'મેકઅપના બહાને થપ્પડ મારવાની મજા આવી!':અર્જુને કર્યો બહેન સારા તેંડુલકરનો મેકઅપ; પોતાનો ચહેરો જોઈ ખડખડાટ હસી પડી સચિનની લાડકી
ક્રિકેટના ભગવાન કહેવાતા ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી સચિન તેંડુલકરની લાડકી પુત્રી સારા તેંડુલકરે રક્ષાબંધન નિમિત્તે તેના ભાઈ અર્જુન સાથે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અર્જુન સારા તેંડુલકરનો મેકઅપ કરતો જોવા મળ્યો રક્ષાબંધન નિમિત્તે સારા તેંડુલકરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેનો ભાઈ અર્જુન તેંડુલકર તેનો મેકઅપ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોયા પછી, સ્પષ્ટપણે કહી શકાય કે અર્જુન પહેલીવાર તેની બહેનનો મેકઅપ કરી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં, સારા તેંડુલકર તેના નાના ભાઈના ગાલ ખેંચતી જોવા મળે છે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ વીડિયોના કવર પર પોતાનો અને અર્જુનનો બાળપણનો ફોટો મૂક્યો છે. વીડિયોમાં આપો જોઈ શકશો કે, સારાએ અર્જુનને કહ્યું, ચાલ... આજે તું મને તૈયાર કર. અર્જુન એક સારા ભાઈ તરીકે તેને મેકઅપ કરવા માટે સંમત થયો. તેણે તેની બહેનનો મેકઅપ કરવા લાગ્યો. સારા તેંડુલકર તેના નાના ભાઈને મેકઅપ કરતો જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. તે જાણતી હતી કે અર્જુન મેકઅપ યોગ્ય રીતે કરી રહ્યો નથી, પરંતુ અહીં વાત મેકઅપની નહીં પણ પ્રેમની હતી. ભાઈ-બહેનનો આ ક્યૂટ વીડિયો જોઈને ચાહકો પણ ખૂબ ખુશ છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. મેકઅપ પૂર્ણ થયા પછી સારાએ કહ્યું કે મને લાગ્યું હતું કે તું ખરાબ મેકઅપ કરશે. અર્જુને સારા તેંડુલકરના ચહેરા પર મેકઅપ પ્રોડક્ટ્સ લગાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો તેણે હાથથી મેકઅપ કરવાનું શરૂ કર્યું, પરંતુ જ્યારે સારાએ તેને આ માટે ઠપકો આપ્યો, ત્યારે તેણે મેકઅપ બ્રશથી મેકઅપ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન, તે સારાના ચહેરા પર ખૂબ જ ઝડપથી મેકઅપ કરી રહ્યો હતો, જેના પર સારાએ કહ્યું, તને મને થપ્પડ મારવાની મજા આવી રહી છે. સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે સારા અને અર્જુન વચ્ચેની મજાકથી ભરેલો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેની પોસ્ટ્સ ઘણીવાર ચર્ચાનો વિષય બની જાય છે. ફેશન હોય, મુસાફરી હોય કે પરિવાર સાથે વિતાવેલી ક્ષણો હોય, સારાની દરેક પોસ્ટ ચાહકોનું ધ્યાન ખેંચે છે. અર્જુન તેની ક્રિકેટ કારકિર્દીને આગળ વધારવામાં વ્યસ્ત છે, ત્યારે સારા ઘણી મોટી જવાબદારીઓ પણ સંભાળી રહી છે. તાજેતરમાં, તેને ઓસ્ટ્રેલિયામાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું કામ મળ્યું છે.

What's Your Reaction?






