ઈટાલિયા-મહિલા PSI વચ્ચે જીભાજોડી, VIDEO:પોલીસે કહ્યું, 'તમને કાયદાની ખબર નથી', MLA બોલ્યા- 'તો મને જેલમાં પૂરી દો', અનાજ સગેવગે કરવા મુદ્દે બબાલ

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારી અનાજના થઈ રહેલાં કાળાં બજાર મામલે વિસાવદર પોલીસ સ્ટેશને 1 ઓગસ્ટે રાત્રિના ધામા નાખતાં મામલો ગરમાયો હતો. ઈટાલિાયાએ અનાજમાફિયાઓ સામે ગુનો નોંધવાની માગ કરી હતી તો બીજી તરફ પોલીસે આ મામલો ચોરીનો ન હોવાથી પુરવઠા વિભાગમાં ફરિયાદ કરવા કહ્યું હતું. તો ગોપાલ ઈટાલિયાએ ફરિયાદની માગ યથાવત્ રાખી હતી. આ સમયે જ મેંદરડાનાં મહિલા PSI એસ.એન.સોનારા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી હતી. ગોપાલ ઈટાલિયા લોકોને ભેગા કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યા બાદ તેમણે કહ્યું હતું કે તો મને જેલમાં પૂરી દો. 1 ઓગસ્ટે રાત્રિના ચારેક કલાક સુધી વિરોધપ્રદર્શન થયા બાદ મોડીરાત્રે ઈટાલિયા અને તેના સમર્થકો પોલીસ સ્ટેશનથી રવાના થયા હતા. મહિલા PSI અને ગોપાલ ઈટાલિયા વચ્ચે શાબ્દિક ટપાટપી મહિલા પીએસઆઇએ કહ્યું હતું કે તમારો મુદ્દો છે એની તપાસ કરવાની અમારી પાસે સત્તા નથી. ઈટાલિયાએ કહ્યું- હું તમને કલમ બતાવું. તો પીએસઆઇએ કહ્યું બતાવો. મહિલા પીએસઆઈએ કહ્યું, તમને કાયદાની ખબર નથી છતાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય છે. તો ઈટાલિયાએ કહ્યું, તો મને જેલમાં પૂરી દો. મહિલા પીએસઆઈએ કહ્યું, પોલીસની મેટર ન હોવા છતા શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અનાજની ફરિયાદ મામલતદાર આપી શકે, તમે ન આપી શકો. ઈટાલિયા અને મહિલા PSI વચ્ચે વાતચીતના અંશો PSI: તમારી તપાસ ત્યાં ચાલુ છે, અમારી પાસે આ બાબતની તપાસની સત્તા નથી. ઈટાલિયાઃ હું તમને સત્તા બતાવું, પણ તમે તપાસ કરવા તૈયાર છો? PSI: કઈ કલમ છે? ઈટાલિયા: હાલો લખવા મંડો, લખાવું... PSI: બોલો બોલો અમને યાદ રહેશે. PSI: કારણ વગરનો મુદ્દો ડાઇવર્ટ થાય છે, આ ફોજદારી મેટર નથી. ઈટાલિયા: અનાજની ચોરી થઈ એ ગુનો નથી? PSI: કોના અનાજની ચોરી થઈ? ઈટાલિયા: જનતાના. PSI: તો તમને કાયદાની ખબર નથી. ઈટાલિયા: મારા નામે અનાજ ઉધારાઈ ગયું અને મને મળ્યું નથી તો ચોરી જ થઈને? PSI: તમને ચોખ્ખી ને ચટ ખબર છે કે આ ફોજદારી મેટર નથી છતાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય છે. ઈટાલિયા: તો મને જેલમાં પૂરી દો. PSI: પોલીસની મેટર ન હોવા છતા શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય છે. ઈટાલિયા: મેડમ આ ભાષા માફિયા સામે વાપરો તો સારી લાગે. જનતાને દબાવવાનો કોઈ અર્થ નથી. PSI: શાંતિથી સમજાવ્યા હતા કે ફોજદારી મેટર નથી, પણ તમારે મુદ્દો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે? ઈટાલિયા: અનાજમાફિયાઓએ અનાજની ચોરી કરી છે એ વાત સાચી છે? PSI: તેની ફરિયાદ કોણ આપશે? ઈટાલિયા: ફરિયાદ હું આપવા માગું છું. PSI: ફોજદારી રૂએ તમે ન આપી શકો, કાયદામાં જોગવાઈ છે. કાયદાથી ઉપરવટ કોઈ નથી. PSI: ગોપાલભાઈ, કારણ વગરના મુદ્દા ડાઇવર્ટ ન કરો. ઈટાલિયા: અનાજનો જ મુદ્દો છે. PSI: ભાઈ, પોલીસની મેટર નથી છતાંય તમારે અહીં જ બેસવું છે. ઈટાલિયા: અનાજનો જ અને પોલીસનો જ મુદ્દો છે. PSI: કઈ કલમ મુજબ પોલીસ તપાસ કરી શકે? ઈટાલિયા: બેન, બધી કલમ કહીશું તો તમારાથી થશે નહીં? 'બે મહિનાના બદલે અડધા મહિનાનું જ અનાજ આપે છે' ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હરેશ સાવલિયાને સ્થાનિક ગામડાંમાંથી માહિતી મળી હતી કે ઘણાં ગામોમાં રેશનની દુકાન પર મળતું અનાજ પૂરું આપવામાં આવતું નથી. લોકોને બે મહિનાના રેશન માટે બે વખત અંગૂઠા લે છે, પરંતુ અનાજ માત્ર અડધા જ મહિનાનું આપવામાં આવ્યું હતું. જ્યારે કોઈ આ બાબતે અવાજ ઉઠાવે તો તેમને રેશનકાર્ડ રદ કરવાની ધમકીઓ આપવામાં આવે છે. આ પણ વાંચોઃ વિસાવદર પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીતનાં 10 કારણ 'અંગૂઠો લઈ અનાજ અપાતું નથી, માફિયા દબાણ કરે છે' તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘણા ગ્રાહકો પાસે અંગૂઠાની એન્ટ્રી લઈને પણ રેશનનો પૂરો હક અપાતો નથી. માફિયાઓ પુરવઠા શાખા અને ડીલરો પર દબાણ કરે છે. કેટલાક લાઇસન્સ ધરાવનારા ડીલરોના બદલે માફિયાના માણસો જ દુકાનો ચલાવે છે. મામલતદાર કચેરી સુધીનું તંત્ર પણ બેજવાબદારીથી ભાસે છે એમ ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો. આ પણ વાંચોઃ પાટીલને મોરેમોરાની ઈટાલિયાની ખુલ્લી ચેલેન્જ 'કાયદાના ચોપડા ભરાય, પણ પોલીસને કલમ મળતી નથી' અનાજમાફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ધરણાં પર બેઠેલા ધારાસભ્યએ કહ્યું, અમે અહીં ધરણાં પર બેઠા છીએ, કેમ કે પોલીસ કહે છે કે તેમને કલમ નથી મળતી. ગુજરાતના કાયદાના ચોપડા પાંચસો કિલોના છે, પણ ગરીબોના અનાજ ચોરતા માફિયા સામે ગુનો દાખલ કરવો હોય તો પોલીસ હાથ ઊંચા કરી દે છે. મામલતદાર કલેક્ટર પર ઢોળે છે. કલેક્ટર પુરવઠા અધિકારી પર ઢોળે છે અને અધિકારીઓ તો કહે છે કે હું તો હમણાં જ આવ્યો છું અને આખું તંત્ર એકબીજાની પર જવાબદારી નાખે છે. 'ભાજપના આશ્રયથી ચાલે છે અનાજમાફિયાઓ' ગોપાલ ઈટાલિયાએ શાસકપક્ષ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, આ સમગ્ર માફિયારાજ ભાજપના ખુલ્લા સમર્થન હેઠળ ચાલી રહ્યું છે. આ કારણોસર જ પોલીસ અને તંત્રમાં કોઈના હાથમાં પગલાં લેવાની હિંમત નથી. જ્યારે કરોડો રૂપિયાનું અનાજ ગરીબોના મોઢામાં જવાને બદલે બારોબાર વેચી નાખવામાં આવે છે. ગ્રામજનો દ્વારા અવાજ ઉઠાવતા રેશનકાર્ડ રદ કરવાની ધમકીઓ આપવામાં આવે છે. 'આ હકની લડાઈ છે સાથ આપવા ઇટાલિયાની જનતાને અપીલ' ગોપાલ ઈટાલિયાએ વિસાવદરના રહીશોને સંબોધતા કહ્યું કે, આ તમારી જાતની, તમારા બાળકોની હકની લડાઈ છે. તમને મળતું અનાજ કોઈ ચોરી જાય, તો એ સામે અવાજ ઊઠાવવો એ તમારો ન્યાયિક અધિકાર છે. આજે નહીં તો કાલે પણ ગુનો નોંધાશે અને અનાજ ચોરતા માફિયાઓના ગળાથી ગરીબોનો હક ખેંચી લાવાશે. હું લોકો સાથે આ લડત લડીશ, તમે મારી સાથે ઉભા રહો.”

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow