મોડેલિંગ માટે ભારત આવેલી 'મિસ શ્રીલંકા' બોલિવૂડ સ્ટાર બની:14 વર્ષની ઉંમરે જેકલીને ટીવી શો હોસ્ટ કર્યો; બહેરીનના પ્રિન્સથી લઈ ઠગ સુકેશ સાથે નામ જોડાયું
વર્ષ 2009ની વાત છે, જ્યારે એક રાત્રે એક યુવતીએ પહેલીવાર માયાનગરી મુંબઈની ધરતી પર પહેલી વખત પગ મૂક્યો હતો. શહેરથી બિલકુલ અજાણી યુવતીના હાથમાં હતું તો માત્ર એક કાગળ, જેના પર એક સરનામું અને ફોન નંબર લખેલો હતો. જેવી તે એરપોર્ટની બહાર નીકળી, ઘણા રિક્ષાચાલકો તેની તરફ દોડી આવ્યા. ગભરામણમાં તે માત્ર એટલું કહી શકી કે, 'મને મરીન ડ્રાઇવ સુધી છોડી દો.' શ્રીલંકાથી ભારત આવેલી આ યુવતી ખરેખર તો મોડલ બનવાનું સપનું લઈને આવી હતી, પરંતુ નિયતિએ તેને 'અલાદીન'ની જાસ્મિન બનાવી દીધી. આજે એ જ યુવતી 'મિસ શ્રીલંકન' જેકલીન ફર્નાન્ડીઝ તરીકે આખી દુનિયામાં જાણીતી છે. જેકલીને પોતાના આકર્ષક સ્મિત અને શાનદાર અભિનયથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. જોકે, તેની બોલિવૂડની સફર સરળ નહોતી. કરિયરની શરૂઆતમાં તેની ફિલ્મો ફ્લોપ ગઈ અને તેને એક વર્ષ સુધી કોઈ કામ ન મળ્યું. પરંતુ 2011માં રિલીઝ થયેલી ફિલ્મ 'મર્ડર 2'એ તેને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ અપાવી. ફિલ્મોની સાથે જ જેકલીન પોતાની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહે છે. ક્યારેક તેનું નામ એક્ટર સલમાન ખાન, ડિરેક્ટર સાજિદ ખાન સાથે જોડવામાં આવે છે, તો ક્યારેક ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા વિવાદોએ તેને લાઇમલાઇટમાં લાવી હતી. તેણે 14 વર્ષની ઉંમરમાં ટીવી શો હોસ્ટ કર્યો, રિપોર્ટિંગ પણ કરતી હતી જેકલીન ફર્નાન્ડીઝે તેનું સ્કૂલિંગ બહેરીનમાં પૂર્ણ કર્યું હતું. આ પછી તેણે ઓસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનનો કોર્સ પૂરો કર્યો. જેકલીન માત્ર 14 વર્ષની હતી, ત્યારે તેણે બહેરીનનો ટીવી શો હોસ્ટ કર્યો હતો. પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, તેણે ટીવી રિપોર્ટર તરીકે પ્રોફેશનલ રીતે પણ કામ કર્યું. 'મિસ શ્રીલંકા યુનિવર્સ'નો ખિતાબ જીત્યો જેકલીન ભલે ટીવી રિપોર્ટર તરીકે કામ કરતી હોય, પરંતુ તેનું હંમેશા એક ટોપ એક્ટ્રેસ બનવાનું સપનું હતું. આ સપનું પૂરું કરવા તેણે શ્રીલંકામાં રિપોર્ટિંગની સાથે મોડલિંગ પણ શરૂ કર્યું. મોડલિંગ દરમિયાન તેણે ઘણી બ્યુટી કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. 2006માં જેકલીને 'મિસ શ્રીલંકા યુનિવર્સ'નો ખિતાબ જીત્યો અને તે જ વર્ષે 'મિસ યુનિવર્સ' સ્પર્ધામાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું. આ પછી, તેનું નસીબ બદલાઈ ગયું. તેને ઘણા આંતરરાષ્ટ્રીય મોડેલિંગ પ્રોજેક્ટ્સની ઓફર મળવા લાગી. ભારત આવી ત્યારે માતા-પિતાને આશ્ચર્ય થયું, હિન્દીમાં માત્ર 'નમસ્તે' બોલતા આવડતું હતું જેકલીન મોડલિંગની દુનિયામાં સતત સારું કામ કરી રહી હતી. એક મોડલિંગ ઈવેન્ટ દરમિયાન તે એક એજન્સીને મળી, જેણે તેને પૂછ્યું કે, તું ભારત આવીને મોડલિંગનું કામ કેમ નથી કરતી? જેના પર જેકલીને જવાબ આપ્યો કે, 'હા, હું પ્રયત્ન કરીશ.' જ્યારે જેક્લિને તેના માતા-પિતાને ભારત જવાની વાત કહી, તો તેઓ ચોંકી ગયા. તેમણે કહ્યું, 'ભારત ઘણો મોટો દેશ છે અને તું ત્યાં કોઈને ઓળખતી પણ નથી. તું શું કરીશ? જેના જવાબમાં જેક્લિને કહ્યું, 'બધું સ્પષ્ટ છે. મને એક એજન્સી મળી છે, મારે તેમની સાથે જ જવાનું છે.' જેકલીને કહ્યું, 'મને યાદ છે કે, હું મોડી રાત્રે મુંબઈ પહોંચી હતી. મને કંઈ ખબર નહોતી. મારી પાસે માત્ર એક કાગળના ટુકડા પર એક ફોન નંબર અને સરનામું લખેલું હતું. હું એરપોર્ટની બહાર નીકળા કે તરત ત્યાં ઘણા ઓટો રીક્ષા ચાલકો ઉભા હતા. બધા મારી તરફ આવવા લાગ્યા. પછી મેં તેમાંથી એકને મને મરીન ડ્રાઇવ પર મૂકવા કહ્યું. તે સમયે સૌથી મોટો પડકાર એ હતો કે, મને હિન્દી બિલકુલ આવડતું ન હતું. હું માત્ર 'નમસ્તે' બોલી શકતી હતી.' મોડલિંગ માટે ભારત આવી ને અલાદ્દીનની જાસ્મીન બની ગઈ જેકલીન માત્ર એક મોડલિંગ શોનો ભાગ બનવા માટે ભારત આવી હતી. પરંતુ આ દરમિયાન તેની મુલાકાત ડિરેક્ટર સુજોય ઘોષ સાથે થઈ. બાદમાં તેણે ઘોષની ફિલ્મ 'અલાદીન' માટે ઓડિશન આપ્યું અને પસંદગી પામી. 2009માં રીલિઝ થયેલી આ ફિલ્મથી જેકલીને બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મમાં તેની સામે રિતેશ દેશમુખ હતો, જ્યારે અમિતાભ બચ્ચન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ફ્લોપ ગઈ. પરંતુ તેણે IIFA એવોર્ડ મળ્યો હતો. 'મર્ડર 2' એ સાચી ઓળખ આપી, બોલ્ડ સીન કરતા ડરી લાગ્યો વર્ષ 2008માં જેકલીને ફિલ્મ 'જાને કહાં સે આયી હૈ'માં કામ કર્યું હતું, પરંતુ આ ફિલ્મ કાંઈ ખાસ ઉકાળી શકી નહીં અને ફ્લોપ થઈ ગઈ. આ પછી લગભગ એક વર્ષ સુધી તેને કોઈ કામ ન મળ્યું. ત્યારે એક દિવસ અચાનક તેને મુકેશ ભટ્ટનો ફોન આવ્યો. તેણે કહ્યું, 'અમે તને 'મર્ડર 2' માટે કાસ્ટ કરવા માંગીએ છીએ.' જેકલીનના કહેવા પ્રમાણે, ''મર્ડર 2'નું નામ સાંભળતા જ મારા મનમાં પહેલો પ્રશ્ન એ આવ્યો કે, 'મર્ડર' ખૂબ જ બોલ્ડ ફિલ્મ છે અને મેં હાલમાં જ 'અલાદીન' જેવી ફેમિલી ફિલ્મ કરી છે.' જેક્લિને કહ્યું, 'મેં સ્પષ્ટ ના પાડી દીધી. મેં કહ્યું કે હું કમ્ફર્ટેબલ નથી, હું આ ફિલ્મ કરી નહીં કરી શકું. જોકે, હું મુકેશ ભટ્ટ સાથે સંપર્કમાં રહી. તેમણે મને વિશ્વાસ અપાવ્યો કે હું આ રોલ સારી રીતે કરી શકે છે. ગોવા પહોંચ્યા પછી, મેં ફિલ્મને ફરી એક વાર ના પાડી, પણ પછી આખરે સંમતિ આપી.' 'મર્ડર 2' માત્ર હિટ જ ન હતી પરંતુ જેકલીનની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ પણ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી સાથે જેકલીનના બોલ્ડ લુકએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને બોલિવૂડમાં તેને એક અલગ ઓળખ અપાવી હતી. આ પછી જેકલીને ક્યારેય પાછું વળીને જોયું નથી. આ પછી, તે 'હાઉસફુલ 2', 'રેસ 2', 'કિક' અને 'જુડવા 2' જેવી ફિલ્મોમાં જોવા મળી. લોકો બોલીની મજાક ઉડાવતા, આઉટસાઇડર હોવાનું અનુભવ્યું જેકલીનને તેના શ્રીલંકન ઉચ્ચારને કારણે શરૂઆતમાં હિન્દી બોલવામાં ઘણી મુશ્કેલી પડી હતી. ઘણી વખત તેની ફિલ્મો ડબ કરવી પડી હતી. જ્યારે પણ કોઈ ફિલ્મ વિશે વાત કરવામાં આવતી, ત્યારે સૌથી પહેલી સમસ્યા ભાષાની હતી. જેકલીને કહ્યું હતું કે, એક્ટિંગ કરિયરની શરૂઆતમાં તેણે કોઈ પણ ફિલ્મ કરતા પહેલા વર્કશોપ કર્યા નહોતા, જેના કારણે તેને સેટ પર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેની બોલીની ઘણીવાર મજાક ઉડાવવામાં આવતી હતી, જેના કારણે તે બોલિવૂડમાં બહારની વ્યક્તિ જેવું અનુભવવા લાગી હતી. જો કે, પછી તેણે ફિલ્મ સેટ પર જતા પહેલા વર

What's Your Reaction?






