CRPFનું વાહન લપસીને 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું:3નાં મોત, 5 ગંભીર; 21 જવાન સવાર હતા; જમ્મુના ઉધમપુરમાં દુર્ઘટના થઈ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં ગુરુવારે સવારે 10:30 વાગ્યે CRPF જવાનોનું એક બંકર વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. આ દુર્ઘટનામાં 3 જવાનનાં મોત થયાં છે, જ્યારે 15 અન્ય ઘાયલ થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 5 જવાનની હાલત ગંભીર છે. CRPF અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'વાહન સૈનિકોના એક જૂથને લઈ જઈ રહ્યું હતું, જે ઢાળવાળા રસ્તા પરથી લપસી ગયું અને ખીણમાં જઈને પડ્યું. ઘટનાસ્થળેથી બે મૃતદેહ મળ્યા છે, જ્યારે ઘણા ઘાયલ સૈનિકોને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.' આ સમાચાર પણ વાંચો... જમ્મુ-કાશ્મીરના પૂંછમાં અકસ્માત: મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 2 લોકોનાં મોત; 45 ઘાયલ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના ઘાની મેંઢર વિસ્તારમાં મંગળવારે એક પેસેન્જર બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 2 લોકોનાં મોત થયાં હતાં. 45 લોકો ઘાયલ થયા. બધા ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ, ઘાયલોને GMC રાજૌરી રિફર કરવામાં આવ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો...

What's Your Reaction?






