Editor's View: ટેક્નોલોજીનું તોફાન:ચાર પરિબળોથી જોબ પ્રોફાઇલનું ચિત્ર બદલી જશે, કોની નોકરી ખતરામાં? પાંચ વર્ષમાં આ સેક્ટરમાં પગારનાં બખ્ખાં બોલશે

AI, મશીન લર્નિંગ અને ઓટોમેશનની દુનિયામાં કરોડો નોકરીઓ પર ખતરો તોળાઈ રહ્યો છે. આવા સમાચારથી ગભરાવાની જરૂર નથી. નવી નોકરીઓ ઊભી થવાની છે એ પણ નક્કી જ છે. કઈ નોકરીઓ પર જોખમ છે, કઈ નોકરીઓ સર્જાવાની છે.... આજે એની વાત... નમસ્કાર, બિલ ગેટ્સે એવું કહીને ધરપત આપી કે, બધું AI નહીં કરી શકે. વાત ખોટી નથી પણ ચિંતાનો વિષય એ છે કે 2030 સુધીમાં 60થી 100 ટકા કામ ઓટોમેશનથી એટલે AIની મદદથી જ થશે. કેટલીક નોકરીઓ લુપ્ત થશે, કેટલીક નવી નોકરીઓ ઊભી થશે. સમયની સાથે આ પરિવર્તન થતું રહેવાનું છે. અગાઉ પણ આવા પરિવર્તન થઈ ચૂક્યા છે. પણ જે લોકો બે પૈસા કમાવવા માગે છે તેમણે પોતાને અપગ્રેડ રાખવા પડશે એમાં ચાલશે નહીં. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટમાં શું કહેવાયું છે? AI, ઓટોમેશન અને ChatGPTની ભરમાર વચ્ચે લોકોને બેરોજગારીનો ડર સતાવી રહ્યો છે. હવે તો ChatGPT પણ લિંકડીન પર ઓપન ટુ વર્ક શરૂ કરવાનું વિચારે છે. આ બધા વચ્ચે વર્લ્ડ ઈકોનોમિક ફોરમનું કહેવું છે કે, 2030 સુધીમાં એટલે આવનારા પાંચ વર્ષમાં દુનિયામાં 59 ટકા લોકોની નોકરી જોખમમાં છે. આ 59 ટકા લોકો નવી સ્કીલ નહીં શીખે તો તેમની હાલત મોબાઈલના જૂના મોડેલ જેવી જ થવાની છે. એ કોઈ કામમાં નહીં આવે. આજકાલ નોકરીનો સિનારિયો એવો છે કે, નોકરીમાં માંડ સેટ થયા હોત ત્યાં છટણી થઈ જાય... ખેતરમાં હળ ચલાવનારાથી લઈ એસી ઓફિસમાં બેસનારાની દુનિયા હલબલી જવાની છે. ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ-2025માં લખ્યું છે કે, 4 કારણો એવા છે જે 2030 સુધીમાં દુનિયામાં જોબ પ્રોફાઈલનું ચિત્ર બદલી નાખશે. પહેલાં ટેકનોલોજીની વાત કરીએ... આર્ટીફિશિયલ ઈન્ટલિજન્સ આજના સમયમાં ઊભરતી ઈન્ડસ્ટ્રી છે. દુનિયાની મોટી મોટી કંપનીઓ મેટા, ગુગલ, ચેપજીપીટી બનાવનારી ઓપન AI, આ બધી કંપનીઓ AI પાછળ અરબો રૂપિયા નાખી રહી છે. તેની પાસે પૈસા છે અને AIને લઈને મોટા પ્લાન પણ છે. બીજી વાત, AIને સપોર્ટ કરનારી ટેકનોલોજી પણ કમાલ કરી રહી છે. હાર્ડવેર, સોફ્ટવેરનો એવો તાલમેલ પણ ગજબનો છે. કોઈ કોમ્પ્યુટર કે લેપટોપમાં એક-બે કમાન્ડ આપવાથી તે ફટાફટ માણસની જેમ કામ કરી આપતું હોય તો કંપનીઓ માણસને નોકરી શું કામ રાખે? નોકરી આપનારા 60% કંપનીના માલિકો માને છે કે, 2025થી 2030 વચ્ચે ટેકનોલોજી તેના બિઝનેસમાં બહુ મોટું પરિવર્તન લાવશે. AI અત્યારે ઘણું કામ કરે જ છે પણ હજુ આગળ વધીને કામ કરવા લાગશે તો ઘણી લો સ્કીલ નોકરીઓ પર જોખમ ઊભું થશે. જેમ કે, કોલ સેન્ટરના કર્મચારીઓ, એન્ટ્રી લેવલના કોડર્સ, દિવસ-રાત એક્સેલ શીટમાં નંબર જોયા કરતા ડેટા એનાલિસ્ટ અને ગોડાઉનમાં માલનો હિસાબ કિતાબ રાખનારા એકાઉન્ટન્ટ. કોની નોકરી જોખમમાં આવશે અને કેમ? 58% કંપનીના માલિકોનું માનવું છે કે, માત્ર AI જ નહીં, રોબોટ અને ઓટોમેશનના કારણે પણ ઘણાની નોકરી પર જોખમ ઊભું થશે. જેમ કે ઓફિસમાં પૈસા જમા કરનારા કેશ કાઉન્ટર અને ફાઈલમાં કાગળિયા ફીટ કરનારાની નોકરીઓ જોખમમાં છે. જ્યારે પણ નવી ટેકનોલોજી આવે છે ત્યારે કેટલીક જોબ ખતમ થાય છે અને નવી સ્કીલવાળી જોબ ઊભી થાય છે. જેમ કે, વોશિંગ મશીન અને ઈસ્ત્રીનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ પણ માર્કેટમાં આના કારણે ચેન્જ બહુ આવ્યો. પહેલાં જે ગલીએ ગલીએ કપડાં ધોનારા હતા તે ઓછા થયા. હવે લોન્ડ્રીમાં આધુનિક મશીન સાથે ઘણી કંપનીઓ માર્કેટમાં આવી. તેની પાસે બધી જ ફેસેલિટી છે જે પેલા સામાન્ય ઈસ્ત્રીવાળા પાસે નથી. એટલે તેમની પાસેનું કામ પ્રમાણમાં ઓછું થઈ ગયું. આનો અર્થ એ થયો કે, નોકરીઓ ખતમ નથી થઈ પણ લો સ્કીલની જગ્યાએ હાઈસ્કીલે જગ્યા લઈ લીધી છે. બિલ ગેટ્સે ક્યા 3 સેક્ટર ગણાવ્યા જ્યાં બધું જ AI નહીં કરી શકે? દરેક જગ્યાએ AIનો દબદબો વધી રહ્યો છે પણ ત્રણ પ્રોફેશન એવા છે જેમાં ક્યારેય માણસોની જગ્યા AI નહીં શકે. nvidia, OpenAI અને Microsoftના દિગ્ગજો માની રહ્યા છે કે AI નોકરીઓ ખાઈ જશે પણ બિલ ગેટ્સે ત્રણ એવી જગ્યા બતાવી છે જે AIથી પ્રૂફ છે. ઓપન AIએ જ્યારે 2022માં ChatGPT લોન્ચ કર્યું હતું ત્યારે કોઈએ નહોતું વિચાર્યું કે આ જ AI દરેકની નોકરીઓ પર જોખમ ઊભું કરશે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સનું માનવું છે કે આવનારા સમયમાં માણસોની જગ્યા AI લઈ લેશે પણ જ્યાં માણસોની જરૂર પડશે ત્યાં તો પડવાની જ છે. બિલગેટ્સે 3 એવા પ્રોફેશન ગણાવ્યા જ્યાં માણસોની જગ્યા AI લઈ રહ્યું છે 1) કોન્ટેન્ટ રાઈટિંગ અને કસ્ટમર સર્વિસ આજે AI બ્લોગ, આર્ટીકલ અને સ્ક્રીપ્ટ લખી શકે છે. કસ્ટમર સર્વિસમાં પણ ચેટબોટ આવી ગઈ છે. 2) ડેટા એનાલિસિસ અને એકાઉન્ટિંગ AI મિનિટોમાં એ રિપોર્ટ તૈયાર કરી શકે છે જે બનાવવામાં કલાકો લાગતા હતા. 3) કોડિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ આવનારા સમયમાં AI કોડર્સને પણ રિપ્લેસ કરી શકે છે. બિલગેટ્સે 3 એવા પ્રોફેશન ગણાવ્યા જ્યાં માણસોની જરૂર પડવાની જ છે 1. બાયોલોજિસ્ટ બિલ ગેટ્સનું માનવું છે કે, બાયોલોજી અને મેડિકલ સાયન્સમાં AI સારું ટૂલ બની શકે છે પણ એ ક્યારેય માણસોને સંપૂર્ણ રિપ્લેસ નહીં કરી શકે. બીમારીનું નિદાન, ડીએનએ એનાલિસીસ અને મેડિકલ રિસર્ચમાં AI મદદ તો કરી શકે છે પણ નવી શોધ કરવા માટે માણસના મગજની જ જરૂર પડશે. બીજી વસ્તુ છે, ક્રિએટિવિટી અને લોજિકલ થિંકિંગ. મેડિકલ રિસર્ચમાં માત્ર ડેટા એનાલિસિસ નથી થતું. તેમાં નવી થિયરી બનાવવી, એક્સપેરિમેન્ટ કરવું અને ઈનોવેટિવ રીતે વિચારવું પડે છે. AI મેડિકલનો રિસર્ચ રિપોર્ટ તો બનાવી શકે છે પણ ક્યા દર્દીને કઈ બીમારી છે અને તેની શું દવા છે કે તો ડોક્ટર જ નક્કી કરી શકશે. 2. એનર્જી એક્સપર્ટ્સ દુનિયા એનર્જી ક્રાઈસીસ સામે લડી રહી છે અને આપણે રોજ નવી શોધ કરવી પડે છે. એનર્જી વધારે ને વધારે ઉત્પાદન કેવી રીતે કરી શકાય. આ બધા માટે AI ડેટા આપી શકે, સોલ્યુશન સજેસ્ટ કરી શકે પણ વીજળીની તંગી નિવારવા ક્યા પગલાં લઈ શકાય, હવામાન આધારિત ક્યા વિસ્તારમાં શું કરી શકાય, તે નિર્ણય તો માણસ જ લઈ શકશે. 3. સંબંધો અને ભાવનાઓ સાથે જોડાયેલા પ્રોફેશન બિલ ગેટ્સે જણાવ્યું કે, જે સ્કીલમાં માણસનોની ભાવનાઓ અને લાગણીની જરૂર હશે તે કામ ક્યારેય AI નહીં કરી શકે. જેમ કે ટીચર્સ અને કાઉન્સેલર્સ, ભણાવવું એટલે માત્ર માહિતી આપવાની નથી. ભણાવવું એ સાચું માર્ગદર્શ

Aug 8, 2025 - 07:06
 0
Editor's View: ટેક્નોલોજીનું તોફાન:ચાર પરિબળોથી જોબ પ્રોફાઇલનું ચિત્ર બદલી જશે, કોની નોકરી ખતરામાં? પાંચ વર્ષમાં આ સેક્ટરમાં પગારનાં બખ્ખાં બોલશે
AI, મશીન લર્નિંગ અને ઓટોમેશનની દુનિયામાં કરોડો નોકરીઓ પર ખતરો તોળાઈ રહ્યો છે. આવા સમાચારથી ગભરાવાની જરૂર નથી. નવી નોકરીઓ ઊભી થવાની છે એ પણ નક્કી જ છે. કઈ નોકરીઓ પર જોખમ છે, કઈ નોકરીઓ સર્જાવાની છે.... આજે એની વાત... નમસ્કાર, બિલ ગેટ્સે એવું કહીને ધરપત આપી કે, બધું AI નહીં કરી શકે. વાત ખોટી નથી પણ ચિંતાનો વિષય એ છે કે 2030 સુધીમાં 60થી 100 ટકા કામ ઓટોમેશનથી એટલે AIની મદદથી જ થશે. કેટલીક નોકરીઓ લુપ્ત થશે, કેટલીક નવી નોકરીઓ ઊભી થશે. સમયની સાથે આ પરિવર્તન થતું રહેવાનું છે. અગાઉ પણ આવા પરિવર્તન થઈ ચૂક્યા છે. પણ જે લોકો બે પૈસા કમાવવા માગે છે તેમણે પોતાને અપગ્રેડ રાખવા પડશે એમાં ચાલશે નહીં. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટમાં શું કહેવાયું છે? AI, ઓટોમેશન અને ChatGPTની ભરમાર વચ્ચે લોકોને બેરોજગારીનો ડર સતાવી રહ્યો છે. હવે તો ChatGPT પણ લિંકડીન પર ઓપન ટુ વર્ક શરૂ કરવાનું વિચારે છે. આ બધા વચ્ચે વર્લ્ડ ઈકોનોમિક ફોરમનું કહેવું છે કે, 2030 સુધીમાં એટલે આવનારા પાંચ વર્ષમાં દુનિયામાં 59 ટકા લોકોની નોકરી જોખમમાં છે. આ 59 ટકા લોકો નવી સ્કીલ નહીં શીખે તો તેમની હાલત મોબાઈલના જૂના મોડેલ જેવી જ થવાની છે. એ કોઈ કામમાં નહીં આવે. આજકાલ નોકરીનો સિનારિયો એવો છે કે, નોકરીમાં માંડ સેટ થયા હોત ત્યાં છટણી થઈ જાય... ખેતરમાં હળ ચલાવનારાથી લઈ એસી ઓફિસમાં બેસનારાની દુનિયા હલબલી જવાની છે. ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ-2025માં લખ્યું છે કે, 4 કારણો એવા છે જે 2030 સુધીમાં દુનિયામાં જોબ પ્રોફાઈલનું ચિત્ર બદલી નાખશે. પહેલાં ટેકનોલોજીની વાત કરીએ... આર્ટીફિશિયલ ઈન્ટલિજન્સ આજના સમયમાં ઊભરતી ઈન્ડસ્ટ્રી છે. દુનિયાની મોટી મોટી કંપનીઓ મેટા, ગુગલ, ચેપજીપીટી બનાવનારી ઓપન AI, આ બધી કંપનીઓ AI પાછળ અરબો રૂપિયા નાખી રહી છે. તેની પાસે પૈસા છે અને AIને લઈને મોટા પ્લાન પણ છે. બીજી વાત, AIને સપોર્ટ કરનારી ટેકનોલોજી પણ કમાલ કરી રહી છે. હાર્ડવેર, સોફ્ટવેરનો એવો તાલમેલ પણ ગજબનો છે. કોઈ કોમ્પ્યુટર કે લેપટોપમાં એક-બે કમાન્ડ આપવાથી તે ફટાફટ માણસની જેમ કામ કરી આપતું હોય તો કંપનીઓ માણસને નોકરી શું કામ રાખે? નોકરી આપનારા 60% કંપનીના માલિકો માને છે કે, 2025થી 2030 વચ્ચે ટેકનોલોજી તેના બિઝનેસમાં બહુ મોટું પરિવર્તન લાવશે. AI અત્યારે ઘણું કામ કરે જ છે પણ હજુ આગળ વધીને કામ કરવા લાગશે તો ઘણી લો સ્કીલ નોકરીઓ પર જોખમ ઊભું થશે. જેમ કે, કોલ સેન્ટરના કર્મચારીઓ, એન્ટ્રી લેવલના કોડર્સ, દિવસ-રાત એક્સેલ શીટમાં નંબર જોયા કરતા ડેટા એનાલિસ્ટ અને ગોડાઉનમાં માલનો હિસાબ કિતાબ રાખનારા એકાઉન્ટન્ટ. કોની નોકરી જોખમમાં આવશે અને કેમ? 58% કંપનીના માલિકોનું માનવું છે કે, માત્ર AI જ નહીં, રોબોટ અને ઓટોમેશનના કારણે પણ ઘણાની નોકરી પર જોખમ ઊભું થશે. જેમ કે ઓફિસમાં પૈસા જમા કરનારા કેશ કાઉન્ટર અને ફાઈલમાં કાગળિયા ફીટ કરનારાની નોકરીઓ જોખમમાં છે. જ્યારે પણ નવી ટેકનોલોજી આવે છે ત્યારે કેટલીક જોબ ખતમ થાય છે અને નવી સ્કીલવાળી જોબ ઊભી થાય છે. જેમ કે, વોશિંગ મશીન અને ઈસ્ત્રીનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ પણ માર્કેટમાં આના કારણે ચેન્જ બહુ આવ્યો. પહેલાં જે ગલીએ ગલીએ કપડાં ધોનારા હતા તે ઓછા થયા. હવે લોન્ડ્રીમાં આધુનિક મશીન સાથે ઘણી કંપનીઓ માર્કેટમાં આવી. તેની પાસે બધી જ ફેસેલિટી છે જે પેલા સામાન્ય ઈસ્ત્રીવાળા પાસે નથી. એટલે તેમની પાસેનું કામ પ્રમાણમાં ઓછું થઈ ગયું. આનો અર્થ એ થયો કે, નોકરીઓ ખતમ નથી થઈ પણ લો સ્કીલની જગ્યાએ હાઈસ્કીલે જગ્યા લઈ લીધી છે. બિલ ગેટ્સે ક્યા 3 સેક્ટર ગણાવ્યા જ્યાં બધું જ AI નહીં કરી શકે? દરેક જગ્યાએ AIનો દબદબો વધી રહ્યો છે પણ ત્રણ પ્રોફેશન એવા છે જેમાં ક્યારેય માણસોની જગ્યા AI નહીં શકે. nvidia, OpenAI અને Microsoftના દિગ્ગજો માની રહ્યા છે કે AI નોકરીઓ ખાઈ જશે પણ બિલ ગેટ્સે ત્રણ એવી જગ્યા બતાવી છે જે AIથી પ્રૂફ છે. ઓપન AIએ જ્યારે 2022માં ChatGPT લોન્ચ કર્યું હતું ત્યારે કોઈએ નહોતું વિચાર્યું કે આ જ AI દરેકની નોકરીઓ પર જોખમ ઊભું કરશે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સનું માનવું છે કે આવનારા સમયમાં માણસોની જગ્યા AI લઈ લેશે પણ જ્યાં માણસોની જરૂર પડશે ત્યાં તો પડવાની જ છે. બિલગેટ્સે 3 એવા પ્રોફેશન ગણાવ્યા જ્યાં માણસોની જગ્યા AI લઈ રહ્યું છે 1) કોન્ટેન્ટ રાઈટિંગ અને કસ્ટમર સર્વિસ આજે AI બ્લોગ, આર્ટીકલ અને સ્ક્રીપ્ટ લખી શકે છે. કસ્ટમર સર્વિસમાં પણ ચેટબોટ આવી ગઈ છે. 2) ડેટા એનાલિસિસ અને એકાઉન્ટિંગ AI મિનિટોમાં એ રિપોર્ટ તૈયાર કરી શકે છે જે બનાવવામાં કલાકો લાગતા હતા. 3) કોડિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ આવનારા સમયમાં AI કોડર્સને પણ રિપ્લેસ કરી શકે છે. બિલગેટ્સે 3 એવા પ્રોફેશન ગણાવ્યા જ્યાં માણસોની જરૂર પડવાની જ છે 1. બાયોલોજિસ્ટ બિલ ગેટ્સનું માનવું છે કે, બાયોલોજી અને મેડિકલ સાયન્સમાં AI સારું ટૂલ બની શકે છે પણ એ ક્યારેય માણસોને સંપૂર્ણ રિપ્લેસ નહીં કરી શકે. બીમારીનું નિદાન, ડીએનએ એનાલિસીસ અને મેડિકલ રિસર્ચમાં AI મદદ તો કરી શકે છે પણ નવી શોધ કરવા માટે માણસના મગજની જ જરૂર પડશે. બીજી વસ્તુ છે, ક્રિએટિવિટી અને લોજિકલ થિંકિંગ. મેડિકલ રિસર્ચમાં માત્ર ડેટા એનાલિસિસ નથી થતું. તેમાં નવી થિયરી બનાવવી, એક્સપેરિમેન્ટ કરવું અને ઈનોવેટિવ રીતે વિચારવું પડે છે. AI મેડિકલનો રિસર્ચ રિપોર્ટ તો બનાવી શકે છે પણ ક્યા દર્દીને કઈ બીમારી છે અને તેની શું દવા છે કે તો ડોક્ટર જ નક્કી કરી શકશે. 2. એનર્જી એક્સપર્ટ્સ દુનિયા એનર્જી ક્રાઈસીસ સામે લડી રહી છે અને આપણે રોજ નવી શોધ કરવી પડે છે. એનર્જી વધારે ને વધારે ઉત્પાદન કેવી રીતે કરી શકાય. આ બધા માટે AI ડેટા આપી શકે, સોલ્યુશન સજેસ્ટ કરી શકે પણ વીજળીની તંગી નિવારવા ક્યા પગલાં લઈ શકાય, હવામાન આધારિત ક્યા વિસ્તારમાં શું કરી શકાય, તે નિર્ણય તો માણસ જ લઈ શકશે. 3. સંબંધો અને ભાવનાઓ સાથે જોડાયેલા પ્રોફેશન બિલ ગેટ્સે જણાવ્યું કે, જે સ્કીલમાં માણસનોની ભાવનાઓ અને લાગણીની જરૂર હશે તે કામ ક્યારેય AI નહીં કરી શકે. જેમ કે ટીચર્સ અને કાઉન્સેલર્સ, ભણાવવું એટલે માત્ર માહિતી આપવાની નથી. ભણાવવું એ સાચું માર્ગદર્શન આપવું, બાળકોના સ્વભાવને સમજીને તેની સાથે એ રીતે વર્તન કરતાં કરતાં શીખવવું એ કામ ટીચર જ કરી શકે. બીજું છે કલા અને એન્ટરટેઈન્મેન્ટ. AI ગીતો બનાવી શકે છે, પેઈન્ટિંગ બનાવી શકે છે પણ તેમાં માણસો જેવી ફિલિંગ્સ નહીં લાવી શકે. ટોપ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ જોબ્સ બિગ ડેટા સ્પેશિયાલિસ્ટ્સ 100% ફિનટેક એન્જિનીયર્સ 90% AI અને મશીન લર્નિંગ 82% સોફ્ટવેર એન્ડ એપ્લીકેશન્સ ડેવલપર્સ 58% ડેટા સ્પેશિયાલિસ્ટ 55% ઓટોનોમસ અને EV સ્પેશિયાલિસ્ટ 50% UI અને UX ડિઝાઈન 45% નાના ટેમ્પો ચલાવતા ડ્રાઈવર 42% ઈન્ટરનેટ ઓફ થિંગ્સ સ્પેશિયાલિસ્ટ 40% ડેટા એનાલિસ્ટ 40% એન્વાયર્મેન્ટલ એન્જિનીયર્સ 38% ઈન્ફોર્મેશન સિક્યોરિટી એનાલિસીસ 35% રિન્યુએબલ એનર્જી એન્જિનીયર્સ 30% ટોપ ફાસ્ટેસ્ટ ડિક્લાઈંગ જોબ પોસ્ટ ઓફિસ ક્લાર્ક 50% બેન્ક ક્લાર્ક 45% ડેટા એન્ટ્રી ઓપરેટર્સ 35% કેશિયર અને ટિકિટ ક્લાર્ક 25% પ્રિન્ટિંગ અને ટ્રેડ વર્કર્સ 20% હિસાબનીશ 15% કંડક્ટર, ડોર ટુ ડોર સેલ્સ વર્કર્સ, છાપાંના ફેરિયા, ગ્રાફિક ડિઝાઈનર્સ 12% લીગલ સેક્રેટરીઝ 10% ટેલિમેકર્સ 10% હવે ગ્રીન એનર્જી સેક્ટરની વાત કરીએ... વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટનું નામ છે - ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ-2025. આ રિપોર્ટ તો એવું કહે છે કે, કેટલીક નવી જ નોકરીઓ ઊભી થશે. કારણ કે નવી જ ઈન્ડસ્ટ્રીઝ ઊભી થવાની છે. છેલ્લા દસ વર્ષમાં ક્લાઈમેટ ચેન્જને લઈને જાગૃતિ વધી છે. ઘણા દેશોની સરકારોએ અને જાયન્ટ બિઝનેસ ટાયકૂન્સે પણ ગ્રીન એનર્જીમાં જંગી રોકાણ કર્યું છે. ઘણી કંપનીઓ સોલાર અને વીન્ડ એનર્જીના મોટા મોટા પ્લાન્ટ લગાવી રહી છે. ગ્રીન એનર્જી પોતે જ હવે એમ્પાયર બની ગયું છે. 2000ના વર્ષમાં દુનિયામાં સોલારથી માત્ર 1.2 ગીગાવોટ વીજળી ઉત્પન્ન થતી હતી. 2023 સુધીમાં તો સોલારથી 1420 ગીગાવોટ વીજળી ઉત્પન્ન થવા લાગી છે. ભારતની વાત કરીએ તો 2016માં સોલારથી માત્ર 3 ગીગાવોટ વીજળી બનતી હતી. છેલ્લા દાયકામાં એવું પરિવર્તન આવ્યું કે આજે ભારત સોલારથી 100 ગીગાવોટ વીજળી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. એવી રીતે EV સેક્ટર છે. એમાં ય ઈલેક્ટ્રીક કારની વાત જ અલગ છે. 2013માં દુનિયામાં 3 લાખ જ ઈલેક્ટ્રીક કાર હતી. 2024 સુધીમાં આ આંકડો 5 કરોડ સુધી પહોંચી ગયો છે. ટેસ્લાથી લઈને ટાટા, બધા એ હોડમાં છે કે કોણ સસ્તી ઈલેક્ટ્રીક કાર બનાવે. પેટ્રોલ-ડિઝલનો દોર ધીમે ધીમે જઈ રહ્યો છે અને તેનું સ્થાન ઈવી લેશે. આ બધા વચ્ચે કેટલાકની રોજીરોટી છીનવાશે. જેમ કે, કોલસા-પેટ્રોલ ખોદનારાની ડિમાન્ડ ઘટશે, રિફાઈનરીમાં કામ કરનારાની તિજોરી પર અસર પડશે અને પાવર પ્લાન્ટના કર્મચારી કે જે કોલસામાંથી વીજળી બનાવે છે તેનું કામ છીનવાશે. પણ, સોલાર ટેકનોલોજી અને વેસ્ટ મેનેજમેન્ટ જેવી સ્કીલ શીખી લીધી તો તમે તમારું ભવિષ્ય સેફ રાખી શકશો. AI નવી 18 લાખ નોકરીઓ ઊભી પણ કરશે રિપોર્ટમાં દાવો છે કે, 2030 સુધીમાં AI થકી નવી 18 લાખ નોકરીઓ ઊભી થશે. જેમ કે હાઈ લેવલ કોડિંગ, રોબોટ બનાવનારા એન્જિનીયર્સ, બિગ ડેટાને મેનેજ કરનારા ડેટા સાયન્ટિસ્ટ. AI અને રોબોટિક ટેકનોલોજીના કારણે 48 લાખ લો સ્કીલ્ડ જોબ પર ખતરો તોળાઈ રહ્યો છે. માત્ર ખાનગી જ નહીં, સરકારી નોકરીઓ પર પણ AIની નજર છે. સવારે ટહેલતાં ટહેલતાં ઓફિસે પહોંચો, ચાની ચૂસકી મારો, પાન-માવા ચાવો, સાંજ પડે ઘરે... આ સરકારી સિસ્ટમ બદલાઈ જવાની છે. રિપોર્ટ કહે છે કે, 2030 સુધીમાં 34 ટકા કામ જ સરકારી કર્મચારીઓ કરશે બાકી બધું ઓટોમેશન થઈ જશે. એટલે સરકારી સિસ્ટમમાં ક્લાર્કની જરૂર તો રહેશે જ નહીં. AIને રોકી શકાશે નહીં. કેટલીક જોબ્સ આવશે, કેટલીક જશે... આ બધો સ્કીલનો ખેલ છે. જે એપગ્રેડ રહેશે તે ટકી જશે. વસ્તીનું બદલાતું રૂપ પણ નોકરીનો પ્રકાર બદલી નાખશે... દર વખતે પરિવર્તનનું કારણ ટેકનોલોજી જ ન હોય. દેશના નેતાઓ એક શબ્દનો પ્રયોગ કર્યા કરે છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે એવી સ્થિતિ જ્યારે દેશમાં યુવાનોની સંખ્યા વધારે હોય અને વડીલો ઓછા હોય. હા, આ યુવાનોને નોકરીઓ તો તરત મળી જાય પણ તેની એક શરત છે કે, યુવાનોને સાચી દિશામાં સ્કીલ શીખવી પડશે. રિપોર્ટ કહે છે કે ભારતમાં યુવાનોને સ્કીલફૂલ બનાવવાની જરૂર છે. તો જ નવી નોકરીઓ પેદા થશે. જેમ કે, ટીચર્સ, કાઉન્સેલર્સ અને ટ્રેનર્સ જે નવી જનરેશનને તૈયાર કરે. બીજી તરફ કેટલાક એવા દેશો જેમ કે અમેરિકા, જાપાન અને યુરોપ જ્યાં વસ્તીમાં વડીલોની સંખ્યા વધારે છે. આનો ફાયદો એ છે કે, વડીલો માટે કેર ટેકર્સ, નર્સ, મેડિકલ ફિલ્ડમાં નવી તકો ઊભી થશે. એટલે આજના યુવાનોએ હવે બદલાતી વસ્તીનું રૂપ ધ્યાનમાં રાખીને પોતાની સ્કીલ ડેવલપ કરવી પડશે. 2030 સુધીમાં કેટલું કામ માણસ કરશે અને કેટલું ઓટોમેશનથી થશે? મેડિકલ અને હેલ્થકેર સર્વિસ અત્યારે માણસો કામ કરી રહ્યા છે : 50% માણસો કામ કરશે : 34% ઓટોમેશનથી થશે : 54% સરકારી અને ખાનગી ઓફિસો અત્યારે માણસો કામ કરી રહ્યા છે : 53% માણસો કામ કરશે : 34% ઓટોમેશનથી થશે : 54% એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અત્યારે માણસો કામ કરી રહ્યા છે: 42% માણસો કામ કરશે : 31% ઓટોમેશનથી થશે : 59% એનર્જી ટેકનોલોજી અત્યારે માણસો કામ કરી રહ્યા છે: 43% માણસો કામ કરશે : 32% ઓટોમેશનથી થશે : 63% રિટેલ અને હોલસેલ માલનું વેચાણ અત્યારે માણસો કામ કરી રહ્યા છે: 56% માણસો કામ કરશે : 42% ઓટોમેશનથી થશે : 65% એજ્યુકેશન અને ટ્રેનિંગ અત્યારે માણસો કામ કરી રહ્યા છે: 57% માણસો કામ કરશે : 39% ઓટોમેશનથી થશે : 71% રિયલ એસ્ટેટ અત્યારે માણસો કામ કરી રહ્યા છે: 64% માણસો કામ કરશે : 42% ઓટોમેશનથી કામ થશે : 76% IT સર્વિસીસ અત્યારે માણસો કામ કરી રહ્યા છે: 41% માણસો કામ કરશે : 26% ઓટોમેશનથી કામ થશે : 80% માઈનિંગ અને મેટલ અત્યારે માણસો કામ કરી રહ્યા છે: 42% માણસો કામ કરશે : 28% ઓટોમેશનથી કામ થશે : 85% સપ્લાય ચેઈન અને ટ્રાન્સપોર્ટેશન અત્યારે માણસો કામ કરી રહ્યા છે: 49% માણસો કામ કરશે : 34% ઓટોમેશનથી કામ થશે : 87% ઓટોમોટિવ અને એરોસ્પેસ અત્યારે માણસો કામ કરી રહ્યા છે: 46% માણસો કામ કરશે : 31% ઓટોમેશનથી કામ થશે : 89% ખેતી, વન અને માછીમારી અત્યારે માણસો કામ કરી રહ્યા છે: 51% માણસો કામ કરશે : 35% ઓટોમેશનથી કામ થશે : 93% ઓઈલ અને ગેસ અત્યારે માણસો કામ કરી રહ્યા છે: 36% માણસો કામ કરશે : 26% ઓટોમેશનથી કામ થશે : 146% ઈલેક્ટ્રોનિક્સ અત્યારે માણસો કામ કરી રહ્યા છે: 40% માણસો કામ કરશે : 25% ઓટોમેશનથી કામ થશે : 100% ભારતની શું સ્થિતિ છે? વ્હીબોક્સ નામની સંસ્થા છે. તે ભારત સરકારની સંસ્થા AICTE એટલે ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અને CII એટલે કોન્ફેડેરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી સાથે મળીને દર વર્ષે એક રિપોર્ટ તૈયાર કરે છે. તેનું નામ છે - ઈન્ડિયા સ્કીલ રિપોર્ટ. આના માટે એમ્પ્લોયબિલિટી ટેસ્ટ કરાય છે. જો કોઈ વ્યક્તિ 60 ટકાથી વધારે સ્કોર કરે છે તો તેને નોકરી આપવા લાયક મનાય છે. 2024માં 3 લાખ 88 હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો. તેમાં 18થી 29 વર્ષના યુવાનોને સામેલ કરવામાં આવ્યા. જેમાંથી 51.2 ટકા યુવાનો જ તેને પાસ કરી શક્યા. તેમાંથી પણ કોમ્પ્યુટર સાયન્સની સ્કીલ જોઈએ તો B.E અને B.Techના 66 ટકા જ યુવાનો નોકરી આપવા લાયક નીકળ્યા. મિકેનિકલ એન્જિયનીયરિંગમાં 54 ટકા તો MBAની ડિગ્રી ધરાવતા 71 ટકા લોકો એમ્પ્લોયેબલ હતા. B.Com, B.A, ITI અને પોલિટેકનિકના નોકરી લાયકના આંકડા જોઈએ તો એ પણ બહુ નીચા છે. સવાલ એ છે કે 2025માં ભારતની આ દશા છે તો આવનારા પાંચ વર્ષમાં કેટલા યુવાનોને, કઈ પ્રકારની સ્કીલ શીખવી શકીશું? છેલ્લે, દોડવીર ઉસેન બોલ્ટનું એક વાક્ય છે, ટેલેન્ટ કુદરતી હોય છે પણ સ્કિલ તો આપણે પોતે જ ડેવલપ કરવી પડે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow