મારણ પરથી સિંહને હટાવી પજવણી, VIDEO:શિકાર કરતા સિંહને યુવકે ચિડાવ્યો તો હુમલાનો પ્રયાસ, વન વિભાગે લોકેશન શોધવા તપાસ શરૂ કરી

સૌરાષ્ટ્રમાં એક સિંહની પજવણી કરતો વીડિયો છેલ્લા 24 કલાકથી સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક યુવક સિંહે કરેલા શિકાર (મારણ) પાસે પહોંચીને તેની પજવણી કરતો જોવા મળે છે. સિંહે ગુસ્સે થઈ હુમલાનો પ્રયાસ કર્યો વીડિયોમાં લીલીછમ બાવળની કાંટાળી વનસ્પતિ વચ્ચે સિંહ દેખાય છે. યુવક સિંહની નજીક જઈને વીડિયો ઉતારતો હોવાથી સિંહ ગુસ્સે થઈને હુમલો કરવાનો પ્રયાસ કરે છે. આ ઘટના દરમિયાન કેટલાક સિંહ દર્શનાર્થીઓએ આ વીડિયો ઉતાર્યો હતો, જે હવે વાયરલ થયો છે. લોકેશન શોધવા વન વિભાગની તપાસ શરૂ ​​​​​​​વીડિયોમાં સંભળાતા ઓડિયો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના સૌરાષ્ટ્રના કોઈ બોર્ડર જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં બની હોઈ શકે છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (વાઈલ્ડ લાઈફ એક્ટ) હેઠળ આવી પજવણી ગંભીર ગુનો બને છે. વીડિયો વાયરલ થતાં વન વિભાગના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અલગ-અલગ રેન્જ ડિવિઝનમાં અધિકારીઓ દ્વારા વીડિયોમાં દેખાતા લોકેશનની ઓળખ માટે તપાસ હાથ ધરવામાં આવી છે. વીડિયો પાલીતાણા-શેત્રુંજી ડિવિઝન​​​​​​​ વિસ્તારનો હોવાનું અનુમાન વિશેષજ્ઞોના અનુમાન મુજબ આ વીડિયો પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતી જેસર, ગારીયાધાર, મહુવા, તળાજા, લીલીયા રેન્જનો અથવા ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી ખાંભા, તુલસીશ્યામ, સાવરકુંડલા રેન્જનો હોઈ શકે છે. હાલમાં અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના કયા ગામ કે વિસ્તારમાં આ ઘટના બની છે તે સ્પષ્ટ થયું નથી. વન વિભાગ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ ચાલુ છે.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow