ગોધરામાં અંબાલી ગામમાં રેશનિંગના અનાજની ગેરરીતિ:વાજબી ભાવની દુકાનના સંચાલક PBM એક્ટ હેઠળ જામનગર જેલમાં

પંચમહાલ જિલ્લામાં રેશનિંગના અનાજની ગેરરીતિનો મોટો કેસ સામે આવ્યો છે. ગોધરા તાલુકાના અંબાલી ગામની સરકાર માન્ય વાજબી ભાવની દુકાનના સંચાલક સમીરકુમાર શંકરભાઈ ચૌહાણની PBM એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે તપાસ દરમિયાન દુકાનમાંથી ગંભીર ગેરરીતિ પકડી પાડી હતી. સંચાલકે ઘઉં, ચોખા, ખાંડ અને મીઠું મળીને કુલ 6,851 કિલોગ્રામ વધારે જથ્થો રાખ્યો હતો. આ જથ્થાની બજાર કિંમત 1,89,304 રૂપિયા છે. વધુમાં, સંચાલકે રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર 1,551 કિલોગ્રામ જથ્થો પણ આપ્યો ન હતો. આ જથ્થાની કિંમત 42,690 રૂપિયા છે. કુલ મળીને 8,402 કિલોગ્રામ અનાજનો જથ્થો, જેની કિંમત 2,31,994 રૂપિયા થાય છે, તેનો દુરુપયોગ કર્યો હતો. જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગરે કલેક્ટરને દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને ધ્યાને લઈને કલેક્ટરે PBM એક્ટ હેઠળ કાર્યવાહી કરી. એલસીબી મારફતે સંચાલકની અટકાયત કરી જામનગર જેલમાં મોકલવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં આ PBM એક્ટ હેઠળની કાર્યવાહીમાં અત્યાર સુધીનો સૌથી મોટી રકમનો અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર ગરીબ રેશનકાર્ડ ધારકોના હિતમાં અને કાળા બજાર પર અંકુશ લાવવા માટે સતત કાર્યરત છે.

Jun 5, 2025 - 03:49
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow