BCAનું આંતરિક રાજકારણ:બરોડા પ્રીમિયર લીગ શરૂ થાય તે પહેલાં જ BPLના ચેરમેન પદેથી અનંત ઇન્દુલકરે રાજીનામું આપી દીધું
બરોડા પ્રીમિયર લીગના ચેરમેન પદેથી અનંત ઇન્દુલકરે રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં તેમની નિમણૂક બરોડા પ્રીમિયર લીગના ચેરમેન તરીકે થઈ હતી, પરંતુ, BCAના આંતરિક રાજકારણના કારણે ચેરમેન પદનો હોદ્દો છોડ્યો હોવાની ચર્ચા છે. ચેરમેન તરીકે અનંત ઈન્દુલકરે રાજીનામું આપી દીધું બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા 15થી 29 જૂન દરમિયાન બરોડા પ્રીમિયર લીગ યોજાવાની છે, જેને પગલે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા બરોડા પ્રીમિયર લીગના ચેરમેન તરીકે અનંત ઈન્દુલકરની નિમણૂક કરવામાં આવી હતી. જેમની નિમણૂકને હજુ માત્ર 15 દિવસ જેટલો સમય થયો છે, ત્યારે ચેરમેન તરીકે અનંત ઈન્દુલકરે રાજીનામું આપી દીધું છે. કમિટીના કેટલાક નિર્ણયથી અનંત ઇન્દુલકર નારાજ હોવાથી તેમણે રાજીનામું ધર્યું હોવાનું જાણવા મળ્યું છે. કોટંબી સ્ટેડિયમ ખાતે બરોડા પ્રીમિયર લીગ રમાશે ઉલ્લેખનીય છે કે, બરોડા ક્રિકેટ એસોસિએશન IPLની જેમ બરોડા પ્રીમિયર લીગ (BPL) શરૂ કરવા જઈ રહ્યું છે. આગામી 15 જૂનથી 29 જૂન દરમિયાન વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા પ્રીમિયર લીગ રમાશે. જેના માટે આજે પાંચ ટીમના માલિકોને ચિઠ્ઠી ઉછાળીને ખિલાડીઓની ફાળવણી કરવામાં આવી હતી. આ પાંચ ટીમોમાં વડોદરાના યુવા પ્રતિભાઓને સ્થાન આપવામાં આવ્યું છે. BPLમાં નવા અને યુવા ખેલાડીઓને તક અપાઈ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી મહિને યોજાનાર બરોડા પ્રીમિયર લીગ માટે નવા અને યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. જે ખેલાડીઓને રણજી ટ્રોફી રમવાની તક મળી નથી, એવા ખેલાડીને પણ બરોડા પ્રીમિયર લીગમાં રમવાની તક પણ છે. બરોડા પ્રીમિયર લીગમાં સારૂ પરફોર્મન્સ કરીને તેઓને IPL ઓક્શનમાં જવાની પણ તક મળી શકે છે. અને એના થકી વડોદરાના ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલે રમતા જોવા મળી શકે છે.

What's Your Reaction?






