પંચમહાલમાં બકરી ઈદ માટે નવું જાહેરનામું:જાહેર સ્થળે પશુ કતલ પર પ્રતિબંધ, 4થી 12 જૂન સુધી અમલમાં રહેશે

પંચમહાલ જિલ્લામાં બકરી ઈદને લઈને મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી 7 જૂન 2025ના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદ (ઈદ-ઉલ-જુહા)ની ઉજવણી કરવામાં આવશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા અનુસાર, કોઈપણ વ્યક્તિને જાહેર કે ખાનગી સ્થળે, શેરીઓમાં કે મહોલ્લામાં પશુની કતલ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં, પશુઓને શણગારીને એકલા કે સરઘસ સ્વરૂપે જાહેરમાં લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માન્ય પરવાનગી ધરાવતા કતલખાના માટે પણ માંસ, હાડકાં અને અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ છે. આ જાહેરનામું 4 જૂન 2025ના મધ્યરાત્રિથી 12 જૂન 2025ના રાત્રે 24:00 કલાક સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કાયદેસર શિક્ષાને પાત્ર બનશે. આ નિર્ણય સામાજિક સુલેહ શાંતિ જાળવવા અને અન્ય ધર્મ/સમુદાયની લાગણી ન દુભાય તે હેતુથી લેવામાં આવ્યો છે.

Jun 3, 2025 - 17:22
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow