માંગણી:મુન્દ્રના શૈક્ષણિક સંસ્થાનો પાસે ભારે વાહનો પર લગાવો રોક
સ્થાનિકેના શૈક્ષણિક અને જાહેર સંસ્થાનો પાસે થી પસાર થતા ભારે વાહનો પર રોક લગાવાની માંગ પ્રાંત કચેરી મધ્યે આવેદન સ્વરૂપે કરાઈ હતી. રજૂઆતમાં ટ્રાફિક થી સતત ધમધમતા વિસ્તાર જેરામસર તળાવ થી વાયા શાસ્ત્રી મેદાન થઇ 24 નંબર ના રેલવે ફાટક સુધી પ્રાથમિક અને માધ્યમિક શાળા,પીટીસી કોલેજ,સરકારી હોસ્પિટલ,રમત ગમત નું મેદાન,પોસ્ટ ઓફિસ,કન્યા અને કુમાર છાત્રાલય,સ્મશાન ગૃહ,દાદા દાદી પાર્ક,આઈટીઆઈ,પ્રાંત કચેરી,મરીન પોલીસ સ્ટેશન,મફત નગર સહિતના અનેક સંસ્થાનો આવેલા છે. અહીંથી ભારે વાહનો થકી લોકો પર સતત અકસ્માત નો ભય તોળાતો છે. તેથી ભારે વાહનો ને પ્રવેશ નિષેધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવાની માંગ કરાઈ છે.રજૂઆત વેળાએ હરેશ મોથારીયા,સંજય બાપટ,ઈસ્માલશા સૈયદ,બાબુ સોંધરા અને નિખીલ જુવડ ઉપસ્થિત રહ્યા હતા

What's Your Reaction?






