માંગ:જેટકોની ભરતીમાં કામદાર સંઘ સામે ખોટા આક્ષેપ કરનાર સામે ગુનો નોંધો
જેટકો કંપનીમાં કરવામાં આવેલ પી. એ.-1 ની ભરતીમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સામે નિયમ વિરુદ્ધ તથા પાયા વિહોણા ભ્રષ્ટાચારના આક્ષેપ કરનાર સામે ત્વરિત અસરથી ગુનો દાખલ કરી સખ્ત કાર્યવાહી કરવા કામદાર સંઘે પ્રાંત અધિકારી મારફત મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી, ગૃહ મંત્રીને રજુઆત કરી છે. એજીવીકેએસના ઉપપ્રમુખ ગોપાલ માતા , સી.ટીગોહિલ, ડે.સેક્રેટરી રાજેશ શાહ સર્કલ સેક્રેટરી શક્તિસિ઼હ ઝાલા અને વિક્રમ માતાની આગેવાનીમાં તેમની રજુઆતમાં જણાવ્યું છે કે, સંઘની રજુઆત બાદ પી.ઓ - 1 ની જગ્યાઓ સામે પી એ-1 ની સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરવાનું બોર્ડ ઓફ ડિરેકટરની મંજૂરી બાદ સરકારે સંજોગોવસાત ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કર્યો. ભરતી પ્રક્રિયામાં સંધના કોઈ પણ સભ્ય કે હોદ્દેદારે કોઈ પણ જાતનો હસ્તક્ષેપ ન કર્યો હોવા છતાં તા.6 ઓગષ્ટ 2025 ના યુવરાજ સિંહ જાડેજાએ જાહેરમાં ઉર્જા વિભાગની જેટકો કંપનીમાં પ્લાન્ટ અટેન્ડન્ટ ગ્રેડ-1 (પી.એ-1) ની ભરતી પ્રકિયામાં જેટકોના તત્કાલીન ઇન્ચાર્જ જનરલ મેનેજર (એચઆર) તેમજ અન્ય અધિકારીઓ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ (એજીવીકએસ) ની કથિત મિલી ભગતથી ગેરરીતિ કરી હોવાના ખોટા આરોપો કર્યા હોવાનું જણાવી તેના વિરૂધ્ધ તાત્કાલિક ગુનો નોંધવા માંગ કરી હતી.

What's Your Reaction?






