નારી ચોકડીએથી ઇનોવાના ચોર ખાનામાંથી દારુ ઝડપાયો:6.32 લાખનો વિદેશી દારૂ સાથે વડોદરાના શખ્સની ધરપકડ, એક ફરાર

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નારી ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે બીજા શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે ચિરાગ મુકેશભાઈ વાળંદ રહે. વડોદરા તેની સિલ્વર કલરની ટોયટા ઇનોવા કાર નંબર GJ-05-CG-4671માં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઈને નારી ચોકડી, બ્રીજ નીચે ઊભો છે. પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ કરી કાર ચાલકને પકડી લીધો. કારની આગળની બંને સીટ નીચે બનાવેલા ખાસ ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલ આરોપી ચિરાગ મુકેશભાઇ વાળંદ ઉ.વ.29 વડોદરાનો રહેવાસી છે. જ્યારે તેનો સાથી ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભાઇ કાલવા રહે.ભાવનગર હજુ પકડવાનો બાકી છે. પોલીસે કારમાંથી કુલ 608 બોટલ વિદેશી દારૂ અને 24 બિયર ટીન જપ્ત કર્યા છે. જેમાં બેગપાઇપર વ્હિસ્કીની 224 બોટલ કિંમત રૂ.59,136, રિટ્ઝ રિઝર્વ સુપીરિયર ગ્રેન વ્હિસ્કીની 240 બોટલ કિંમત રૂ.40,000, લંડન પ્રાઇડ ઓરેન્જ ફ્લેવર્ડ વોડકાની 144 બોટલ કિંમત રૂ.24,400 અને માઉન્ટ્સ 6000 સુપર સ્ટ્રોંગ બિયરના 24 ટીન કિંમત રૂ.2,760 સામેલ છે. આ ઉપરાંત પોલીસે ટોયટા ઇનોવા કાર કિંમત રૂ.5,00,000 અને એક મોબાઇલ ફોન કિંમત રૂ.5,000 પણ જપ્ત કર્યો છે. આમ કુલ રૂ.6,32,176ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow