આ કરો તો ફ્લાઈટ ટિકિટ અને લાઉન્જમાં જમવાનું ફ્રી:ટ્રાવેલમાં ક્રેડિટ કાર્ડના સ્માર્ટ ઉપયોગની જાદુઈ ટ્રિક; તમારા માટે કયું બેસ્ટ? કાર્ડના પ્રકાર અને રિવોર્ડ્સનું ગણિત
શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો એરપોર્ટ પર મોંઘી કોફી અને ભોજનનો ખર્ચ કર્યા વગર લક્ઝરી લાઉન્જમાં આરામથી બેઠા હોય છે? અથવા કોઈ મિત્રએ દુબઈ કે યુરોપની ફ્લાઇટ ટિકિટ લગભગ મફતમાં મેળવી લીધી હોય? આ કોઈ જાદુ નથી, પરંતુ સ્માર્ટ નાણાકીય આયોજનનું પરિણામ છે, જેનો મુખ્ય આધાર છે ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ (Travel credit card). યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો, આ પ્લાસ્ટિક કાર્ડ તમારા માટે મુસાફરીનો ખર્ચ ઘટાડનારું અને સુવિધાઓ વધારનારું શ્રેષ્ઠ સાથી બની શકે છે. કેવી રીતે કામ કરે છે રિવોર્ડ્સનું ગણિત? સામાન્ય ક્રેડિટ કાર્ડથી વિપરીત, ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ તમારા દરેક ખર્ચ, પછી તે પેટ્રોલ-ડીઝલ હોય, ઘરનું રાશન હોય કે ઓનલાઈન શોપિંગ, તેને રિવોર્ડ પોઈન્ટ્સ(Reward Points) કે એર માઈલ્સ (Air Miles)માં રૂપાંતરિત કરે છે. આ પોઈન્ટ્સ સમય જતાં એકઠા થાય છે, જેને તમે પાછળથી ફ્રી ફ્લાઇટ ટિકિટ, હોટલ બુકિંગ, કેબિન અપગ્રેડ અથવા અન્ય ટ્રાવેલ સંબંધિત સેવાઓ માટે રિડીમ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ વર્ષ દરમિયાન પોતાના નિયમિત ખર્ચ માટે કાર્ડનો ઉપયોગ કરીને 3 લાખ રૂપિયા વાપરે, તો તે દિલ્હીની રિટર્ન ફ્લાઇટ ટિકિટ જેટલા પોઈન્ટ્સ સરળતાથી મેળવી શકે છે. કાર્ડના પ્રકાર: તમારા માટે કયું શ્રેષ્ઠ? બજારમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ છે, અને યોગ્ય કાર્ડની પસંદગી તમારી મુસાફરીની આદતો પર નિર્ભર કરે છે. (ક્રેડિડ કાર્ડ માટે ચોક્કસ કંપનીનું નામ માત્ર ભાસ્કરના દર્શક કે વાંચકની સમજણ માટે જ દર્શાવવામાં આવ્યું છે. દિવ્ય ભાસ્કરને કોઈ કંપની સાથે વિષય સંબંધિત સંબંધ નથી જેની ખાસ નોંધ લેવા વિનંતી.) માત્ર બચત નહીં, સુવિધા અને સુરક્ષા પણ ટ્રાવેલ ક્રેડિટ કાર્ડના ફાયદા માત્ર રિવોર્ડ પોઈન્ટ્સ સુધી સીમિત નથી. તે મુસાફરીને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવે છે. સાવધાની જરૂરી: અમુક ભૂલો ફાયદા પર પાણી ફેરવી શકે છે ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સના મતે, ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ બેધારી તલવાર સાબિત થઈ શકે છે. તેના ફાયદાઓનો લાભ લેવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. નિષ્ણાતો સલાહ આપે છે કે કાર્ડ લેતા પહેલાં તમારી મુસાફરી અને ખર્ચની આદતોનું વિશ્લેષણ કરો. ઊંચી ફી વાળું કાર્ડ ત્યારે જ લો જ્યારે તમે તેના લાભોનો પૂરો ઉપયોગ કરી શકો. સમજદારીપૂર્વકનો ઉપયોગ તમારા ક્રેડિટ કાર્ડને એક શક્તિશાળી ટ્રાવેલ ટૂલમાં પરિવર્તિત કરી શકે છે. વધુ માહિતી માટે સૌથી ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયો જુઓ

What's Your Reaction?






