કોંગ્રેસ સાંસદ સુધાએ કહ્યું-દિલ્હીમાં હવે સાંસદો પણ સુરક્ષિત નથી:અમિત શાહને લખ્યો પત્ર, લોકસભામાં વિપક્ષનો હોબાળો; રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત
સોમવારે સંસદના ચોમાસુ સત્રનો 11મો દિવસ છે. બંને ગૃહોમાં સવારે 11 વાગ્યે કાર્યવાહી શરૂ થઈ. લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે બિહાર વોટર લિસ્ટ રિવિઝન (SIR)ના મુદ્દા પર ચર્ચાની માંગણી સાથે હોબાળો શરૂ કરી દીધો. આ કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. તમિલનાડુના કોંગ્રેસ સાંસદ એમ સુધાએ કહ્યું- દિલ્હીમાં નેતાઓ પણ સુરક્ષિત નથી રાજધાની દિલ્હીમાં હવે નેતાઓની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. સોમવારે સવારે દિલ્હીના ચાણક્યપુરીમાંથી સોનાની ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી હતી. હેરાન કરનારી વાત એ છે કે સંસદ ભવનથી થોડે દૂર મહિલા સાંસદ આર સુધા સાથે ચેઈન સ્નેચિંગની આ ઘટના બની હતી. તમિલનાડુના મયિલાદુથુરાઈના કોંગ્રેસ સાંસદ એમ સુધા એક વર્ષથી તમિલનાડુ ભવનમાં રહે છે. આજે સવારે 6 વાગ્યે, તેઓ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન, રસ્તા પર બાઇક સવાર એક બદમાશે તેમના ગળામાંથી સોનાની ચેઇન છીનવીને ભાગી ગયો હતો. આ મામલે દિલ્હી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાંસદ આર. સુધાએ અમિત શાહને લખ્યો પત્ર તમિલનાડુના મયિલાદુથુરાઈ લોકસભા મતવિસ્તારના સાંસદ આર. સુધાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેમણે જણાવ્યું છે કે આજે સવારે ચાણક્યપુરી વિસ્તારમાં પોલેન્ડ દૂતાવાસ પાસે તેમની સોનાની ચેઈનની લુંટ કરવામાં આવી હતી. આ ઘટનામાં તેમને ઘણી જગ્યાએ ઈજાઓ થઈ છે. મહિલા સાંસદે ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરી છે કે તેઓ ગુનેગારની ધરપકડ કરવા અધિકારીઓને નિર્દેશ આપે. દિલ્હીના પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા 'X' પર સરકાર પર પ્રહારો કર્યા અને લખ્યું કે દિલ્હીમાં આ કોઈ નવી ઘટના નથી. આ રોજિંદી ઘટના છે. દિલ્હીમાં ચેન અને મોબાઈલ લુંટની ઘટનાઓ એટલી સામાન્ય બની ગઈ છે કે લોકો FIR નોંધાવવામાં પણ ખચકાય છે. લોકો જાણે છે કે કંઈ થવાનું નથી. દિલ્હી પોલીસ CCTV ફૂટેજની તપાસ કરી રહી છે દિલ્હી પોલીસે જણાવ્યું કે, આજે સવારે 6 વાગ્યે કોંગ્રેસના મહિલા સાંસદ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા તે દરમિયાન તેમના ગળામાંથી સોનાની ચેનની લુંટ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે મામલે ફરિયાદ નોંધી છે. આરોપીઓને ઝડપી લેવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી સરકાર સોમવારે લોકસભામાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નેન્સ બિલ 025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી કાયદો (સુધારા) બિલ, 2025 રજૂ કરવાના છે. બંને બિલો પર એકસાથે ચર્ચા કરવામાં આવશે. નેશનલ સ્પોર્ટ્સ ગવર્નેન્સ બિલનો ઉદ્દેશ્ય રમતગમત સંગઠનોના કાર્યમાં સુધારો કરવાનો અને પારદર્શિતા વધારવાનો છે. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે, ચોમાસુ સત્રમાં અત્યાર સુધી ફક્ત 2 દિવસ જ કામ થયું છે. આ બે દિવસમાં પણ બંને ગૃહોમાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહ 13 ઓગસ્ટથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને વધુ 6 મહિના માટે લંબાવવા માટે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરશે. તેને 30 જુલાઈના રોજ લોકસભાએ મંજૂરી આપી દીધી છે. સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલશે, એટલે કે કુલ 32 દિવસ. આ દરમિયાન, 18 બેઠકો યોજાશે અને 15થી વધુ બિલ રજૂ કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીને કારણે, 13-14 ઓગસ્ટે સંસદની કોઈ કાર્યવાહી થશે નહીં. કેન્દ્ર સરકાર ચોમાસુ સત્રમાં 8 નવા બિલ રજૂ કરશે, જ્યારે 7 પેન્ડિંગ બિલો પર ચર્ચા થશે. આમાં મણિપુર GST સુધારા બિલ 2025, આવકવેરા બિલ, નેશનલ સ્પોર્ટ્સ ગવર્નેન્સ બિલ જેવા બિલોનો સમાવેશ થાય છે. નવા આવકવેરા બિલ પર રચાયેલી સંસદીય સમિતિનો અહેવાલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. સમિતિએ 285 સૂચનો આપ્યા છે. 622 પાનાનું આ બિલ 6 દાયકા જૂના આવકવેરા કાયદા 1961ને રિપ્લેસ કરશે. ચોમાસુ સત્રના છેલ્લા 10 દિવસમાં 8 દિવસ કોઈ કામ થયું નહીં 1 ઓગસ્ટ: સાંસદોને રોકવા માટે રાજ્યસભામાં કમાન્ડો બોલાવાયા, રિજિજુએ કહ્યું- વિપક્ષના કેટલાક સભ્યો આક્રમક બન્યા હતા સંસદના ચોમાસુ સત્રના 10મા દિવસે, વિપક્ષે મતદાર ચકાસણીના મુદ્દા પર હોબાળો મચાવ્યો. કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે રાજ્યસભામાં સભ્યોને રોકવા માટે કમાન્ડો બોલાવવામાં આવ્યા હતા. લોકશાહીના ઇતિહાસમાં આ એક કાળો દિવસ છે. કોંગ્રેસના આ આરોપ પર, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે મને મળેલી માહિતી મુજબ, હોબાળો કરતી વખતે કેટલાક સભ્યો આક્રમક બની ગયા હતા. તેમને ફક્ત રોકવામાં આવ્યા હતા. 31 જુલાઈ- પ્રિયંકાએ કહ્યું- મોદી મિત્રો બનાવે છે, બદલામાં આપણને શું મળ્યું: પીએમએ ટેરિફ મુદ્દે જવાબ આપવો જોઈએ; બિહાર વોટર વેરિફિકેશન મામલે ગૃહમાં હોબાળો સંસદના ચોમાસુ સત્રના 9મા દિવસે, વિપક્ષે બિહાર વોટર વેરિફિકેશન અને યુએસ ટેરિફના મુદ્દા પર હોબાળો મચાવ્યો. લોકસભા અને રાજ્યસભા 3-3 વખત સ્થગિત કરવામાં આવી હતી. ખરેખરમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ અંગે વિપક્ષે ગૃહ અને સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. 30 જુલાઈ- નડ્ડાએ કહ્યું- 2014 પહેલા બધે બોમ્બ વિસ્ફોટ થતા હતા, યુપીએ સરકાર પાકિસ્તાનને મીઠાઈ ખવડાવતી રહી સંસદમાં ચોમાસુ સત્રના 8મા દિવસે, સતત ત્રીજા દિવસે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ. ભાજપના સાંસદ જેપી નડ્ડાએ કહ્યું કે 2014 પહેલા દરેક જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થતા હતા, પરંતુ યુપીએ સરકાર પાકિસ્તાનીઓને મીઠાઈ ખવડાવતી રહી. 29 જુલાઈ - મોદીએ કહ્યું - દુનિયાના કોઈ નેતાએ યુદ્ધ અટકાવ્યું નથી, રાહુલે કહ્યું- હિંમત હોય, તો PM કહે કે ટ્રમ્પ ખોટા છે ચોમાસુ સત્રના 7મા દિવસે લોકસભા અને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પનું નામ લીધા વિના લોકસભામાં પોતાના એક કલાક અને 40 મિનિટના ભાષણમાં કહ્યું, 'ઓપરેશન સિંદૂર દરમિયાન, વિશ્વના કોઈપણ દેશે ભારતને પોતાની સુરક્ષામાં કાર્યવાહી કરતા અટકાવ્યું ન હતું.' આ પહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 36 મિનિટનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'જો વડાપ્રધાનમાં હિંમત હોય, તો તેમણે ગૃહમાં કહેવું જોઈએ કે ટ્ર

What's Your Reaction?






