ઇડરના 7 ગામના ખેડૂતોનો વિરોધ:NH-168G માટે જમીન સંપાદનમાં અસમાન વળતર સામે કલેક્ટરને આવેદન, પ્રતિ ચોરસ મીટર ₹1000ની માંગ

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાંથી પસાર થતા ભારત માલા રોડના જમીન સંપાદનને લઈને ઇડર તાલુકાના 7 ગામના ખેડૂતોએ આજે હિંમતનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જમીન સંપાદન એવોડમાં વિષમતા હોવાની રજૂઆત કરી હતી. મણિયોર ગામથી બડોલી ગામ સુધીના વિસ્તારમાંથી ભારત માલા નેશનલ હાઇવે 168G માટે કેન્દ્ર સરકાર દ્વારા જમીન સંપાદનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ જમીન સંપાદનમાં 7 ગામના 280 ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ચોરસ મીટરના ભાવો મંજૂર નથી. મંગળવારે ખેડૂતોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ બહુમાળી ભવન પહોંચી ખેડૂતોએ રામધૂન કરી હતી. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધને ખેડૂતોએ લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોની રજૂઆત મુજબ, તેમને ₹102થી ₹410 પ્રતિ ચોરસ મીટરનું વળતર ઓછું અને અસમાન છે. ખેડૂતો ₹1000 પ્રતિ ચોરસ મીટર પ્રમાણે વળતર ચૂકવવાની માગણી કરી રહ્યા છે. જમીન સંપાદન વળતર જંત્રી અથવા બજાર વેલ્યુ પ્રમાણે એવોડ ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો છે. અગ્રણી કલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જો વિષમતા દૂર નહીં થાય તો આગામી દિવસોમાં ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવશે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય વળતર નહીં ચૂકવાય તો તેઓ જમીન પણ નહીં આપે.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow