રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ:એક વર્ષમાં ધબકતો થશે સાબરમતી આશ્રમ, 22 ઈમારતો વિશ્વને ગાંધીનો સંદેશ આપશે
આ અમદાવાદમાં સ્થિત ગાંધી બાપુનો સાબરમતી આશ્રમ છે, જે એક વર્ષમાં સંપૂર્ણપણે નવા આકારમાં તૈયાર થઈ જશે. આશ્રમનું અડધું વિકાસકાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ આશ્રમ 1200 કરોડ રૂપિયાના ખર્ચે 55 એકરમાં તૈયાર કરાશે. આશ્રમનું હૃદય સ્થળ હૃદય કુંજ (આશ્રમમાં બાપુનું નિવાસસ્થાન) અને પ્રાર્થના સ્થળ 2 એકરમાં બનાવવામાં આવ્યું છે.ગાંધી આશ્રમનું મૂળ સ્થાપત્ય બાંધકામ, જેમાં બાપુ સાથે રહેતા લોકોના પરિવારોના નિવાસસ્થાનનો સમાવેશ થાય છે, તેને અકબંધ રખાયું છે. મહાત્મા ગાંધી અને તેમના અનુયાયીઓના જીવનની ઝલક દર્શાવતું પ્રદર્શન પણ અહીં યોજાશે. સત્ય, અહિંસા, આત્માનુશાસન અને સેવા જેવા ગાંધીજીના મૂલ્યોને દર્શાવવામાં આવશે. સાબરમતી આશ્રમ રિડેવલેપમેન્ટ પ્રોજેક્ટ લગભગ દોઢ વર્ષ પહેલા શરૂ કરાયો હતો. આ માસ્ટર પ્લાનમાં લગભગ 22 મોટી ઇમારતો છે. તેમાંથી ઘણી ઇમારતો તૈયાર થઈ ગઈ છે.આશ્રમની મુલાકાતે આવનારા પર્યટકો માટે ભાષા અનુવાદ કેન્દ્ર, કાફેટેરિયા, કાગળ અને ચામડાના ઉત્પાદનો બનાવવાની કળા શીખવવા માટે કાર્યશાળાઓ હશે. ગાંધીજીના નજીકના હાદેવ દેસાઈ, મગનલાલ ગાંધી, ઇમામ સાહેબ, કાકાસાહેબ, જમનાલાલ બજાજ, રવિન્દ્રનાથ ટાગોર સહિત ભારતીય સભ્યતા, સંસ્કૃતિ અને સ્વતંત્રતા ચળવળને સમૃદ્ધ અને મજબૂત બનાવનારા ઘણા નામી-અનામી યોદ્ધાઓનો ટેબ્લો પણ નવા સાબરમતી આશ્રમના પ્રાંગણમાં રજૂ કરાશે બાપુને પ્રભાવિત કરનારા મહાન પુરુષો ગાંધીજીને પ્રભાવિત કરનારા લિઓ ટોલ્સટોય, જોન રસ્કિન, હેનરી ડેવિડ થોરો, લોકમાન્ય તિલક, ગોખલે, રાજશ્રી મુનિ જેવા મહાન પુરુષોના ટેબ્લો પણ હશે.

What's Your Reaction?






