બદલી:દાનહ અને દમણ દીવના IPS અધિકારીઓની બદલી
ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આઇપીએસ અધિકારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યો છે. દાનહ દમણ દીવના આઈજીપી દુમ્બરે મિલિન્દ મહાદેવની દિલ્હી ખાતે બદલી કરવામાં આવી છે. દાનહ ડીઆઈજી અમિત શર્માની પણ દિલ્હી ખાતે બદલી કરવામાં આવી છે. આઇપીએસ સંતોષકુમાર મીનાની દાદરા નગર હવેલી દમણ દીવ માટે પોસ્ટિંગ કરવામાં આવ્યુ છે. આઇપીએસ મોહદ ઇર્સાદ હૈદરની આંદમાન એન્ડ નિકોબારથી દિલ્હી ખાતે બદલી કરવામા આવી છે.

What's Your Reaction?






