પીપાવાવ કોસ્ટગાર્ડ સ્ટેશન પર ડ્રોન એટેકની મોકડ્રિલ:ફાયર બ્રિગેડ, પોલીસ, 108 સહિત તમામ વિભાગોએ ત્વરિત કાર્યવાહી કરી, રાત્રે 8થી 8.30 વાગ્યા સુધી બ્લેક આઉટ કરાયું

રાજ્ય સરકારના 'ઓપરેશન શીલ્ડ' અંતર્ગત અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ દરિયાઇ વિસ્તારમાં આવેલા પીપાવાવ કોસ્ટગાર્ડ સ્ટેશન ખાતે ડ્રોન એટેકની મોકડ્રિલ યોજવામાં આવી હતી. જ્યારે રાત્રે 8થી 8.30 વાગ્યા સુધી બ્લેક આઉટ કરાયું હતું. જિલ્લાના તમામ તાલુકા મથકો, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને લાઇટ બંધ રાખવા જણાવવામાં આવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં નાગરિકોએ ઘર અને વ્યવસાયના સ્થળો પર લાઇટ બંધ રાખી સહયોગ આપ્યો હતો. કોસ્ટગાર્ડ સ્ટેશનના વાયરલેસ સેટ પરથી ડ્રોન હુમલાનો સંદેશો મળતાં જ તમામ એજન્સીઓએ ત્વરિત પ્રતિસાદ આપ્યો હતો. ફાયર બ્રિગેડ, એસ.ઓ.જી. પોલીસ અમરેલી, રાજુલા પોલીસ, 108 અને રાજુલા તાલુકા મામલતદાર સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મોકડ્રિલ દરમિયાન ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક મેડિકલ સહાય આપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવવાની કામગીરી કરી. પોલીસ વિભાગે સુરક્ષા બંદોબસ્ત સઘન બનાવ્યો હતો. આ મોકડ્રિલ 'ઓપરેશન સિંદૂર' અંતર્ગત નાગરિકોને સચેત રાખવા અને આપત્તિની પરિસ્થિતિમાં સજાગ રહેવાના હેતુથી યોજવામાં આવી. જિલ્લા કલેકટર અજય દહિયા અને પ્રાંત અધિકારી ડૉ. મેહુલ બરાસરાએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નાગરિકોને ગભરાવવાની કે અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી. રાજુલા તાલુકા મામલતદાર, એસ.ઓ.જી. પી.આઈ. ચૌધરી, ફાયર બ્રિગેડ અને 108ના અધિકારીઓ મોકડ્રિલ દરમિયાન હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લામાં બ્લેકઆઉટ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. 31 મે, 2025ના રોજ રાત્રે 8થી 8.30 વાગ્યા સુધી આ એક્સરસાઇઝ યોજાઈ હતી. જિલ્લાના તમામ તાલુકા મથકો, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને લાઇટ બંધ રાખવા જણાવવામાં આવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં નાગરિકોએ ઘર અને વ્યવસાયના સ્થળો પર લાઇટ બંધ રાખી સહયોગ આપ્યો. જોકે, અન્ય વિસ્તારોમાં બ્લેકઆઉટની અસર નહીંવત જોવા મળી હતી. રાજ્ય સરકારની સૂચના મુજબ, ડેમ, ઔદ્યોગિક એકમોની પ્રોડક્શન સિવાયની સાઇટ, રહેણાંક મકાનો અને વ્યવસાયિક એકમોમાં સ્વયંભૂ બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું. રાત્રે 8 વાગ્યે જિલ્લાના તમામ ડેમ અને નિર્ધારિત સ્થળો પર સાઇરન વગાડવામાં આવ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલ, દવાખાના અને અન્ય આવશ્યક સેવાઓ યથાવત ચાલુ રાખવામાં આવી હતી. ઓપરેશન શિલ્ડનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સુરક્ષા અંગે જાગૃત કરવાનો અને કટોકટીની પરિસ્થિતિમાં તૈયાર રહેવાનો હતો.

Jun 1, 2025 - 02:41
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow