વરસાદ પહેલાં વાયરો ખુલ્લા, જીવ જાય તો જવાબદારી તમારી:અમદાવાદના મેયર-કમિશનરનાં ઘરની બહાર જ સ્ટ્રીટલાઇટના પોલના વાયરો ખુલ્લા; ગંભીર દુર્ઘટનાની ભીતિ, પણ AMC ફરજ ચૂક્યું

વરસાદ પહેલાં વાયરો ખુલ્લા, પણ જો જીવ જાય તો જવાબદારી નાગરિકની? અમદાવાદમાં સામાન્ય રીતે વરસાદમાં કરંટ લાગવાથી કેટલાક લોકોનાં મૃત્યુ તેમજ ગંભીર ઇજાઓ થતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટલાઈટના પોલમાંથી લોકો પાવર ચોરી કરીને જંકશન બોક્સ તેમજ પાવર ફીડર સેક્શન બોક્સ ખુલ્લા મૂકી દેતા હોય છે. AMCએ પોતાની ફરજ નિભાવવાને બદલે સ્ટ્રીટલાઈટ પોલના કારણે કરંટ લાગવાથી કોઈ વ્યક્તિને જાનહાનિ થશે તો એની જવાબદારી નાગરિકો પર ઢોળી દીધી છે. દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે અમદાવાદના મેયર-કમિશનરનાં ઘરની બહાર જ સ્ટ્રીટલાઇટના પોલના વાયરો ખુલ્લા છે. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ પોલના વાયરો ખુલ્લી હાલતમાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એને યોગ્ય રીતે બંધ કરવામાં આવ્યા નથી, જેના કારણે ગમે ત્યારે સ્ટ્રીટલાઈટના પોલમાંથી ચોમાસા દરમિયાન કોઈ ગંભીર દુર્ઘટના ઘટી શકે છે. મેયર બંગલાની સામે જ સ્ટ્રીટલાઇટ પોલના વાયર ખુલ્લા શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા સ્ટ્રીટલાઇટના પોલની દિવ્ય ભાસ્કરે જ્યારે તપાસ કરી તો અનેક સ્ટ્રીટલાઇટ પોલનાં બોક્સ ખુલ્લી હાલતમાં જોવા મળ્યાં હતાં. વાયરો બહાર લટકતા હતા. શહેરના પ્રથમ નાગરિક એવાં મેયર પ્રતિભા જૈનના લો ગાર્ડન ખાતે આવેલા બંગલા અને મ્યુનિસિપલ કમિશનરના બંગલાની સામે જ સ્ટ્રીટલાઇટના પોલના બોક્સ અને વાયરો ખુલ્લી હાલતમાં જોવા મળ્યા હતા. બાજુમાં આવેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલના બંગલાની સામે પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. રિવરફ્રન્ટ રોડ પર પણ દર 10 પોલ બાદ એક પોલ ખુલ્લો લો ગાર્ડન, હેપ્પી સ્ટ્રીટ કે જ્યાં લોકો નાનાં બાળકો સાથે હરવા-ફરવા આવતાં હોય છે ત્યાં પણ વાયરો ખુલ્લા જોવા મળ્યા હતા. તો શહેરના પૂર્વ વિસ્તારમાં પણ અનેક જગ્યાએ આવા ખુલ્લા વાયરો જોવા મળ્યા. આ સાથે શહેરના વિવિધ બ્રિજો પર પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. સાબરમતી રિવરફ્રન્ટ, જ્યાં મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ બેસે છે એવા રિવરફ્રન્ટ હાઉસની બહારના ભાગે પણ સ્ટ્રીટલાઈટ પોલના વાયર ખુલ્લા છે. રિવરફ્રન્ટ રોડ પર પણ દર 10 પોલ બાદ એક પોલ ખુલ્લો જોવા મળે છે. જાહેરાત આપી લોકો પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ એક તરફ ચોમાસાની સિઝન આવે એટલે સ્ટ્રીટલાઈટના પોલથી વીજકરંટ લાગવાની ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કોઇ જવાબદારી ના હોય એમ દર વર્ષે જાહેરાત આપી લોકો વીજ વાયર ખોલી ચોરી કરે છે અને એના કારણે વાયરો ખુલ્લા રહી જતા હોવાથી જાનહાનિ થાય છે એમ કહી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટલાઈટ વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. મોટા ભાગના સ્ટ્રીટલાઇટ પોલ ખુલ્લી હાલતમાં છે, જેને ચોમાસા પહેલાં દરેક જગ્યાએ તપાસ કરીને બંધ કરવા જરૂરી છે, પરંતુ લાઈટ વિભાગના અધિકારીઓ ક્યારેય રાઉન્ડમાં નીકળી આની તપાસ કરતા નથી. જો આવી ઘટના બનતી હોય તો તપાસ કરીને ફરિયાદ કરવાની જગ્યાએ જાહેરાત આપી લોકો પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે જાહેરાત આપી ચેતવી દીધા મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરાત આપીને જણાવી દેવામાં આવ્યું છે કે સ્ટ્રીટલાઈટની સુવિધા માટે ઊભા કરવામાં આવતા તમામ સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા તેના પાવર ફીડિંગ સેક્શન અને એને કનેક્ટિંગ કેબલ નેટવર્ક સુરક્ષાનાં તમામ પાસાંની ચકાસણી કરી ચાલું કરવામાં આવે છે. ત્યાર બાદ ગેરકાયદે રીતે સામાજિક અને ધાર્મિક પ્રસંગો દરમિયાન સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા એના પાવર ફીડિંગ સેક્શનમાંથી પાવર લેતાં સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા તેના પાવર ફીડિંગ સેક્શન સાથે ઢોરઢાંખર (પશુ-પ્રાણી) બાંધતાં, સ્ટ્રીટલાઈટના પોલ્સ પર તાર કે વાયર બાંધીને કપડાં સૂકવતા તેમજ જાહેરાતનાં હોર્ડિંગ્સ લગાવતાં હોય છે, જેનાથી એમાં કરંટ લાગવાની અને જાનહાનિ થવાની શકયતા છે. કેટલીક જગ્યાએ સ્ટ્રીટલાઈટના પોલ્સ-કેબલ નેટવર્ક પર દબાણ કેટલીક જગ્યાએ સ્ટ્રીટલાઈટના પોલ્સ અને કેબલ નેટવર્ક પર દબાણ કરી કવર કરી દેતાં તથા સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા તેના પાવર ફીડિંગ સેક્શનમાંથી કેબલ કાપી તથા એને આનુષંગિક ઇલેક્ટ્રિકલ પ્રોટેકશન સિસ્ટમ માટેના જરૂરી રીલે, ફયુઝ, એમ.સી.બી.,ઈ.એલ.સી.બી. વગેરે જેવી ઈલેક્ટ્રિક ઇક્વિપમેન્ટસની ચોરી કરીને પાવર ફીડિંગ સેક્શનને ગંભીર હાલતમાં મૂકવામાં આવે છે. સ્ટ્રીટલાઈટના વાયરો, જંક્શન બોકસ તેમજ પાવર ફીડિંગ સેક્શનને ખુલ્લા મૂકતા હોવાનુ માલૂમ પડ્યું છે, જે અત્યંત ગંભીર બાબત છે. ‘સ્ટ્રીટલાઈટના પોલ્સ-પાવર ફીડિંગ સેક્શનને અડકવું નહીં’ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા પાવર ફીડિંગ સેક્શનમાં 230-440 વોલ્ટનો જીવંત પાવર હોય છે, જેને અડવાથી એમાં કરંટ લાગવાનો અને જાનહાનિ થવાની પૂરેપૂરી સંભાવના છે, તેથી જાહેર જનતાને આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જાહેર ચેતવણી આપવામાં આવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા પાવર ફીડિંગ સેક્શનને ચાલુ કે બંધમાં પણ અડકવું નહીં. એમાંથી ગેરકાયદે રીતે પાવર લેવો નહિ તથા સ્ટ્રીટલાઈટના પોલ્સ અને તેના પાવર ફીડિંગ સેક્શનમાંથી કેબલ કાપી તથા તેને આનુષંગિક ઇલેક્ટ્રિકલ પ્રોટેકશન સિસ્ટમ માટે જરૂરી રીલે, ફયુઝ, એમ.સી.બી. વગેરે જેવી ઈલેક્ટ્રિક ઇક્વિપમેન્ટની ચોરી કરવી નહીં, પાવર ફીડિંગ સેક્શન સાથે પોતાના પાલતું ઢોરઢાંખર (પશુ-પ્રાણી) બાંધવા નહીં. ‘જાનહાનિ થઈ તો જવાબદારી જે-તે વ્યક્તિની’ સ્ટ્રીટલાઇટના પોલ્સ પર તાર કે વાયર બાંધીને કપડાં સૂકવવા નહીં, સ્ટ્રીટલાઇટ પોલ્સ ફીડિગ સેક્શન પાસે ખોરાક(એઠવાડ) નાખવો નહીં અને જો કોઈ શખસ સ્ટ્રીટલાઈટ પોલ્સ તથા પાવર ફીડિંગ સેક્શનમાંથી ચોરી કરશે કે અડકશે કે ગેરકાયદે રીતે પાવર લેતો જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો તેમ કરવામાં વીજકરંટ લાગવાની, કોઈ જાનહાનિ થવાની કે અન્ય કોઈપણ નુકસાન થશે તો એ અંગેની તમામ જવાબદારી જે-તે વ્યક્તિની રહેશે, જેના માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની કોઇપણ જાતની જવાબદારી રહેશે નહીં. સ્ટ્રીટલાઈટના જે પોલ ખુલ્લા છે, એને બંધ કરવાની સૂચના આપું છું: ડેપ્યુટી મ્યુનિ. કમિ

Jun 6, 2025 - 20:21
 0
વરસાદ પહેલાં વાયરો ખુલ્લા, જીવ જાય તો જવાબદારી તમારી:અમદાવાદના મેયર-કમિશનરનાં ઘરની બહાર જ સ્ટ્રીટલાઇટના પોલના વાયરો ખુલ્લા; ગંભીર દુર્ઘટનાની ભીતિ, પણ AMC ફરજ ચૂક્યું
વરસાદ પહેલાં વાયરો ખુલ્લા, પણ જો જીવ જાય તો જવાબદારી નાગરિકની? અમદાવાદમાં સામાન્ય રીતે વરસાદમાં કરંટ લાગવાથી કેટલાક લોકોનાં મૃત્યુ તેમજ ગંભીર ઇજાઓ થતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટલાઈટના પોલમાંથી લોકો પાવર ચોરી કરીને જંકશન બોક્સ તેમજ પાવર ફીડર સેક્શન બોક્સ ખુલ્લા મૂકી દેતા હોય છે. AMCએ પોતાની ફરજ નિભાવવાને બદલે સ્ટ્રીટલાઈટ પોલના કારણે કરંટ લાગવાથી કોઈ વ્યક્તિને જાનહાનિ થશે તો એની જવાબદારી નાગરિકો પર ઢોળી દીધી છે. દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે અમદાવાદના મેયર-કમિશનરનાં ઘરની બહાર જ સ્ટ્રીટલાઇટના પોલના વાયરો ખુલ્લા છે. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ પોલના વાયરો ખુલ્લી હાલતમાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એને યોગ્ય રીતે બંધ કરવામાં આવ્યા નથી, જેના કારણે ગમે ત્યારે સ્ટ્રીટલાઈટના પોલમાંથી ચોમાસા દરમિયાન કોઈ ગંભીર દુર્ઘટના ઘટી શકે છે. મેયર બંગલાની સામે જ સ્ટ્રીટલાઇટ પોલના વાયર ખુલ્લા શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા સ્ટ્રીટલાઇટના પોલની દિવ્ય ભાસ્કરે જ્યારે તપાસ કરી તો અનેક સ્ટ્રીટલાઇટ પોલનાં બોક્સ ખુલ્લી હાલતમાં જોવા મળ્યાં હતાં. વાયરો બહાર લટકતા હતા. શહેરના પ્રથમ નાગરિક એવાં મેયર પ્રતિભા જૈનના લો ગાર્ડન ખાતે આવેલા બંગલા અને મ્યુનિસિપલ કમિશનરના બંગલાની સામે જ સ્ટ્રીટલાઇટના પોલના બોક્સ અને વાયરો ખુલ્લી હાલતમાં જોવા મળ્યા હતા. બાજુમાં આવેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલના બંગલાની સામે પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. રિવરફ્રન્ટ રોડ પર પણ દર 10 પોલ બાદ એક પોલ ખુલ્લો લો ગાર્ડન, હેપ્પી સ્ટ્રીટ કે જ્યાં લોકો નાનાં બાળકો સાથે હરવા-ફરવા આવતાં હોય છે ત્યાં પણ વાયરો ખુલ્લા જોવા મળ્યા હતા. તો શહેરના પૂર્વ વિસ્તારમાં પણ અનેક જગ્યાએ આવા ખુલ્લા વાયરો જોવા મળ્યા. આ સાથે શહેરના વિવિધ બ્રિજો પર પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. સાબરમતી રિવરફ્રન્ટ, જ્યાં મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ બેસે છે એવા રિવરફ્રન્ટ હાઉસની બહારના ભાગે પણ સ્ટ્રીટલાઈટ પોલના વાયર ખુલ્લા છે. રિવરફ્રન્ટ રોડ પર પણ દર 10 પોલ બાદ એક પોલ ખુલ્લો જોવા મળે છે. જાહેરાત આપી લોકો પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ એક તરફ ચોમાસાની સિઝન આવે એટલે સ્ટ્રીટલાઈટના પોલથી વીજકરંટ લાગવાની ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કોઇ જવાબદારી ના હોય એમ દર વર્ષે જાહેરાત આપી લોકો વીજ વાયર ખોલી ચોરી કરે છે અને એના કારણે વાયરો ખુલ્લા રહી જતા હોવાથી જાનહાનિ થાય છે એમ કહી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટલાઈટ વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. મોટા ભાગના સ્ટ્રીટલાઇટ પોલ ખુલ્લી હાલતમાં છે, જેને ચોમાસા પહેલાં દરેક જગ્યાએ તપાસ કરીને બંધ કરવા જરૂરી છે, પરંતુ લાઈટ વિભાગના અધિકારીઓ ક્યારેય રાઉન્ડમાં નીકળી આની તપાસ કરતા નથી. જો આવી ઘટના બનતી હોય તો તપાસ કરીને ફરિયાદ કરવાની જગ્યાએ જાહેરાત આપી લોકો પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે જાહેરાત આપી ચેતવી દીધા મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરાત આપીને જણાવી દેવામાં આવ્યું છે કે સ્ટ્રીટલાઈટની સુવિધા માટે ઊભા કરવામાં આવતા તમામ સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા તેના પાવર ફીડિંગ સેક્શન અને એને કનેક્ટિંગ કેબલ નેટવર્ક સુરક્ષાનાં તમામ પાસાંની ચકાસણી કરી ચાલું કરવામાં આવે છે. ત્યાર બાદ ગેરકાયદે રીતે સામાજિક અને ધાર્મિક પ્રસંગો દરમિયાન સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા એના પાવર ફીડિંગ સેક્શનમાંથી પાવર લેતાં સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા તેના પાવર ફીડિંગ સેક્શન સાથે ઢોરઢાંખર (પશુ-પ્રાણી) બાંધતાં, સ્ટ્રીટલાઈટના પોલ્સ પર તાર કે વાયર બાંધીને કપડાં સૂકવતા તેમજ જાહેરાતનાં હોર્ડિંગ્સ લગાવતાં હોય છે, જેનાથી એમાં કરંટ લાગવાની અને જાનહાનિ થવાની શકયતા છે. કેટલીક જગ્યાએ સ્ટ્રીટલાઈટના પોલ્સ-કેબલ નેટવર્ક પર દબાણ કેટલીક જગ્યાએ સ્ટ્રીટલાઈટના પોલ્સ અને કેબલ નેટવર્ક પર દબાણ કરી કવર કરી દેતાં તથા સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા તેના પાવર ફીડિંગ સેક્શનમાંથી કેબલ કાપી તથા એને આનુષંગિક ઇલેક્ટ્રિકલ પ્રોટેકશન સિસ્ટમ માટેના જરૂરી રીલે, ફયુઝ, એમ.સી.બી.,ઈ.એલ.સી.બી. વગેરે જેવી ઈલેક્ટ્રિક ઇક્વિપમેન્ટસની ચોરી કરીને પાવર ફીડિંગ સેક્શનને ગંભીર હાલતમાં મૂકવામાં આવે છે. સ્ટ્રીટલાઈટના વાયરો, જંક્શન બોકસ તેમજ પાવર ફીડિંગ સેક્શનને ખુલ્લા મૂકતા હોવાનુ માલૂમ પડ્યું છે, જે અત્યંત ગંભીર બાબત છે. ‘સ્ટ્રીટલાઈટના પોલ્સ-પાવર ફીડિંગ સેક્શનને અડકવું નહીં’ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા પાવર ફીડિંગ સેક્શનમાં 230-440 વોલ્ટનો જીવંત પાવર હોય છે, જેને અડવાથી એમાં કરંટ લાગવાનો અને જાનહાનિ થવાની પૂરેપૂરી સંભાવના છે, તેથી જાહેર જનતાને આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જાહેર ચેતવણી આપવામાં આવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટલાઈટના પોલ્સ તથા પાવર ફીડિંગ સેક્શનને ચાલુ કે બંધમાં પણ અડકવું નહીં. એમાંથી ગેરકાયદે રીતે પાવર લેવો નહિ તથા સ્ટ્રીટલાઈટના પોલ્સ અને તેના પાવર ફીડિંગ સેક્શનમાંથી કેબલ કાપી તથા તેને આનુષંગિક ઇલેક્ટ્રિકલ પ્રોટેકશન સિસ્ટમ માટે જરૂરી રીલે, ફયુઝ, એમ.સી.બી. વગેરે જેવી ઈલેક્ટ્રિક ઇક્વિપમેન્ટની ચોરી કરવી નહીં, પાવર ફીડિંગ સેક્શન સાથે પોતાના પાલતું ઢોરઢાંખર (પશુ-પ્રાણી) બાંધવા નહીં. ‘જાનહાનિ થઈ તો જવાબદારી જે-તે વ્યક્તિની’ સ્ટ્રીટલાઇટના પોલ્સ પર તાર કે વાયર બાંધીને કપડાં સૂકવવા નહીં, સ્ટ્રીટલાઇટ પોલ્સ ફીડિગ સેક્શન પાસે ખોરાક(એઠવાડ) નાખવો નહીં અને જો કોઈ શખસ સ્ટ્રીટલાઈટ પોલ્સ તથા પાવર ફીડિંગ સેક્શનમાંથી ચોરી કરશે કે અડકશે કે ગેરકાયદે રીતે પાવર લેતો જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો તેમ કરવામાં વીજકરંટ લાગવાની, કોઈ જાનહાનિ થવાની કે અન્ય કોઈપણ નુકસાન થશે તો એ અંગેની તમામ જવાબદારી જે-તે વ્યક્તિની રહેશે, જેના માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની કોઇપણ જાતની જવાબદારી રહેશે નહીં. સ્ટ્રીટલાઈટના જે પોલ ખુલ્લા છે, એને બંધ કરવાની સૂચના આપું છું: ડેપ્યુટી મ્યુનિ. કમિશનર કોર્પોરેશનના લાઈટ વિભાગના અધિકારી એમકે નિનામાનો દિવ્ય ભાસ્કરે ટેલિફોનિક સંપર્ક કરતાં નો રિપ્લાય આવ્યો હતો. જ્યારે લાઈટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્ટ્રીટલાઈટના પોલમાં જે બોક્સ ખુલ્લાં હોય એને બંધ કરવાનાં હોય છે. તમામ જગ્યાએ તપાસ કરી સ્ટ્રીટલાઈટના પોલ ખુલ્લી હાલતમાં છે, એને બંધ કરવાની સૂચના લાઈટ વિભાગના અધિકારીને આપું છું.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow