઇ ખુમાન 30 વર્ષીય પત્ની ભારતીબેન અને એક પુત્રી સહિતના પરિવાર સાથે રહે છે. કિશનભાઇ અને તેમની પત્ની ભારતીબેન બંને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભારતીબેને ઘરે એસિડ પી લીધું હતું. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભારતીબેનનું મોત નિપજ્યું હતું. ભારતીબેને પ્રેમપ્રકરણમાં આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આપઘાતના ત્રીજા બનાવમાં, ગોડાદરામાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતી 17 વર્ષીય મયુરીબેન મહેશભાઈ પટેલ દાદી અને કાકા સાથે રહેતી હતી. મયુરીના માતા-પિતાનું બીમારીમાં અવસાન થયું હતું. મયુરીને અન્ય એક મોટી બહેન અને એક ભાઈ છે. 27 મેના રોજ મયુરીએ ઘરે એસિડ પી લીધું હતું. જેથી તેણીને સારવાર માટે 108 માં સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં મયુરીનું સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મયુરીના ઘરમાં દરરોજ કોઈકને કોઈક બાબતોને લઈ ઝઘડાઓ થતા હતા. જે ઝઘડાઓથી કંટાળી તેણીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

What's Your Reaction?






