'તાત્કાલિક લોન'નો લોભ ભારે પડશે!:નકલી લોન એપ્સ ડેટા ચોરી બ્લેકમેઇલિંગથી નાણાં પડાવશે, જાણો બચવાના ઉપાયો
એક સમય હતો, જ્યારે લોન મેળવવા માટે બેંકોના ધક્કા ખાવા પડતા હતા. લાંબી પ્રક્રિયાઓ, દસ્તાવેજોના ઢગલા અને અઠવાડિયા સુધી રાહ જોવી સામાન્ય હતું. પરંતુ હવે ડિજિટલ લેન્ડિંગ (ધિરાણ) પ્લેટફોર્મે ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. હવે, તમે ઘરે બેઠા મોબાઈલ એપ દ્વારા માત્ર થોડા ક્લિક્સમાં લાખો રૂપિયાની લોન મેળવી શકો છો. ઓનલાઈન લોન એપના વધતા ચલણની સાથે સાથે સાયબર ફ્રોડના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યા છે. તાજેતરમાં, ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)એ તેના X (ટ્વિટર) પ્લેટફોર્મ 'સાયબર દોસ્ત' પર આવી નકલી લોન એપ્લિકેશનો અંગે ચેતવણી જારી કરી છે. તો, ચાલો આજે 'સાયબર લિટરસિ' કોલમમાં જાણીએ કે નકલી લોન એપ્સ શું છે? સાથે જ આ વિશે પણ વાત કરીશું- નિષ્ણાત: રાજેશ દંડોતિયા, એડિશનલ ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ, ઇન્દોર પ્રશ્ન- નકલી લોન એપ્સ શું છે? જવાબ- આ એપ્લિકેશન્સ પોતાને કોઈ નાણાકીય સંસ્થા કે બેંકની સત્તાવાર એપ તરીકે દર્શાવે છે પરંતુ તેનો વાસ્તવિક હેતુ લોકોને છેતરવાનો હોય છે. લોન આપવાના નામે, આ એપ યુઝર પાસેથી જરૂરી દસ્તાવેજો, ફોટો, બેંક વિગતો અને મોબાઇલ પરવાનગી લે છે. બાદમાં તેઓ ભારે વ્યાજ વસૂલવાની ધમકી આપે છે અથવા બ્લેકમેઇલિંગ અને છેતરપિંડી માટે યુઝરના ડેટાનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે આ નકલી લોન એપ્સ એન્ડ્રોઇડ પેકેજ કિટ (APK) અથવા થર્ડ પાર્ટી વેબસાઇટ્સ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવે છે. પ્રશ્ન- નકલી લોન એપ્સ કેવી રીતે કામ કરે છે? જવાબ- નકલી લોન એપ યુઝર્સને જાળમાં ફસાવે છે. તેઓ તાત્કાલિક લોન આપવાનું વચન આપીને લોકોની અંગત માહિતી ચોરી કરે છે અને બાદમાં તેમને બ્લેકમેલ કરે છે. તેની આખી પ્રક્રિયા આ રીતે કામ કરે છે. આકર્ષક જાહેરાતોમાં લલચાવવું સાયબર ગુનેગારો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અથવા ગુગલ જેવા પ્લેટફોર્મ પર 'ઇન્સ્ટન્ટ લોન', 'દસ્તાવેજો વિના ₹5 લાખ સુધીની લોન' જેવી આકર્ષક જાહેરાતોનો પ્રચાર કરે છે. થર્ડ પાર્ટી લિંક પરથી એપ ડાઉનલોડ કરાવવી સાયબર ગુનેગારો યુઝરને થર્ડ પાર્ટી લિંક અથવા કોઈપણ વેબસાઇટ પરથી એપ ડાઉનલોડ કરાવે છે. એપ ઇન્સ્ટોલ કરતાની સાથે જ, તે અનેક પ્રકારની પરમીશન (જેમ કે, કેમેરા, કોન્ટેક્ટ્સ, ફાઇલ્સ, SMS)ની ઍક્સેસ માંગે છે. KYCના નામે ડેટા કલેક્શન ત્યારબાદ એપ બેંકિંગ વિગતો જેમ કે, આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટો, બેંક વિગતો વગેરે માંગે છે, જે વાસ્તવિક લાગતા ફોર્મેટમાં હોય છે. પરંતુ તેનો ઉપયોગ છેતરપિંડી માટે થાય છે. નામ માત્રની લોન અથવા પ્રોસેસિંગ ફી કેટલીક નકલી એપ્સ પહેલા 1,000-2,000 રૂપિયાની લોન આપીને યુઝરનો વિશ્વાસ જીતે છે. કેટલાક ફક્ત પ્રોસેસિંગ ફી લે છે અને ગાયબ થઈ જાય છે. ઘણી વખત, કોઈ લોન આપવામાં જ આવતી નથી. ડેટા દ્વારા બ્લેકમેઇલિંગ આ એપ યુઝરના ફોનમાં રહેલા ફોટો, કોન્ટેક્ટ્સ અને ફાઇલ્સને એક્સેસ કરે છે. જ્યારે યુઝર પૈસા પરત કરતા નથી અથવા વિરોધ કરે છે, ત્યારે તેને બદનક્ષીની ધમકી આપવામાં આવે છે. જેમ કે 'અમે તમારા ફોટા મોર્ફ કરીને વાયરલ કરીશું' અથવા 'અમે તમારા સંબંધીઓને ખોટા મેસેજ મોકલીશું.' માનસિક દબાણ બનાવીને ઠગાઈ ઘણા લોકો ડરના કારણે પૈસા ટ્રાન્સફર કરે છે. આ સાયબર છેતરપિંડી માત્ર નાણાકીય હેરાનગતિ જ નહીં પણ માનસિક હેરાનગતિનું પણ કારણ બને છે. પ્રશ્ન: લોન એપ અસલી છે કે નકલી તે કેવી રીતે ઓળખી શકાય? જવાબ- ભારતમાં લોન એપ્લિકેશન્સ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં નોંધણી કરાવવી ફરજિયાત છે. જો કોઈ એપ RBIની વેબસાઇટ પર નથી, તો તેને બિલકુલ ઇન્સ્ટોલ કરશો નહીં. નીચે આપેલા ગ્રાફિકમાં તમે નકલી લોન એપ્સ ઓળખવાની કેટલીક સરળ રીતો જોઈ શકો છો. પ્રશ્ન: કોઈપણ લોન એપ ડાઉનલોડ કરતા પહેલા કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? જવાબ: આજકાલ ઘણી ડિજિટલ લોન એપ્સ થોડી મિનિટોમાં લોન આપવાનો દાવો કરે છે પરંતુ તેમાંની ઘણી એપ નકલી અને છેતરપિંડીવાળી હોય છે. તેવામાં લોન એપ ડાઉનલોડ કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી તમે સાયબર ફ્રોડ અને ડેટા લીક જેવા જોખમોથી બચી શકો. પ્રશ્ન- લોન માટે સલામત વિકલ્પો કયા છે? જવાબ: લોન લેવા માટે હંમેશા RBI રજિસ્ટર્ડ બેંકો અથવા નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) પર વિશ્વાસ કરો. આ એપ્સ સુરક્ષિત છે અને તમારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખે છે. તમે આ એપ્સને તેમની સત્તાવાર વેબસાઇટ્સ, પ્લે સ્ટોર પ્રોફાઇલ્સ અને RBI પોર્ટલ પરથી ક્રોસ-વેરિફાઇ કરીને ઓળખી શકો છો. પ્રશ્ન: RBI દ્વારા જારી કરાયેલી ડિજિટલ લેન્ડિંગ (ધિરાણ) એપ્લિકેશન્સની યાદી ક્યાં જોઈ શકાય? જવાબ: RBIએ ડિજિટલ લોન ઓફર કરતી અધિકૃત એપ્સ અને પ્લેટફોર્મની યાદી તૈયાર કરી છે, જે જણાવે છે કે, કઈ એપ્સ RBI રજિસ્ટર્ડ બેંકો અથવા NBFCs સાથે જોડાયેલી છે. આ યાદી જોવા માટે, તમે RBIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. ડિજિટલ ધિરાણ એપ્લિકેશન્સ વિશેની માહિતી What's New અથવા Press Releases સેક્શનમાં અથવા RBI દ્વારા શરૂ કરાયેલા CIMS પોર્ટલ (સેન્ટ્રલાઇઝ્ડ ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ) પરથી સીધી મેળવી શકાય છે. પ્રશ્ન: જો કોઈએ ભૂલથી નકલી લોન એપ ડાઉનલોડ કરી દીધી હોય તો શું કરવું? જવાબ- આવી સ્થિતિમાં, આ મુદ્દાઓનું તાત્કાલિક પાલન કરો.

What's Your Reaction?






