યૂઝર્સે સ્વરાના પતિને ફહાદને 'છપરી' કહ્યો:એક્ટ્રેસે ઝાટકણી કાઢતાં કહ્યું- તારા દિમાગમાં જાતિવાદી કચરો ભરેલો છે; છપરી કે સ્ટ્રીટ વેન્ડર બનવામાં કંઈ ખોટું નથી
એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને તેના પોલિટિશિયન-પતિ ફહાદ અહમદ હાલમાં રિયાલિટી શો 'પતિ પત્ની ઔર પંગા' માટે સમાચારમાં છે. શોમાં ફહાદને જોઈને એક ટ્રોલે તેની મજાક ઉડાવી અને તેને 'છપરી' અને 'ડોંગરી કા સ્ટ્રીટ વેન્ડર' કહ્યો. સ્વરાએ આ માટે ટ્રોલને આડેહાથ લીધો છે. સ્વરાએ X પર તે યુઝરની પ્રોફાઇલનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. રોહિત નામના વ્યક્તિએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું- 'પરિણીતિ ચોપરાને તેના પતિને પીઆર માટે ટોક શોમાં લઈ જતી જોઈને, સ્વરા ભાસ્કરે પણ એવું જ કરવાનું વિચાર્યું. તે પોતાના ડોંગરીના છપરી છાપ પતિને રિયાલિટી શોમાં લઈ ગઈ. પીઆરની વાત તો ભૂલી જાવ, તેનો પતિ ડોંગરીના એક ફેરિયા જેવો દેખાતો હતો.' જવાબમાં સ્વરાએ સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું- 'આ મૂર્ખ જે પોતાને ગૌરવશાળી હિન્દુ અને આંબેડકરવાદી બંને કહે છે તે જાણતો નથી કે છાપરી એક જાતિવાદી શબ્દ છે.. એક અપમાનજનક શબ્દ જે 'ઘાસ' અથવા 'ઘાસવાળી' ઝૂંપડીઓ બનાવતા સમુદાયનું વર્ણન કરવા માટે વપરાય છે. ડોંગરી અથવા ક્યાંય પણ સ્ટ્રીટ વેન્ડર બનવામાં કંઈ ખોટું નથી, તમે જાતિવાદી/વર્ગવાદી અને કચરા જેવી વિચારધારા વાળા છો.' નોંધનીય છે કે, સ્વરા અને ફહાદ હાલમાં કલર્સ ચેનલના રિયાલિટી શો 'પતિ-પત્ની ઔર પંગા'માં જોવા મળી રહ્યા છે. આ શો એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે અને મુનાવર ફારૂકી હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં પ્રખ્યાત સેલિબ્રિટી કપલ્સ બતાવવામાં આવે છે. ટાસ્ક દરમિયાન, તેમના સંબંધોની કસોટી થાય છે અને તેમની કેમેસ્ટ્રીને પડકારવામાં આવે છે. સ્વરાએ વર્ષ 2023 માં ફહાદ સાથે લગ્ન કર્યા હતા અને હવે બંનેને એક પુત્રી છે.

What's Your Reaction?






