AAP નેતાએ AMCનું શૌચાલય તોડી મકાન બનાવી દીધું:પૂર્વ કોર્પોરેટરના પુત્ર સાથે ઉગ્ર બોલાચાલી થતાં 24 કલાક પોલીસ પહેરો ગોઠવ્યો, મકાન તોડવા સ્થાનિકોની માગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં સ્વચ્છતાને લઈને હર ઘર શૌચાલયનો નારો આપ્યા છે, પરંતુ ભાજપના નેતાઓ દ્વારા શૌચાલય તોડવાના કિસ્સા બાદ પોતાને કટ્ટર ઇમાનદાર ગણાવતી આમ આદમી પાર્ટીના નેતાએ શૌચાલય તોડી મકાન ખડકી દીધું હોવાનો મામલો સામે આવ્યો છે. બે લાઇનમાં શૌચાલયના 12 બ્લોક હતા, જેમાંથી 4 જેટલા બ્લોક તોડી ઘર બનાવ્યું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે સાબરમતીની મહાકાળીની ચાલી પાસે આવેલા મ્યુનિસિપલ શૌચાલયને તોડીને AAPના સાબરમતી વોર્ડના મહામંત્રી બાબુ પરમારે મકાન બનાવી દીધું છે. 24 કલાક પોલીસ પહેરો ગોઠવ્યો AAP દ્વારા ગુજરાત જોડો માટેની જનસભાનું આયોજન કરવાને લઈને 15 દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના નેતા અને ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી, જોકે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેથી ભાજપ અને AAPના નેતાઓ વચ્ચે ઉગ્ર માહોલ બન્યો હોવાથી 24 કલાક માટે ત્યાં પોલીસ પોઇન્ટ મૂકવામાં આવ્યો છે. પોલીસની ગાડી, ત્યાં 24 કલાક બે પોલીસકર્મચારી સાથે ખડેપગે રહે છે. શૌચાલયના આગળના બ્લોક તોડી મકાન બનાવી દીધું: પૂર્વ કોર્પોરેટરના પુત્ર આ અંગે ભાજપનાં પૂર્વ કોર્પોરેટર ચંચળબેન પરમારના પુત્ર હસમુખભાઈ પરમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી માતા કોર્પોરેટર હતાં ત્યારે તેમણે આ શૌચાલયને રિનોવેશન કરવાની માગ કરી હતી અને વર્ષ 2021 આસપાસ આ શૌચાલયનું રિનોવેશન પણ કરવામાં આવ્યું હતું, જોકે આમ આદમી પાર્ટીમાં વોર્ડ મંત્રીનો હોદ્દો ધરાવનારા અને પોલીસ હોમગાર્ડ એવા બાબુભાઈએ શૌચાલયના આગળનો બ્લોક તોડી ત્યાં મકાન બનાવી દીધું છે. એકાદ વર્ષમાં આ મકાન બનાવવામાં આવ્યું છે. આ જગ્યા ઉપર બીજા પણ શૌચાલય તોડીને મકાન બનાવવામાં આવશે એવી જાણ થતાં અમે આ જગ્યાને બચાવવા માટે જાણ કરી હતી. 'બાબુભાઈ હોમગાર્ડ હોવાથી સ્થાનિકો ડરે છે' હસમુખ પરમાર આગળ કહે છે, બાબુભાઈ પોતે પોલીસ હોમગાર્ડ હોવાના પગલે સ્થાનિકો તેમનાથી ડરી રહ્યા છે. સરકારી સંપત્તિને નુકસાન કરી મકાન બનાવી દીધું છે, જેથી અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી છે ત્યાં 24 કલાકનો પોલીસ પોઇન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યો છે, અમને તો સરકાર આમ આદમી પાર્ટીની હોય અને તેમનું જ સાંભળતી હોય એવું લાગી રહ્યું છે. કોર્પોરેશનની ટીમ માપણી કરે, જે પ્રમાણે કહેશે એ પ્રમાણે કરવા તૈયાર: બાબુ પરમાર આ મામલે આમ આદમી પાર્ટીના સાબરમતી વોર્ડના મહામંત્રી એવા બાબુભાઈ પરમાર સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી તો તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી મારા પિતાએ આ મકાન બનાવેલું છે અને જૂનું થઈ ગયું હોવાથી એને મેં નવું બનાવ્યું છે. મારી પાસે વર્ષોથી આવતા ટેક્સ બિલ અને લાઈટ બિલ બંને છે. મેં કોઈપણ શૌચાલય તોડીને મકાન બનાવ્યું નથી. શૌચાલય અને મકાનની જગ્યાના જૂના અને નવા ફોટો પણ છે એવું પૂછતાં તેમણે જણાવ્યું હતું કે જો ફોટોમાં એવું દેખાતું હોય તો કોર્પોરેશનની ટીમ આવે અને માપણી કરે, જે પ્રમાણે કોર્પોરેશન કહેશે એ પ્રમાણે અમે કરવા તૈયાર છીએ. રૂ.15 લાખની બજારભાવની જમીન ઉપર મોટું મકાન બનાવી દીધું: સ્થાનિકો સ્થાનિકો દ્વારા AMCને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે કે 40 વર્ષથી મહાકાળીની ચાલી પાસે લોકોની સુવિધા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે લાઈનમાં 12 જેટલા બ્લોકનાં શૌચાલય બનાવ્યાં હતાં. આમ આદમી પાર્ટીના નેતા બાબુભાઈ પરમાર નામની વ્યક્તિએ પાણીની ટાંકીની સુવિધા સાથેના શૌચાલયને કોઈપણ મંજૂરી વિના તોડીને રૂ.15 લાખની બજારભાવની જમીન ઉપર મોટું મકાન બનાવી દીધું છે. 'હોમગાર્ડમાં છું, બધા જ પોલીસવાળા મને ઓળખે છે. તમને ફિટ કરવી દઈશ' સ્થાનિકોએ વિરોધ કરતાં "હું આમ આદમી પાર્ટીનો મોટો નેતા છું અને હોમગાર્ડમાં છું, બધા જ પોલીસવાળા મને ઓળખે છે. તમને ફિટ કરી દઈશ" એવી ધમકી પણ આપી હતી. બીજા શૌચાલય ઊભાં કરીને ત્યાં પણ મકાન ઊભું કરવાના પ્લાન બનાવતાં હવે ચાલીવાળા રહીશોએ પોતાના નામ અને મોબાઈલ નંબર સાથે અરજી કરીને જણાવ્યું છે કે શૌચાલય તોડીને મકાન બનાવ્યું છે. એ મકાન ગેરકાયદે હોવાથી શૌચાલય તોડીને વેચેલા સામાનના રૂપિયામાંથી મકાન બનાવ્યું હોય તો એ મકાન તોડીને પોલીસ ફરિયાદ કરવામાં આવે એવી મહાકાલી ચાલી, અન્નાનગર, રેલવે છાપરાંના તમામ રહીશોની માગણી છે.

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow