બગીચામાં ઝેરી દવા ગટગટાવી:રાજકોટમાં પરિવાર પ્રેમ સંબંધ નહીં સ્વીકારે તેવા ડરે સગીરા અને યુવકનો આપઘાતનો પ્રયાસ, તાત્કાલિક સારવારથી જીવ બચ્યો

રાજકોટના ઢેબર કોલોની વિસ્તારમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવતા અટકી ગયો છે. પરિવાર દ્વારા સંબંધનો અસ્વીકાર થશે તેવા ભયથી 16 વર્ષની સગીરા અને 25 વર્ષના યુવાને ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમયસર સારવાર મળતા બંનેનો જીવ બચી ગયો છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે બંનેના પરિવારોમાં ભારે ચિંતા અને દોડધામ જોવા મળી હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ, ઢેબર કોલોનીમાં રહેતી 16 વર્ષીય સગીરા અને પારેવડી ચોક, ગીતા એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં રહેતો મૂળ વડોદરાનો ઉત્સવ લાલજીભાઈ વસાવા (ઉંમર 25) છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. ઉત્સવ અગાઉ ઢેબર કોલોનીમાં તેના કૌટુંબિક ભાઈના ઘરે રહેતો હતો, ત્યારે પડોશમાં જ રહેતી આ સગીરા સાથે તેનો સંપર્ક થયો હતો અને ધીમે ધીમે આ સંપર્ક પ્રેમમાં પરિણમ્યો હતો. બંને એકબીજાને ચાહતા હતા અને સાથે જીવન વિતાવવાના સપના જોતા હતા. જોકે, આ પ્રેમ સંબંધની જાણ સગીરાના પરિવારજનોને થતા તેમણે આ સંબંધનો સખત વિરોધ કર્યો હતો. અને સગીરાના પરિવારે ઉત્સવને આકરા શબ્દોમાં સમજાવ્યો હતો. તેમજ આ સંબંધ છોડી દઈને પાછળ હટી જવા જણાવ્યું હતું. પરિવારના આ વિરોધને કારણે બંને યુવા હૈયાઓ નિરાશ થઈ ગયા હતા. અને તેમના સંબંધને પરિવાર ક્યારેય સ્વીકારશે નહીં તેવો ભય તેમને સતાવવા લાગ્યો હતો. જેને લઈને ગત સાંજે ઢેબર કોલોની ખાતે આવેલા બગીચામાં બંનેએ જીવનનો અંત લાવવા માટે ઝેરી દવા ગટગટાવી હતી. બીજીતરફ દવા પીધા બાદ આ બંનેની તબિયત લથડતા આસપાસના લોકોનું ધ્યાન ગયું હતું. ઝેરી દવા પીધેલી હાલતમાં બંનેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આ અંગે જાણ થતા પૂછપરછ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાની જાણ થતા જ બંનેના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોતાના સંતાનોને આ હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવ અંગે ભક્તિનગર પોલીસને જાણ કરાતા, પોલીસ ટીમ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઉત્સવ એસિડ અને ફીનાઈલ વેચવાનું કામ કરે છે. ડોકટરોના મતે, હાલ સગીરા અને યુવક બંનેની તબિયત સ્થિર છે અને તેમની જીવ બચી ગયો છે. ભક્તિનગર પોલીસે આ મામલે બંનેના નિવેદન લેવા અને પરિવારની પૂછપરછ કરવા તજવીજ શરૂ કરી છે.

Jun 1, 2025 - 02:41
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow