માહિતી અપાઇ:સાયબર ફ્રોડથી બચવા ફોનમાં સેટિંગ કરવાની માહિતી અપાઇ
સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજ ખેરગામમાં સંસ્થાના આચાર્ય ડૉ.એસ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ IQAC અને સાયબર ક્લબ અંતર્ગત ‘સાયબર સિક્યુરીટી અવરનેસ’ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમ સાયબર ક્લબ દ્વારા Digital Privacy Data Protection Month(August 2025) ને ધ્યાનમાં રાખી તથા કોલેજના વિદ્યાર્થીઓ આ બાબતે જાગૃત થાય, તેના અનુસંધાને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કોલેજના આચાર્ય દ્વારા આજના સમયમાં સાયબર સુરક્ષાના મહત્વ વિશે ટૂંકમાં માહિતી આપી, તેમજ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને તથા સમાજમાં જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે તે વિશે અવગત કર્યા હતા. ખેરગામ પોલીસ સ્ટેશનમાંથી આવેલ મહેશભાઇ દ્વારા કાર્યક્રમના અંતર્ગત તેમણે PPTના માધ્યમથી સાયબર ક્રાઇમના વિવિધ પ્રકારો વિશે, વિવિધ રીતે થતાં ક્રાઇમના વિવિધ પ્રકારો જેમ કે, ડીજીટલ એરેસ્ટ, શેર માર્કેટ ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ લોન એપ્લીકેશન ફ્રોડ, ન્યુડ વિડીયો કોલીંગ ફ્રોડ, મેટ્રોમોનીયલ ફ્રોડ,જોબ ફ્રોડ, OLXફ્રોડ, ગીફ્ટ ફ્રોડ, લીંક દ્વારા ફ્રોડ ઉપરાંત વધુમાં સાયબર અંતર્ગત કોઈ છેતરપીંડી થાય ત્યારે કેવા પગલાં લેવા જોઈએ, સાયબર ફ્રોડથી બચવા આપણાં મોબાઇલમાં કેવા સેટિંગ્સ રાખવા વગેરે વિષયોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા વિવિધ પ્રશ્નોનો ઉત્તર પણ વક્તા દ્વારા ઉદાહરણ આપી સમજાવ્યા હતા. ત્યારબાદ કોલેજના અધ્યાપક અમિતભાઈએ પોતાને થયેલા “બેન્કફ્રોડ “સાયબર ક્રાઇમને લગતા અનુભવો વિદ્યાર્થીઓને જણાવ્યા,તથા આ બાબતે જાગૃત રહેવા પર ભાર મૂક્યો હતો. ખેરગામ પોલીસ સ્ટેશનમાંથી ASI સુમિત્રાબેન, PC મહેશભાઇ અને PC ગીરીશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાયબર ક્લબના કોર્ડીનેટર દિનેશભાઈ અને પ્રા. દીપકકુમાર વી. પટેલ દ્વારા કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી.

What's Your Reaction?






