સ્ટેટ જીએસટી વિભાગની કામગીરી:એપેલેટ ટ્રિબ્યુનલ કાર્યરત ન હોવાથી રાજ્યમાં 35 હજાર અપીલો પડતર
જીએસટી કાયદા તળે અનેક પ્રકારના કેસ દાખલ કરવામાં આવતા હોય છે અને કરદાતાને પણ દાખલ કરવામાં આવેલ કેસની અપીલ કરવાનો અધિકાર કાયદા તળે આપવામાં આવેલો છે. બીજી તરફ મંજૂર કરવામાં આવેલ ટ્રિબ્યુનલ હજુ પણ કાર્યરત થવાના એંધાણ નથી. એપેલેટ ટ્રિબ્યુનલમાં ભાવનગરને રાજકોટના અધિકાર ક્ષેત્ર તળે આવરી લેવામાં આવ્યુ છે. 1લી જુલાઇ 2017માં GST કાયદાના અમલીકરણ પછી, ગુજરાત રાજ્યમાં સક્રિય ડીલરોની કુલ સંખ્યા 13,02,447 છે, જેમાંથી 7,45,994 ડીલર રાજ્ય GSTના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. આજની તારીખે, ગુજરાત રાજ્ય GST હેઠળ કુલ 34,816 અપીલો પેન્ડિંગ છે. સ્ટેટ જીએસટી વિભાગે 22,000થી વધુ GST અપીલોનો અસરકારક રીતે નિકાલ કર્યો છે. કેસ દાખલ થવાએ નિયમિત પ્રક્રિયા છે જેથી અપીલોનો પ્રવાહ ચાલુ રહે છે. GST કાયદાની વૈધાનિક જોગવાઈઓ અનુસાર, GST એપેલેટ ટ્રિબ્યુનલનું બંધારણ કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. દેશભરમાં GST માળખાની સમાન લાગુતાને ધ્યાનમાં રાખીને, ટ્રિબ્યુનલ સંબંધિત જોગવાઈઓ ગુજરાત સહિત તમામ રાજ્યોમાં એક સાથે લાગુ કરવામાં આવશે. એપેલેટ ટ્રિબ્યુનલમાં ભાવનગરને રાજકોટના અધિકાર ક્ષેત્ર તળે સામેલ કરવામાં આવ્યુ છે. લાંબા સમયથી એપેલેટ ટ્રિબ્યુનલ કાર્યરત નહીં થવાને કારણે પણ અપીલના કેસોની સંખ્યા લગાતાર વધવા લાગી છે. GST કાયદા, 2017ની કલમ 107(1): આ કાયદા હેઠળ ન્યાયાધીશ દ્વારા પસાર કરાયેલા કોઈપણ નિર્ણય અથવા આદેશથી નારાજ કોઈપણ વ્યક્તિ આવા નિર્ણય અથવા આદેશની જાણ થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર અપીલેટ ઓથોરિટીને અપીલ કરી શકે છે. કલમ 107(4): જો અપીલેટ ઓથોરિટીને ખાતરી થાય કે અપીલકર્તાને શરૂઆતના ત્રણ મહિનાની અંદર અપીલ રજૂ કરવાથી પૂરતા કારણોસર અટકાવવામાં આવ્યો હતો, તો તે એક મહિનાના વધુ સમયગાળામાં અપીલ દાખલ કરવાની મંજૂરી આપી શકે છે.

What's Your Reaction?






