પરંપરાગત રમતોનું પુનરાગમન:ખાડિયા વિસ્તારમાં અખા ભગત ચોકમાં 30 બાળકોએ નદી-પર્વત, સાતોળિયા સહિત વિસરાતી રમતો રમી

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા અખા ભગત ચોક ખાતે 'બાળપણ પાછું' કાર્યક્રમનું સફળ આયોજન થયું. શહેરની યુવા સંસ્થા 'આપણી ધરોહર' અને 'શ્રી અખા ભગત ચેરિટેબલ ટ્રસ્ટ'ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં 6થી 13 વર્ષના બાળકોએ ભાગ લીધો. આજના ડિજિટલ યુગમાં વ્યસ્ત રહેતા બાળકોને તેમના રમઝટ ભરેલા બાળપણ સાથે ફરી જોડવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો. 30થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક પરંપરાગત રમતોમાં ભાગ લીધો. નદી-પર્વત, સાતોળિયા, કેટલા રે કેટલા, લંગડી અને છૂટી સાકળ-ભેગી સાકળ જેવી વિસરાતી રમતો બાળકોએ રમી. આપણી ધરોહર સંસ્થાના મતે વારસો માત્ર ઇમારતો અને સ્થાનો પૂરતો મર્યાદિત નથી. આપણું બાળપણ, તેની રમતો અને સંસ્કૃતિ પણ વારસાનો મહત્વપૂર્ણ ભાગ છે. સંસ્થાનો મક્કમ આશય છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણી વારસાગત રમતોની છાપ લાંબા સમય સુધી જળવાઈ રહે.

Jun 3, 2025 - 17:22
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow