સલમાન-આમિરની હિરોઈન સામે FIR નોંધાઈ:એક્ટ્રેસ શ્વેતા મેનન પર અશ્લીલ ફિલ્મો અને જાહેરાતો કરી પૈસા કમાવવાનો આરોપ

કેરળની એર્નાલમ સેન્ટ્રલ પોલીસે એક્ટ્રેસે શ્વેતા મેનન વિરુદ્ધ FIR નોંધી છે. આ કાર્યવાહી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000ની કલમ 67A હેઠળ કરવામાં આવી છે. ધ હિન્દુના અહેવાલ મુજબ, FIRમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે શ્વેતાએ કેટલીક ફિલ્મોમાં અશ્લીલતા દર્શાવતા સીન કર્યા હતા. આ ફિલ્મોમાં 'પલેરી માણિક્યમ', 'રત્નિરવેંદમ', 'કલીમન્નુ' (જેમાં તેણે ડિલિવરીનો વાસ્તવિક વીડિયો બતાવવામાં આવ્યો હતો) અને એક કોન્ડોમ બ્રાન્ડની જાહેરાતનો સમાવેશ થાય છે. એવો આરોપ છે કે આ ફિલ્મો અને જાહેરાતોના કેટલાક ભાગો સોશિયલ મીડિયા અને એડલ્ટ વેબસાઇટ્સ પર દેખાયા છે. ફરિયાદમાં જણાવાયું છે કે- આવી સામગ્રીનો ઉપયોગ લોકપ્રિયતા મેળવવા અને પૈસા કમાવવા માટે કરવામાં આવતો હતો. એર્નાકુલમના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્દેશ પર આ FIR નોંધવામાં આવી છે. માર્ટિન મેનાચેરી નામના વ્યક્તિ દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે FIRમાં અનૈતિક ટ્રાફિક (નિવારણ) કાયદાની કલમ 3 અને 5 પણ ઉમેરી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવશે. IT એક્ટની કલમ 67A ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાતીય રીતે સ્પષ્ટ કૃત્યો ધરાવતી સામગ્રીના પ્રકાશન અથવા પ્રસારણ સાથે સંબંધિત છે. શ્વેતા ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળી છે. તે 1997 માં આવેલી ફિલ્મ 'ઇશ્ક' ના ગીત 'હમકો તુમસે પ્યાર હૈ' માં ડાન્સર હતી. આ ફિલ્મમાં અજય દેવગન, કાજોલ, આમિર ખાન અને જુહી ચાવલા મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી શ્વેતા સલમાન ખાનની ફિલ્મ 'બંધન' માં પણ જોવા મળી હતી. શ્વેતાના અંગત જીવનની વાત કરીએ તો, તેના પહેલાં લગ્ન બોબી ભોંસલે સાથે થયા હતા, જે પછીથી તૂટી ગયા. પછી 2011માં, તેણે શ્રીવલ્સન મેનન સાથે બીજા લગ્ન કર્યા. તેમને એક પુત્રી છે.

Aug 8, 2025 - 07:06
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow