મોદીએ પુતિન સાથે ફોન પર વાત કરી:કહ્યું- ભારતમાં તમારું સ્વાગત કરવા આતુર; ડોભાલ ગઈ કાલે રશિયન રાષ્ટ્રપતિને મળ્યા હતા

શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી. ટ્રમ્પ ટેરિફ વિવાદ વચ્ચે, પીએમ મોદી અને પુતિને ભારત-રશિયા સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પીએમ મોદીએ X પર લખ્યું- રાષ્ટ્રપતિ પુતિન સાથે મારી ખૂબ જ સારી અને વિગતવાર વાતચીત થઈ. યુક્રેનની પરિસ્થિતિ અંગે માહિતી શેર કરવા બદલ મેં તેમનો આભાર માન્યો. અમે અમારા પરસ્પર સહયોગને વધારવા અને ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. હું આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતની રાહ જોઈ રહ્યો છું. એક દિવસ પહેલા, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ગુરુવારે ક્રેમલિન ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સુરક્ષા, આર્થિક અને ઉર્જા સહયોગ પર દ્વિપક્ષીય વાટાઘાટો માટે મોસ્કોની મુલાકાત દરમિયાન મળ્યા હતા. રશિયન રાજ્ય મીડિયા સ્પુટનિકે એક વીડિયો બહાર પાડ્યો, જેમાં ડોભાલે ભારત-રશિયા સંબંધોને "ખૂબ જ ખાસ" ગણાવ્યા અને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, "આપણા સંબંધો ખૂબ જ ખાસ અને જૂના છે. અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને ખૂબ મહત્ત્વ આપીએ છીએ" પુતિન આ વર્ષે ભારત આવી શકે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષના છેલ્લા અઠવાડિયામાં ભારતની મુલાકાતે આવી શકે છે. રશિયન સમાચાર એજન્સી TASS અનુસાર, આ માહિતી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આપી છે. ડોભાલે રશિયન સંરક્ષણમંત્રી સેરગેઈ શોઇગુ સાથેની મુલાકાતમાં કહ્યું, "હવે આપણી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે, જેની અમે પ્રશંસા કરીએ છીએ. આપણા દેશો વચ્ચે મજબૂત ભાગીદારી છે અને અમે ઉચ્ચ સ્તરે વાત કરીએ છીએ." ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ બુધવારે રશિયા પહોંચ્યા. તેઓ રાષ્ટ્રપતિ પુતિનને મળી શકે છે. ઓપરેશન સિંદૂર પછી ડોભાલની આ પહેલી મોસ્કો મુલાકાત છે. રશિયા સાથેના ભારતના સંબંધો અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે આ મુલાકાત મહત્ત્વપૂર્ણ બની રહી છે. પુતિન છેલ્લે 2021માં ભારત આવ્યા હતા રાષ્ટ્રપતિ પુતિન 06 ડિસેમ્બર 2021ના રોજ ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યાર બાદ તેઓ માત્ર 4 કલાક માટે ભારત આવ્યા હતા. આ સમય દરમિયાન ભારત અને રશિયા વચ્ચે 28 કરારો પર હસ્તાક્ષર થયા હતા, જેમાં લશ્કરી અને તકનીકી કરારોનો સમાવેશ થતો હતો. બંને દેશોએ 2025 સુધીમાં 30 અબજ ડોલર (2 લાખ 53 હજાર કરોડ રૂપિયા) વાર્ષિક વેપારનું લક્ષ્ય રાખ્યું હતું. ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પુતિનની આ પહેલી ભારત મુલાકાત હશે. આ મુલાકાત બંને દેશ વચ્ચે 2030 માટે એક નવા આર્થિક રોડમેપને આગળ ધપાવવાની અપેક્ષા છે. ભારત અને રશિયા તેમના દ્વિપક્ષીય વેપારને વાર્ષિક 100 અબજ ડોલરથી વધુ કરવા સંમત થયા છે. હાલમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 60 અબજ ડોલરની આસપાસ છે. મોદી 2024માં બેવાર રશિયા ગયા હતા પીએમ મોદી વર્ષ 2024માં બેવાર રશિયા ગયા હતા. તેઓ 22 ઓક્ટોબરે બ્રિક્સ સમિટ માટે રશિયા ગયા હતા. જુલાઈની શરૂઆતમાં પણ મોદી બે દિવસ માટે રશિયા ગયા હતા. ત્યાર બાદ તેમણે પુતિનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ધરપકડ વોરંટ જારી થયા બાદ પુતિન અન્ય દેશોની મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે માર્ચ 2023માં ICCએ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું. કોર્ટે યુક્રેનમાં બાળકોના અપહરણ અને દેશનિકાલના આરોપોના આધારે પુતિનને યુદ્ધ ગુનાઓ માટે જવાબદાર ઠેરવ્યા. આ પહેલીવાર હતું, જ્યારે ICCએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્ય દેશના ટોચના નેતા સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ UNSCના કાયમી સભ્યો છે. ત્યારથી પુતિન અન્ય દેશોની મુલાકાત લેવાનું ટાળી રહ્યા છે. તેઓ ગયા વર્ષે G20 સમિટમાં હાજરી આપવા માટે ભારત આવ્યા ન હતા. તેમણે આ વર્ષે બ્રાઝિલમાં યોજાઈ રહેલા G20 સમિટમાં પણ ભાગ લીધો નથી. તેમના સ્થાને, વિદેશમંત્રી સેરગેઈ લવરોવે બંને કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ભારત રશિયન તેલનો બીજો સૌથી મોટો ખરીદદાર છે ચીન પછી ભારત રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે. યુક્રેન યુદ્ધ પહેલાં ભારત રશિયા પાસેથી ફક્ત 0.2% (68 હજાર બેરલ પ્રતિ દિવસ) તેલ આયાત કરતું હતું. મે 2023 સુધીમાં એ વધીને 45% (20 લાખ બેરલ પ્રતિ દિવસ) થઈ ગયું, જ્યારે 2025માં જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ભારત રશિયા પાસેથી દરરોજ 17.8 લાખ બેરલ તેલ ખરીદી રહ્યું છે. છેલ્લાં બે વર્ષથી ભારત દર વર્ષે 130 અબજ ડોલર (11.33 લાખ કરોડ રૂપિયા)થી વધુ મૂલ્યનું રશિયન તેલ ખરીદી રહ્યું છે.

Aug 9, 2025 - 07:30
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Suraj Singh Welcome to My Profile