કોંગ્રેસે આક્ષેપ કર્યો:મોરબીમાં રોડના લોકાર્પણમાં બેન્ડવાજા વગાડવા મુદ્દે કોંગ્રેસના શાસકો પર પ્રહાર
મોરબીમાં રોડના લોકાર્પણ દરમિયાન ધારાસભ્યની હાજરીમાં બેન્ડબાજા વાગતા આ મુદ્દે કોંગ્રેસે સીધા જ ધારાસભ્ય ઉપર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે માત્ર 100 જ મીટરના રોડના આવા દેખાડા કરવાને બદલે લોકોપયોગી કામ કરવા જોઇએ તેવી ટકોર કરી હતી. મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીના નવા સિમેન્ટ રોડનું કામ પૂર્ણ થવાથી ગઈકાલે ધારાસભ્ય અમૃતિયા તેમજ પૂર્વ કાઉન્સિલરો અને સ્થાનિકોની હાજરીમાં રોડને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે રોડના લોકાર્પણમાં પાલિકાના અધિકારીઓ ગેરહાજર રહેતા વિસ્મય સર્જાયું હતું. સાથેસાથે રોડના લોકાર્પણમાં બેન્ડવાજા પણ વગાડવામાં આવતા આ મુદ્દાને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે, શહેરના અનેક પ્રાણ પ્રશ્નો કનડતા હોય ત્યારે આ માત્ર 100 મીટરના રોડના લોકાર્પણમાં બેન્ડવાજા વગાડવા કેટલા યોગ્ય છે ? તેમ કહીને તેમને દેખાડાને બદલે લોક ઉપયોગી કામો કરવાની ટકોર કરી હતી.

What's Your Reaction?






