અગ્રવાલ કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન:વેસુ સ્થિત કોલેજમાં 'What after college?' વિષય પર વ્યાખ્યાન યોજાયું

અગ્રવાલ વિદ્યા વિહાર ઈંગ્લીશ મીડીયમ કોલેજ, વેસુમાં વિદ્યાર્થીઓ માટે 'What after College?' વિષય પર એક વ્યાખ્યાન યોજાયું. આ કાર્યક્રમમાં ૨૧મી સદીમાં કારકિર્દી લક્ષી વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. વ્યાખ્યાનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. મનિષ મિત્તલ હતા. તેમણે વિદ્યાર્થીઓને સર્વગ્રાહી કારકિર્દી લક્ષી શિક્ષણ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમના આયોજન માટે અગ્રવાલ સમાજ વિદ્યાવિહાર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી સંજય સરાવગી તથા અન્ય પદાધિકારીઓએ સહયોગ આપ્યો હતો. કોલેજના મુખ્ય સલાહકાર ડૉ. યુ. ટી. દેસાઈ અને કાર્યકારી પ્રિન્સિપાલ ડૉ. ગૌતમ દૂઆએ પણ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજમાં આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી અંગે માર્ગદર્શન આપવા માટે ખૂબ ઉપયોગી સાબિત થયો હતો.

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow