દુષ્કર્મી પિતા સામે માત્ર 7 દિવસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી:સગીર પુત્રી ઉપર સગા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું, દાદી ફરિયાદી બન્યા
શહેરના ઓઢવ વિસ્તારમાં ખુદ પોતાની સગીર વયની સગી દીકરીને દુષ્કર્મનો ભોગ બનાવનાર પિતા વિરૃધ્ધ ઓઢવ પોલીસે માત્ર સાત જ દિવસમાં કેસની તપાસ પૂર્ણ કરી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે ચાર્જશીટમાં 30 સાક્ષીઓ, પીડિતા પુત્રીના મેજિસ્ટ્રેટ રૃબરૃ નિવેદન, સ્થાનિક લોકોના નિવેદનો, સંબંધિત વીડિયો સહિતના ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓ પણ અદાલતમાં રજૂ કર્યા હતા. જેથી હવે અદાલત દ્વારા પણ આગામી દિવસોમાં કેસની સંવેદનશીલતા ધ્યાને લઇ ટ્રાયલ ઝડપી ચાલે તેવી શકયતાઓ છે. આરોપી ખુદ પીડિતાનો સગો બાપ જ નીકળ્યો હતો કેસને વિગતે જોતા 22 મે, 2025ના રોજ મોડી રાત્રે શહેર પોલીસ કંટ્રોલ રૃમમાં દુષ્કર્મના બનાવ અંગેનો મેસેજ મળ્યો હતો, જેને લઇ ઓઢવ પોલીસે સમગ્ર મામલાની તપાસ કરતાં આરોપી ખુદ પીડિતાનો સગો બાપ જ નીકળ્યો હતો. આ કેસમાં વયોવૃધ્ધ દાદીએ હિંમત દાખવી પીડિતા પર દુર્ષ્કર્મ ગુજારનાર તેના સગા પિતા વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી પિતાની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. સ્પેશિયલ પોક્સો કોર્ટમાં પિતા વિરૃધ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ શહેર પોલીસ કમિશનરની આ સમગ્ર કેસની સંવેદનશીલતા ધ્યાનમાં લઇ ઝડપી તપાસ કાર્યવાહી પૂર્ણ કરવા અને મદદનીશ નાયબ પોલીસ કમિશનર ઝોન-5 ના માર્ગદર્શન હેઠળ ઓઢવ પોલીસે સમગ્ર તપાસ હાથ ધરી હતી. જેને પગલે માત્ર સાત જ દિવસમાં આ પોક્સો કાયદા હેઠળના કેસની તપાસ પૂર્ણ કરવામાં આવી હતી અને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આરોપી પિતા વિરૃધ્ધ ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી હતી. સાત જ દિવસમાં સંવેદનશીલ કેસમાં તપાસ પૂર્ણ કરી પોલીસે ચાર્જશીટમાં 30 સાક્ષીઓ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના નવા કાયદાની કલમ-183 હેઠળ પીડિતાનુ મેજિસ્ટ્રેટ રૃબરૃ લેવાયેલ નિવેદન, સ્થાનિક લોકોના નિવેદનો, સંબંધિત વીડિયો સહિતના ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓ પણ અદાલતમાં રજૂ કર્યા હતા. ઉપરાંત, સરકારી હોસ્પિટલ અને ગાંધીનગર ફોરન્સિક સાયન્સ લેબોરેટરી સાથે સતત સંકલનમાં રહી રીપોર્ટ સહિતના અન્ય પુરાવાઓ માટની પણ તજવીજ હાથ ધરી છે. જોકે ઓઢવ પોલીસે માત્ર સાત જ દિવસમાં આવા સંવેદનશીલ કેસમાં તપાસ પૂર્ણ કરી આરોપી વિરૃધ્ધ ચાર્જશીટ દાખલ કરવાની ઘટના સરાહનીય અને અન્ય પોલીસ કર્મીઓ માટે પણ પ્રેરણારૃપ કહી શકાય તેવી છે.

What's Your Reaction?






