ડુમસ સાયલન્ટ ઝોન બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ:સીઆઈડી ક્રાઈમે સિટી સર્વે સુપ્રિ. કાનાલાલ ગામિતની ધરપકડ કરી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

સુરતના ડુમસના સાઇલેન્ટ ઝોનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કરોડોની જમીન કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે. કેસમાં કાનાલાલ પોષલાભાઈ ગામીતની ધરપકડ કરાઈ છે. જે સિટી સર્વેની કચેરીનો સુપ્રિનટેન્ડેન્ટ હતા. આરોપીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અગાઉ આ કેસમાં સિટી સર્વે કચેરીના સુપ્રિનટેન્ડેન્ટ અનંત પટેલની ધરપકડ કરાઈ હતી. ડુમસ વાટા ગવિયર જમીનમાં 135 જેટલા અલગ-અલગ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કૌભાંડ આચરનારા વિરૂધ્ધ આઝાદભાઈ ચતુરભાઈ રામોલિયાની સીઆઈડી ક્રાઈમે ફરિયાદ નોંધી ડીવાયએસપી એ. એમ. કેપ્ટને સધન તપાસ શરૂ કરી હતી. આ કેસમાં સમૃદ્ધિ કોર્પોરેશન પેઢીની જાણીતા પ્રતિષ્ઠિત બિલ્ડરો પણ સંડોવાયેલા છે. ધરપકડ કરાયેલા કાના પોસલા ગામિતની પોપર્ટી કાર્ડ ડેટા એન્ટ્રી લોગ તથા સુપરવિઝન અધિકારી તરીકેની હતી. ફરીયાદી આઝાદભાઇ ચતુરભાઇ રામોલીયા (રહે. લક્ષ્મી વિલાસ કોમ્પ્લેક્ષ, ઘોડદોડ રોડ, સુરત) દ્વારા સુરત શહેરના ડુમસ અને વાંટા વિસ્તારમાં આવેલી કુલ 7 પ્લોટ્સ બ્લોક નં. 815, 801/2, 803, 823, 787/2, 812 અને 61 અંગે નકલી પ્રોપર્ટી કાર્ડો તૈયાર કરી ખોટા દસ્તાવેજો રચી, જમીન પ્લોટીંગ કરીને “સાયલન્ટ ઝોન” નામની સ્કીમ મારફતે સામાન્ય નાગરિકોને વેચાઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ કેસમાં આરોપી તરીકે ઝડપાયેલા કાનાલાલ ગામિત ત્યારે સુરત સિટી સર્વે વિભાગમાં વર્ગ-1ના નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા હતા. તેમની ઉપર આરોપ છે કે તેઓએ પેઢી સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો તથા કચેરીમાં કામ કરતા કર્મચારીઓ સાથે મળીને કરોડોની જાહેર જમીન ખોટી રીતે ખાનગી માલકી તરીકે દાખવી દસ્તાવેજોમાં ફેરફાર કર્યા હતા. આરોપીઓમાં પેઢી, ડેટા એન્ટ્રી સ્ટાફ અને સરકારી કર્મચારી સામેલ ફરિયાદમાં કાનાલાલ ગામિત ઉપરાંત, અનંત ડાહ્યાભાઈ પટેલ, એક ડેટા એન્ટ્રી ઓપરેટર તથા “સમૃદ્ધિ કોર્પોરેશન” પેઢીના તમામ ભાગીદારો તેમજ તેમની કચેરીના કર્મચારીઓ સહિત અનેક લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. સી.આઈ.ડી. ક્રાઈમે તાત્કાલિક તપાસ શરૂ કરીને ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓના આધારે કાનાલાલ ગામીતની ઓળખ કરી, તેમને અમદાવાદથી ઝડપી પાડી ધરપકડ કરી છે. આરોપી કાનાલાલ પોસલાભાઈ ગામિત (ઉંમર 57 વર્ષ) નિવૃત્ત થયા બાદ મધુવન એપાર્ટમેન્ટ, થલતેજ શીલજ રોડ, અમદાવાદ ખાતે રહેતા હતા. મૂળે તેઓ તાલુકા સોનગઢના ચોરવાડ ગામ, જિલ્લો તાપીના વતની છે.

Jun 1, 2025 - 02:41
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow