'ગોપાલને ખરીદીને બતાવો, હું રાજકારણ છોડી દઈશ':વિસાવદરમાં કેજરીવાલની ભાજપને ચેલેન્જ, કોંગ્રેસને આડેહાથ લેતાં કહ્યું- 'BJPની નોકરી કરે છે'
ગુજરાતમાં ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી તારીખ 19 જૂન, 2025ના રોજ યોજાવાની છે અને 23 જૂને મતગણતરી કરાવશે. વિસાવદરમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ બાદ જન આશીર્વાદ યાત્રા કરીને ગોપાલ ઇટાલિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. બીજી તરફ શંકરસિંહ વાઘેલાની ડેમોક્રેટિક પાર્ટીએ અંતિમ ઘડીએ ઉમેદવાર બદલીને લાલજી કોટડિયાની જગ્યાએ કિશોર કાનકડને મેદાને ઉતાર્યા છે, જેમણે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. 'ગુજરાતમાં ભાજપની સરકાર પણ વિસાવદરમાં નહીં' ગોપાલ ઇટાલિયાની જન આશીર્વાદ યાત્રા દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે 18 વર્ષથી તમે ભાજપને વિસાવદરમાં ઘૂસવા નથી દીધો. ગુજરાતમાં એની સરકાર છે, પણ વિસાવદરમાં ભાજપની સરકાર નથી. પહેલા તમે કોંગ્રેસને વોટ આપ્યો પછી અમને સ્પોર્ટ કર્યો, પણ ભાજપે બદમાશી કરી પહેલાં કોંગ્રેસના હર્ષદ રિબડિયાને ખરીદી લીધા અને પછી દુર્ગાભ્યપૂર્ણ અમારા ભૂતપ ભાયાણીને પણ ખરીદી લીધા. હવે ફરી તમારે જવાબ આપવાનો છે. 'ગોપાલને ખરીદીને બતાવો, હું રાજકારણ છોડી દઈશ' કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે વિસાવદરવાસીઓ ભાજપ તમને ચેતવણી આપે છે કે તમે કોઇપણને જિતાડો, અમે તેને ખરીદી લઈશું, પણ આજે હું ભાજપને ચેલેન્જ કરવા આવ્યો છું કે આ વખતે અમે તમારી સામે અમારો હીરો ઊભો રાખ્યો છે. હું ભાજપને ચેલેન્જ કરું છું કે તમે ગોપાલને ખરીદી બતાવો તો કેજરીવાલ રાજકારણ છોડી દેશે. 'કોંગ્રેસ ભાજપની જ નોકરી કરે છે' કેજરીવાલે કહ્યું હતું કે ભાજપની જેમ કોંગ્રેસ પણ એક નંબરની ચાલાક છે. એ ભાજપની જ નોકરી કરે છે, કોંગ્રેસ ભાજપના જ ખિસ્સામાં બેઠી છે. વર્ષ 2022માં ચૂંટણી થઈ એમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા, એમાં એક અમારો સિક્કો પણ ખોટો નીકળ્યો ને ભાજપમાં જોડાઇ ગયો. કોંગ્રેસ અમારી જોડે આવીને બોલી જ્યાંથી અમારા ધારાસભ્ય ભાજપમાં ગયા છે ત્યાં તમે ઉમેદવાર ઊભો ન રાખો. અમે તેમનું માન રાખીને અમારો ઉમેદવાર ઊભો ન રાખ્યો, કારણ કે અમારે BJPને હરાવવી હતી. 'ગોપાલ વિસાવદર માટે નહીં, આખા ગુજરાત માટે લડશે' આ વખતની વિસાવદરની પેટાચૂંટણી માટે અમે કોંગ્રેસને કહ્યું હતું કે તમે વિસાવદરમાં ઉમેદવાર ઊભો ન રાખો, પણ ભાજપના ખોળામાં બેઠેલી કોંગ્રેસ ન માની, એટલે આ વખતે તમારે કોંગ્રેસ અને ભાજપ બંનેને જડબાંતોડ જવાબ આપવાનો છે. અમારો ગોપાલ કોઇનાથી નથી ડરતો, તે તમારા માટે કાયમી લડતો રહેશે. ગોપાલ વિસાવદર માટે નહીં, આખા ગુજરાત માટે લડશે. 'ગોપાલ તમારા પ્રશ્નો માટે ભાજપને હંફાવી દેશે' અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાને તમારે ભારે બહુમતથી જિતાડવાના છે અને વિધાનસભામાં પહોંચડાવાના છે. ગોપાલ તમારા પ્રશ્નો માટે ભાજપને હંફાવી દેશે. વિધાનસભામાં જઇને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે. હું તમારો ઉત્સાહ જોઇ રહ્યો છું, તમે આટલી ગરમીમાં પણ ગોપાલભાઇને સ્પોર્ટ કરવા ઊભા છો. 'ભાજપના ભ્રષ્ટાચારના પાટા હલાવવાના છે' ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં 40 વર્ષથી ભાજપની સરકારનો ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના પાયા હચમચાવવાનું કામ વિસાવદરની જનતાએ કરવાનું છે. હું તમારા ચહેરા પર ઉત્સાહ જોઇ રહ્યો છું, મને પૂરો વિશ્વાસ છે કે તમે મને જિતાડીને ભાજપને જડબાંતોડ જવાબ આપશો. 'વિસાવદરની જનતા ઇતિહાસ રચવાની છે' ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આજે સવારે મોણિયા ગામે આઇ નાગબાઇના આશીવાર્દ મેળવીને જન આશીર્વાદ યાત્રા બાદ અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં મેં મારી ઉમેદવારી નોંધાવી છે. મારી જોડે આજે મોટી સંખ્યામાં વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢની પ્રજા ઉપસ્થિત રહી અને તેમના ચહેરા પરનું નૂર જોઇને મને લાગે છે કે આ વખતે વિસાવદરમાં ક્રાંતિ થવાની છે. વિસાવદરની જનતા ઇતિહાસ રચવા જાણીતી છે એ આ વખતે પણ ઇતિહાસ રચશે એવો મને પૂરો વિશ્વાસ છે. 'કેશુ બાપાના રાજમાં ગુંડાઓનું રાજ નહોતું' ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે કેશુ બાપાના રાજમાં ગુંડાઓનું રાજ નહોતું, તેમણે હંમેશાં ખેડૂતો માટે કામ કર્યું છે, પણ આ ભાજપે તેમના નામની એક શાળા પણ નથી બનાવી. મેં મારા કાર્યાલયે કેશુ બાપાની પ્રતિમા સ્થાપી છે. હું કેશુ બાપાના રસ્તે ચાલીને જનતાની સેવા કરીશ. અરવિંદ કેજરીવાલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત વિસાવદરના પ્રાંત કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જન આશીર્વાદ યાત્રા સાથે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ યાત્રામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, દુર્ગેશ પાઠક, ગુલાબસિંહ જાદવ અને મનોજ સોરઠિયા સહિતનાં પાર્ટીના અગ્રણીઓ અને આગેવાનો હાજર રહ્યાં હતાં. ડેમોક્રેટિક પાર્ટીએ અંતિમ ઘડીએ ઉમેદવાર બદલ્યા બીજી તરફ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઇ ડેમોક્રેટિક પાર્ટીએ અંતિમ ઘડીએ ઉમેદવારની બદલી કરી છે. અગાઉ જાહેર કરેલા ઉમેદવાર લાલજી કોટડિયાને તબિયતના કારણોસર બદલવા પડ્યા હોવાનું જણાવ્યું છે અને સ્થાનિક સ્તરે લોકપ્રિય અને અનુભવિત કાર્યકર કિશોર કાનકડને મેદાનમાં ઉતાર્યા છે. કિશોર કાનકડએ પણ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ભાજપ-કોંગ્રેસે હજી ઉમેદવારની જાહેરાત નથી કરી વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે હજી સુધી તેમના ઉમેદવારો જાહેર નથી કર્યા. કોંગ્રેસ તરફથી સૂત્રોએ જણાવ્યું હતું કે આવતીકાલે ઉમેદવારના નામની જાહેરાત થશે. ભાજપ તરફથી પણ ઉમેદવારની પસંદગી માટે પ્રદેશકક્ષાએ ચર્ચાવિચારણાનો ઝડપી દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. વિસાવદરની પેટાચૂંટણીના મુખ્ય મુદ્દા: પાણી, ખેતી અને રોજગારી વિસાવદર વિધાનસભા વિસ્તારની સમસ્યાઓમાં રોડ રસ્તા, કૃષિ સહાયની અછત, ઈકો ઝોન, ખેડૂતોના વિવિધ પ્રશ્નો છે. આ ઉપરાંત આરોગ્ય સેવાઓનો અભાવ અને રોજગારીની તંગી મુખ્ય છે. આ મુદ્દાઓ આજે દરેક ઉમેદવારનાં પ્રચાર અને વચનોમાં જોવા મળે છે. સ્થાનિક મતદારો હવે એવો નેતા શોધી રહ્યા છે જે જમીનસ્તર પર કામ કર

ગુજરાતમાં ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી તારીખ 19 જૂન, 2025ના રોજ યોજાવાની છે અને 23 જૂને મતગણતરી કરાવશે. વિસાવદરમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ બાદ જન આશીર્વાદ યાત્રા કરીને ગોપાલ ઇટાલિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. બીજી તરફ શંકરસિંહ વાઘેલાની ડેમોક્રેટિક પાર્ટીએ અંતિમ ઘડીએ ઉમેદવાર બદલીને લાલજી કોટડિયાની જગ્યાએ કિશોર કાનકડને મેદાને ઉતાર્યા છે, જેમણે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. 'ગુજરાતમાં ભાજપની સરકાર પણ વિસાવદરમાં નહીં' ગોપાલ ઇટાલિયાની જન આશીર્વાદ યાત્રા દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે 18 વર્ષથી તમે ભાજપને વિસાવદરમાં ઘૂસવા નથી દીધો. ગુજરાતમાં એની સરકાર છે, પણ વિસાવદરમાં ભાજપની સરકાર નથી. પહેલા તમે કોંગ્રેસને વોટ આપ્યો પછી અમને સ્પોર્ટ કર્યો, પણ ભાજપે બદમાશી કરી પહેલાં કોંગ્રેસના હર્ષદ રિબડિયાને ખરીદી લીધા અને પછી દુર્ગાભ્યપૂર્ણ અમારા ભૂતપ ભાયાણીને પણ ખરીદી લીધા. હવે ફરી તમારે જવાબ આપવાનો છે. 'ગોપાલને ખરીદીને બતાવો, હું રાજકારણ છોડી દઈશ' કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે વિસાવદરવાસીઓ ભાજપ તમને ચેતવણી આપે છે કે તમે કોઇપણને જિતાડો, અમે તેને ખરીદી લઈશું, પણ આજે હું ભાજપને ચેલેન્જ કરવા આવ્યો છું કે આ વખતે અમે તમારી સામે અમારો હીરો ઊભો રાખ્યો છે. હું ભાજપને ચેલેન્જ કરું છું કે તમે ગોપાલને ખરીદી બતાવો તો કેજરીવાલ રાજકારણ છોડી દેશે. 'કોંગ્રેસ ભાજપની જ નોકરી કરે છે' કેજરીવાલે કહ્યું હતું કે ભાજપની જેમ કોંગ્રેસ પણ એક નંબરની ચાલાક છે. એ ભાજપની જ નોકરી કરે છે, કોંગ્રેસ ભાજપના જ ખિસ્સામાં બેઠી છે. વર્ષ 2022માં ચૂંટણી થઈ એમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા, એમાં એક અમારો સિક્કો પણ ખોટો નીકળ્યો ને ભાજપમાં જોડાઇ ગયો. કોંગ્રેસ અમારી જોડે આવીને બોલી જ્યાંથી અમારા ધારાસભ્ય ભાજપમાં ગયા છે ત્યાં તમે ઉમેદવાર ઊભો ન રાખો. અમે તેમનું માન રાખીને અમારો ઉમેદવાર ઊભો ન રાખ્યો, કારણ કે અમારે BJPને હરાવવી હતી. 'ગોપાલ વિસાવદર માટે નહીં, આખા ગુજરાત માટે લડશે' આ વખતની વિસાવદરની પેટાચૂંટણી માટે અમે કોંગ્રેસને કહ્યું હતું કે તમે વિસાવદરમાં ઉમેદવાર ઊભો ન રાખો, પણ ભાજપના ખોળામાં બેઠેલી કોંગ્રેસ ન માની, એટલે આ વખતે તમારે કોંગ્રેસ અને ભાજપ બંનેને જડબાંતોડ જવાબ આપવાનો છે. અમારો ગોપાલ કોઇનાથી નથી ડરતો, તે તમારા માટે કાયમી લડતો રહેશે. ગોપાલ વિસાવદર માટે નહીં, આખા ગુજરાત માટે લડશે. 'ગોપાલ તમારા પ્રશ્નો માટે ભાજપને હંફાવી દેશે' અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાને તમારે ભારે બહુમતથી જિતાડવાના છે અને વિધાનસભામાં પહોંચડાવાના છે. ગોપાલ તમારા પ્રશ્નો માટે ભાજપને હંફાવી દેશે. વિધાનસભામાં જઇને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે. હું તમારો ઉત્સાહ જોઇ રહ્યો છું, તમે આટલી ગરમીમાં પણ ગોપાલભાઇને સ્પોર્ટ કરવા ઊભા છો. 'ભાજપના ભ્રષ્ટાચારના પાટા હલાવવાના છે' ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં 40 વર્ષથી ભાજપની સરકારનો ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના પાયા હચમચાવવાનું કામ વિસાવદરની જનતાએ કરવાનું છે. હું તમારા ચહેરા પર ઉત્સાહ જોઇ રહ્યો છું, મને પૂરો વિશ્વાસ છે કે તમે મને જિતાડીને ભાજપને જડબાંતોડ જવાબ આપશો. 'વિસાવદરની જનતા ઇતિહાસ રચવાની છે' ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આજે સવારે મોણિયા ગામે આઇ નાગબાઇના આશીવાર્દ મેળવીને જન આશીર્વાદ યાત્રા બાદ અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં મેં મારી ઉમેદવારી નોંધાવી છે. મારી જોડે આજે મોટી સંખ્યામાં વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢની પ્રજા ઉપસ્થિત રહી અને તેમના ચહેરા પરનું નૂર જોઇને મને લાગે છે કે આ વખતે વિસાવદરમાં ક્રાંતિ થવાની છે. વિસાવદરની જનતા ઇતિહાસ રચવા જાણીતી છે એ આ વખતે પણ ઇતિહાસ રચશે એવો મને પૂરો વિશ્વાસ છે. 'કેશુ બાપાના રાજમાં ગુંડાઓનું રાજ નહોતું' ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે કેશુ બાપાના રાજમાં ગુંડાઓનું રાજ નહોતું, તેમણે હંમેશાં ખેડૂતો માટે કામ કર્યું છે, પણ આ ભાજપે તેમના નામની એક શાળા પણ નથી બનાવી. મેં મારા કાર્યાલયે કેશુ બાપાની પ્રતિમા સ્થાપી છે. હું કેશુ બાપાના રસ્તે ચાલીને જનતાની સેવા કરીશ. અરવિંદ કેજરીવાલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત વિસાવદરના પ્રાંત કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જન આશીર્વાદ યાત્રા સાથે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ યાત્રામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, દુર્ગેશ પાઠક, ગુલાબસિંહ જાદવ અને મનોજ સોરઠિયા સહિતનાં પાર્ટીના અગ્રણીઓ અને આગેવાનો હાજર રહ્યાં હતાં. ડેમોક્રેટિક પાર્ટીએ અંતિમ ઘડીએ ઉમેદવાર બદલ્યા બીજી તરફ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઇ ડેમોક્રેટિક પાર્ટીએ અંતિમ ઘડીએ ઉમેદવારની બદલી કરી છે. અગાઉ જાહેર કરેલા ઉમેદવાર લાલજી કોટડિયાને તબિયતના કારણોસર બદલવા પડ્યા હોવાનું જણાવ્યું છે અને સ્થાનિક સ્તરે લોકપ્રિય અને અનુભવિત કાર્યકર કિશોર કાનકડને મેદાનમાં ઉતાર્યા છે. કિશોર કાનકડએ પણ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ભાજપ-કોંગ્રેસે હજી ઉમેદવારની જાહેરાત નથી કરી વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે હજી સુધી તેમના ઉમેદવારો જાહેર નથી કર્યા. કોંગ્રેસ તરફથી સૂત્રોએ જણાવ્યું હતું કે આવતીકાલે ઉમેદવારના નામની જાહેરાત થશે. ભાજપ તરફથી પણ ઉમેદવારની પસંદગી માટે પ્રદેશકક્ષાએ ચર્ચાવિચારણાનો ઝડપી દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. વિસાવદરની પેટાચૂંટણીના મુખ્ય મુદ્દા: પાણી, ખેતી અને રોજગારી વિસાવદર વિધાનસભા વિસ્તારની સમસ્યાઓમાં રોડ રસ્તા, કૃષિ સહાયની અછત, ઈકો ઝોન, ખેડૂતોના વિવિધ પ્રશ્નો છે. આ ઉપરાંત આરોગ્ય સેવાઓનો અભાવ અને રોજગારીની તંગી મુખ્ય છે. આ મુદ્દાઓ આજે દરેક ઉમેદવારનાં પ્રચાર અને વચનોમાં જોવા મળે છે. સ્થાનિક મતદારો હવે એવો નેતા શોધી રહ્યા છે જે જમીનસ્તર પર કામ કરે અને તેમની સમસ્યાઓનો નિરાકરણ લાવે. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ બેઠક ખાલી વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રીબડિયાને હરાવીને વિસાવદર બેઠક જીતી હતી, પરંતુ 2023માં તેઓ પાર્ટીથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયા હતા, જેના કારણે વિસાવદર બેઠક ખાલી પડી હતી. હવે યોજાનારી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ફરીથી આ બેઠક પર પોતાનો પાયો મજબૂત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. વિસાવદર બેઠકનો રાજકીય ઈતિહાસ વિસાવદર વિધાનસભા બેઠક ગુજરાતના રાજકીય નકશા પર વર્ષોથી ભારે રસ ધરાવતી રહી છે. અહીંના મતદારોએ વારંવાર પક્ષ બદલાવ્યો હોય એવું જોઈ શકાય છે. વર્ષ 1962થી આજ સુધી આ બેઠક ઘણા દિગ્ગજ નેતાઓ અને રાજકીય પરિવર્તનોની સાક્ષી રહી છે. 1962માં શરૂઆત પક્ષ બદલાતા નેતાઓ (1967–1990) ભાજપનો પાયો (1995–2007) 2012: કેશુભાઈની વાપસી, પણ નવા પ્લેટફોર્મ પરથી કોંગ્રેસનો ઉત્કર્ષ (2014–2017) 2022 આમ આદમી પાર્ટીનો પ્રવેશ બેઠક કેમ ખાલી થઈ?
What's Your Reaction?






