9 વર્ષના બાળકના દિલધડક રેસ્ક્યૂનો લાઇવ વીડિયો:100 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા બાળકને ગ્રામજનોએ બચાવ્યું, મજબૂત દોરડા નાખી સૂઝબૂઝથી ઉપર લાવ્યા

રાપર તાલુકાના ઉમૈયા ગામે 'રામ રાખે તેને કોણ ચાખે' કહેવતને સાર્થકનો કિસ્સો સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં રમતા 9 વર્ષીય બાળક અચાનક 100 ફૂટ ઊંડા બંધ બોરવેલમાં પડી ગયો હતો, પરંતુ ગ્રામજનોની ત્વરિત અને સૂઝબૂઝભરી કાર્યવાહીથી તેનો આબાદ બચાવ થયો હતો. મિત્રો સાથે રમતાં રમતાં બાળક બોરવેલમાં પડ્યો ઘટના મુજબ, બાળક તેના મિત્રો સાથે વાડી વિસ્તારમાં રમી રહ્યો હતો. રમતા રમતા તેઓ બોરવેલ પાસે પહોંચ્યા, જે પથ્થરથી ઢાંકેલો હતો. પથ્થર ખસેડીને અંદર જોવાની ઉત્સુકતામાં અચાનક રાકેશ બોરવેલમાં ગબડી પડ્યો. તેના સાથી મિત્રો ગભરાઈને તરત જ ઘરે દોડી ગયા અને વડીલોને જાણ કરી. આ સમાચાર મળતા જ ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવાર અને સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો. ગ્રામજનોની સૂઝબૂઝથી જીવ બચ્યો આ ઘટનાની જાણ થતાં ગ્રામીણોએ ગભરાયા વગર સંયમ અને સમજદારી દાખવી. તેઓએ તાત્કાલિક બોરવેલ પાસે પહોંચી બાળક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. રાકેશના રડવાનો અવાજ સાંભળીને તેના જીવિત હોવાની ખાતરી થઈ, જેથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનોએ ધીમેથી એક મજબૂત રસ્સો બોરવેલમાં નાખ્યો અને બાળકને શાંતિથી સમજાવ્યો કે તે રસ્સાને પકડી લે. બાળકે રસ્સો પકડી લીધા બાદ ગ્રામજનોએ ધીમે ધીમે તેને સલામત રીતે બહાર કાઢ્યો. આ ચમત્કારિક બચાવમાં બાળકને ફ્રેક્ચર જેવી સામાન્ય ઈજાઓ સિવાય કોઈ ગંભીર નુકસાન થયું નથી.

Aug 11, 2025 - 10:03
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Suraj Singh Welcome to My Profile