ભાસ્કર બ્રેકિંગ:દેશની 4 લાખ બોટમાં લાગશે સ્વદેશી GPS, ISROએ 1 લાખ બોટમાં લગાવવાનું શરૂ કર્યું
ભારતમાં દરિયાઈ સીમામાંથી ઘુસણખોરી કરીને મુંબઈમાં આતંકી હુમલાને અંજામ અપાયાની ઘટના આ દેશમાં પહેલી અને છેલ્લી હતી. કારણ, આ ઘટના બાદ દેશની સુરક્ષા એજન્સીઓ જે રીતે અપડેટ થઈ અને તેમના અપડેશનમાં ઈસરોએ કરોડરજ્જુની ભૂમિકા ભજવી છે. તે જોતા ભવિષ્યમાં કોઈ પણ બોટ દેશની એજન્સીઓની મંજૂરી વગર દરિયાઈ સીમામાંથી ભારતમાં એન્ટ્રી નહીં લઈ શકે. આ માટે દરિયા પર નજર રખાઈ રહી છે ISRO (ઈન્ડિયન સ્પેસ રીસ્ચ ઓર્ગેનાઈઝેશન) દ્વારા બનાવેલા સ્વદેશી સેટેલાઈટથી. સેટેલાઈટ સાથે જોડી શકાય તેવા સ્વદેશી GPS લગાવાનું કામ શરૂ થઈ ગયું છે. હાલ એક લાખ બોટમાં આ સિસ્ટમ લગાડવાનું કામ ચાલુ છે. ભારતના દરિયાકાંઠા પર સત્તાવાર ચાર લાખ બોટમાં આ સિસ્ટમ લાગશે. જેથી કઈ બોટ કયા સમયે કયાં વિસ્તારમાં છે? તે ગણતરીની સેકન્ડ્સમાં જ જાણી શકાશે અને બીજું કે અજાણી બોટ આપણી સીમાંમાં જેવી એન્ટર થશે કે સુરક્ષા એજન્સીઓને માહિતી મળી જશે. ઈસરો દ્વારા 2008 પછી અંતરીક્ષમાં તબક્કાવાર અડધાડઝનથી વધુ સેટેલાઈટ છોડાયા છે જેમાં સ્વદેશી નેવિગેશન, એક મીટરથી ઓછા અંતરની અને ગમે તેવા વાતાવરણમાં પણ સ્પષ્ટ ફોટા લઈ શકે તેવા ઈન્ફ્રારેડ કેમેરા ઉપરાંત પરફેક્ટ લોકેશન સિસ્ટમથી અનેક ઉપગ્રહ સજ્જ છે. આવી અનેક અપડેટેડ સિસ્ટમ ઈસરો દ્વારા ડેવલપ કરીને પાછલા વર્ષમાં ભારતીય સૈન્યને આપી દેવાયા છે. જે પૈકી ઉરી સમયમની એરસ્ટ્રાઈકમાં આવા સ્વદેશી સેટેલાઈટના ઉપયોગથી જ ચોક્કસ નિશાન વિંધવામાં આવ્યું હતુ. ઈસરોના સૂત્રોનું કહેવું છે કે, આવા જ કેટલાક એડવાન્સ સેટેલાઈટથી દરિયાઈ હિલચાલ પર પણ નજર રખાઈ રહી છે. 2008 બાદ ભારત ટેક્નોલોજીમાં એટલું એડવાન્સ બન્યું છે. માત્ર નેવિગેશન જ નહીં અનટ્રેસેબલ કોમ્યુનિકેશન પણ હશે સૂત્રોનું કહેવું છે કે, સ્વદેશી નેવિગેશનથી જ્યારે તમામ બોટ સજ્જ થઈ જશે ત્યારે સુરક્ષા એજન્સીઓ માટે આ મહત્ત્વની સિસ્ટમ ઉભી થશે. આ સાથે બોટના ચાલકો માટે પણ સ્વદેશી નેવિગેશન ઉપરાંત દરિયાની અંદરથી કોમ્યુનિકેશન કરવાની સુવિધા પણ ઉપલબ્ધ થઈ જશે. અત્યારે કેટલાક ગેરકાયદે સેટેલાઈટ ફોનના ઉપયોગ પણ થઈ રહ્યાં છે જે સંપૂર્ણ બંધ થઈ અને સ્વદેશી સિસ્મટમાં જ આવી જવાશે.

What's Your Reaction?






