મંડે પોઝિટીવ:શિક્ષણ અને આરોગ્ય મંત્રાલયે માનસિક આરોગ્ય મિશન શરૂ કરી શિક્ષકોને ઈમોશનલ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે તાલીમ આપવી જોઈએ
રાજ્ય અને દેશભરમાં શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓમાં વધતા આપઘાતના બનાવોને અટકાવવા તેના સચોટ કારણ જાણવા સાથે ઉપાય અને ભવિષ્યની આડેસર અંગે મનોચિકિત્સકને સાથે રાખી કેમ્પસના 1000 થી વધુ વિદ્યાર્થીઓનો સરવે કરીને પાટણના સંશોધક પ્રો. જય ધ્રુવ સી.ડી.ઓ , એન. જી.ઇ.એસ એજ્યુકેશન કેમ્પસ દ્વારા આજના સમયમાં ઉપયોગી સરવેનું તારણ કાઢ્યું છે. ગુજરાત સહિત દેશની દરેક શાળા -કોલેજમાં એક અદૃશ્ય અને શાંત મહામારી ફેલાઈ રહી છે.આ મહામારી જે સ્કૂલ યુનિફોર્મમાં કે રિપોર્ટ કાર્ડમાં દેખાતી નથી. આ મહામારીને અવાજ કે સંઘર્ષ નથી, માત્ર એક અવ્યક્ત આક્રંદ એ છે વિદ્યાર્થીઓની માનસિક આરોગ્યનો ઉંડો સંકટ. દેશમાં શૈક્ષણિક વિકાસ, ડિજિટલ લર્નિંગ અને નીતિ સુધારાઓ થયા છતાં, એક સત્યને આપણે અવગણી રહ્યા છીએ. આજનો વિદ્યાર્થી અંદરથી તૂટી રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો મુજબ સમગ્ર દેશમાં શાળા કોલેજોમાં છાત્રોના આપઘાતના કેશો માત્ર એક જ દસકામાં 64 ટકા નો વધારો થયો છે. આંકડા ની દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ વર્ષ 2013 થી 2022 માં 1,03,961 છાત્રોએ સુસાઇડ કર્યા છે. ગુજરાતની વાત કરીએ તો 2021 માં 8789 અને 2022 માં 9002 એટલે કે 12.7 ટકાનો વધારો થયો છે.માત્ર 2022 માં 13,000થી વધુ કોલેજોના ટોપર્સથી લઈને ગ્રામીણ વિદ્યાર્થીઓ સુધી એકલતા વચ્ચે સંઘર્ષ કરી જિંદગીની પરિક્ષામાં નાપાસ થતા પૂર્ણ વિરામ મૂકી આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો છે.જેમાં મહિલા કરતા પુરુષનો રેશિયો વધુ છે. ભારતીય સાઇકિયાટ્રિક સોસાયટીના સર્વે મુજબ, માર્ચ 2020 બાદ વિદ્યાર્થીઓમાં માનસિક બીમારીઓના કેસમાં 20%નો વધારો નોંધાયો છે. કોવિડ-19 મહામારી દરમિયાન, લાંબા સમય સુધી લોકડાઉન, સાથીઓથી દુરાવ, જૂથ પ્રવૃત્તિઓનું અભાવ અને સામાજિક જીવનમાં વિક્ષેપ. આ બધા પરિબળો મુખ્ય ટ્રિગર બન્યા. NAMI ( નેશનલ એલિયન્સ ઓન મેન્ટલ લેનીસ) ના સર્વે અનુસાર દર ચાર કોલેજે એક વિધાર્થી હાલમાં માનસિક તણાવ અનુભવતો હોય છે.50% વિદ્યાર્થીઓ પ્રદર્શન-ચિંતા (Performance Anxiety)થી પીડાતા હોય છે.40% વિદ્યાર્થીઓ મદદ લેતા નથી કારણ કે તેઓ સમસ્યાને ઓળખતા નથી અથવા વાત કરવાનું શરમજનક માને છે. માનસિક તણાવની ભવિષ્યમાં આડ અસર : ઉપાય શું ટકાવારીના આધારે થતું વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન આત્મવિશ્વાસ ઘટાડે છે

What's Your Reaction?






