લોકોને હાલાકી:રાજપીપળામાં રક્ષાબંધન પહેલાં જ પોસ્ટનું સર્વર ડાઉન, રાખડી અટવાઇ

રાજપીપળામાં રક્ષાબંધનના તહેવાર પહેલાં જ પોસ્ટઓફિસનું સર્વર 10 દિવસથી ડાઉન થઇ ગયું છે. પૈસા પણ ઉપડતાં નહિ હોવાથી તહેવારો પહેલાં લોકોને 10 દિવસથી હાલાકી ભોગવી રહયાં છે. રાજપીપલા શહેરમાં પોસ્ટ ઓફીસના સર્વરમાં છેલ્લા ઘણા દિવસોથી સમસ્યા ચાલી રહી છે. જેને લઈ પોસ્ટના ગ્રાહકો હેરાન પરેશાન થઇ રહ્યા છે પોતાના જ જમા રૂપિયા ઉપાડવામાં બે દિવસ લાગે છે. રક્ષાબંધનનો તહેવાર હોય રાખડીઓના વિતરણ બાબતે પણ મુશ્કેલી સર્જાઈ રહી છે.આ સમસ્યા સર્વરને કારણે છે સાથે સ્ટાફ ઓછો છે.અધિકારીઓ ઢીલી નીતિના લીધી નર્મદા જિલ્લાના લોકો પરેશાન થઇ રહ્યા છે. સ્ટાફના અભાવે નિવૃત થયેલ પોસ્ટમેન પણ ટપાલો વહેંચવા લાગે છે પણ ભરૂચ ડિવિઝન તરફથી રાજપીપળા પોસ્ટ ઓફિસમાં સ્ટાફ ફાળવાતો નથી. જો પોસ્ટમાસ્તર ફરિયાદ કરે તો મેમો ફટકારવામાં આવે છે. છેલ્લા પાંચ દિવસથી રાજપીપળા પોસ્ટઓફિસમાં લોકોના ટોળા એકત્ર થઇ રહયાં છે. શનિવારે રક્ષાબંધનનો તહેવાર છે અને આ સમયે પોસ્ટમાંથી લોકો ને પૈસા મળતા નથી. છેલ્લા 10 દિવસ થી સમસ્યા છે પરંતુ બે ત્રણ દિવસથી રક્ષાબંધન ના તહેવાર ને લઈને લાઈનો અને ભીડ ગ્રાહકોની વધી ગઈ છે. સર્વરની સમસ્યાને કારણે પોસ્ટના એજન્ટો પણ પૈસા ભરી શકતા નથી. બહેનોએ પોતાના ભાઈ માટે રાખડી પણ પોસ્ટમાં મોકલી છે તે પણ સર્વર ડાઉન હોવાથી અટવાઇ છે. 22મી તારીખથી સર્વર બંધ થયું છે 22 તારીખે રોલ આઉટ થયું હતું બાદમાં સર્વર ઠપ્પ થઇ ગયો છે એટલે સમસ્યા છે. અમારી પાસે રોકડ રકમ હોય ત્યારે ગ્રાહકનો અંગુઠો લઇને પણ આપી રહયાં છે. અમારી પાસે સ્ટાફ ઓછો હોવા છતાં ગ્રાહકોને તકલીફ પડવા દેતાં નથી. હાલ સર્વરને કારણે સમસ્યા ઉભી થઇ છે અને આ બાબતે અમારી વડી કચેરીએ પણ જાણ કરી છે. > અરુણ વસાવા, પોસ્ટમાસ્ટર, રાજપીપળા સવારના લાઇનમાં ઉભા રહીએ છીએ અમે ત્રણ દિવસથી પોસ્ટઓફિસના ધકકા ખાઇ રહયાં છીએ.સવારના લાઇનમાં ઉભા રહીએ છીએ. સાંજે પણ નંબર આવતો નથી. સાંજ પડે એટલે કર્મચારીઓ હવે કાલે આવજો તેમ કહી દેતાં હોય છે. તહેવારના દિવસે જ પોતાના રૂપિયા કામ ન લાગે તો શું કામનું ?પોસ્ટ વિભાગના અધિકારીઓએ આ સમસ્યાનો હલ લાવવો જોઈએ > સીમા વસાવા (સ્થાનિક)

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow