ઈન્ડિયા-A ત્રીજી મહિલા T20 પણ હારી ગયું:ઓસ્ટ્રેલિયા-Aએ રોમાંચક થયેલી મેચ 4 રનથી જીતી, સિરીઝ 3-0 થી જીતી

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર રહેલી ઈન્ડિયા-A મહિલા ટીમને સતત ત્રીજી T20માં હારનો સામનો કરવો પડ્યો હતો. ઘરઆંગણે છેલ્લી મેચ 4 રનના નજીકના માર્જિનથી જીતીને શ્રેણી 3-0થી જીતી હતી. સિયાના જિંજરે 4 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા-A ટીમે શાનદાર શરૂઆત કરી રવિવારે ઓસ્ટ્રેલિયા-A એ મેકે ખાતે બેટિંગ કરવાનો નિર્ણય લીધો. એલિસા હીલીએ 27 અને તાહલિયા વિલ્સને 14 રન બનાવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. જોકે, બંને છઠ્ઠી અને સાતમી ઓવરમાં પેવેલિયન પરત ફર્યાં. કર્ટની વેબ આઠમી ઓવરમાં માત્ર 1 રન બનાવીને કેચ આઉટ થઈ. ત્યારબાદ મેડલિન પેન્નાએ અનિકા લેરોયડ સાથે ઇનિંગની કમાન સંભાળી. લેરોયડ 22 રન બનાવીને અને કેપ્ટન નિકોલ ફાલ્ટમ 11 રન બનાવીને આઉટ થઈ ગઈ. તેમના પછી ટેસ ફ્લિન્ટોફ પણ ફક્ત 11 રન બનાવી શકી. પેન્નાએ 39 રનની ઇનિંગ રમી. અંતે, સિયાના જિંજરે 17 રન બનાવીને ટીમને 144 રન સુધી પહોંચાડી. ઈન્ડિયા-A તરફથી રાધા યાદવ અને પ્રેમા રાવતે 3-3 વિકેટ લીધી. સજીવન સજનાએ 1 વિકેટ લીધી. 1 બેટર રન આઉટ થઈ. ઈન્ડિયા-A માટે ખરાબ શરૂઆત 145 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઈન્ડિયા-Aની શરૂઆત ખરાબ રહી. વૃંદા દિનેશ 4 રન બનાવીને આઉટ થઈ ગઈ અને વિકેટકીપર ઉમા છેત્રી 3 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ શેફાલી વર્માએ રાઘવી બિષ્ટ સાથે મળીને ઇનિંગની કમાન સંભાળી. બંનેએ ટીમને 50 રનના આંકડાને પાર પહોંચાડી. શેફાલી 41 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ રાઘવી બિષ્ટે 25 રન બનાવીને ટીમને 100 રનનો આંકડો પાર કરાવ્યો. મિન્નુ મણિએ 30 રનની ઇનિંગ રમી. જ્યારે તે આઉટ થઈ ત્યારે ટીમે 116 રન બનાવ્યા હતા અને 6 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી રાધા યાદવે 9, તનુજા કંવરે 1, સજીવન સજનાએ 3, પ્રેમા રાવતે 12 અને શબનમ શકીલે 1 રન બનાવીને ટીમને જીત અપાવી. ઈન્ડિયા-A ને 20મી ઓવરમાં 15 રનની જરૂર હતી, ટીમ ટેસ ફ્લિન્ટોફ સામે ફક્ત 10 રન બનાવી શકી અને 4 રનથી મેચ હારી ગઈ. ઓસ્ટ્રેલિયા-A તરફથી સિયાના જિંજરે 4 વિકેટ લીધી. લ્યુસી હેમિલ્ટન અને એમી એડગરે 1-1 વિકેટ લીધી. 2 બેટર રનઆઉટ થઈ. પહેલી વન-ડે 13 ઓગસ્ટે ઓસ્ટ્રેલિયા-A ટીમે T20 શ્રેણી 3-0 થી જીતી લીધી. ટીમે પહેલી મેચ 13 રનથી અને બીજી મેચ 114 રનથી જીતી. 13 ઓગસ્ટથી બંને ટીમો વચ્ચે ODI શ્રેણી પણ રમાશે. ત્રણેય મેચ 13, 15 અને 17 તારીખે બ્રિસ્બેનમાં રમાશે. 21 ઓગસ્ટથી બંને વચ્ચે એક જ અન-ઑફિશિયલ ટેસ્ટ પણ રમાશે.

Aug 11, 2025 - 00:18
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Suraj Singh Welcome to My Profile