જેલ ખાતે રક્ષાબંધનનું આયોજન:રક્ષાબંધને જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા
રક્ષાબંધનના પર્વ નિમિત્તે પરંપરાગત રીતે જિલ્લા જેલમાં સજા ભોગવતા ભાઈઓને પોતાની બહેન રાખડી બાંધી શકે તે માટે ભાવનગર જિલ્લા જેલના તંત્રવાહકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રક્ષાબંધનમાં પર્વમાં જિલ્લા જેલમાં પરિવારથી દૂર રહ્યાના લાંબા સમય બાદ જેલમાં ભાઈ અને બહેન મળતા ભાવુક દૃશ્યો સર્જાયા હતા. ભાવનગર જિલ્લા જેલમાં રક્ષાબંધનમાં રાખડી બાંધતા સમયે ભાઈઓ અને બહેનો રડીને એકબીજાને ભેંટી પડ્યાં હતાં. રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનોએ ભાઈ જલ્દી જેલમાંથી છુટી બહાર આવે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. જિલ્લા જેલમાં રક્ષાબંધન નિમિત્તે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરિય વિશ્વ વિદ્યાલય ભાવનગર આયોજીત કાર્યક્રમમાં કેદીઓને વ્યસન મુક્ત બનવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સાથે તેમના જીવનમાં નવી આશાનો સંચાર થાય અને જીવન ગુનામુક્ત બને તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

What's Your Reaction?






