અટકાયત:કિફાયતનગરમાં ઘરવખરીની ચોરી કરનાર ત્રણ ચોર ઝબ્બે
હિંમતનગરને અડીને આવેલ ઝહીરાબાદના કિફાયતનગરમાં બંધ મકાનમાંથી રૂ.32 હજારની ઘરવખરીની ચોરી કરનાર સ્થાનિક ત્રણ શખ્સોને રૂરલ પોલીસે પકડી લીધા હતા. હડીયોલપુલ છાપરીયા નીચવાસમાં રહેતા મૈયુદ્દીન ઇબ્રાહીમશા ફકીર કિફાયતનગરમાં બનાવેલ બીજા મકાનની સફાઈ કરવા તા.29-07-25ના રોજ જતાં દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. ઘરમાંથી રૂ.32,500ની કિંમતની 38 વસ્તુઓની ચોરી થયાની ખબર પડતાં તેમણે રૂરલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કિફાયતનગરમાં રહેતા મોહમ્મદસિરાજ મોહમ્મદહુસેન ફકીર (25) (રહે. મનસૂરી સોસાયટી) સમદમિયાં ઉર્ફે લાલા મુસ્તુફામિયાં બાબુમિયાં શેખ (20) (રહે. ઇકરા મસ્જિદ સામે) અને આમીન શબ્બીરભાઈ મેમણ (રહે. ઈકરા મસ્જિદ સામે) ત્રણેય જણા ચોરી કરેલ ઘરવખરીનો સામાન ભરી રિક્ષા નં જીજે-27-ટીબી-4642 લઈને વેચવા નીકળ્યા છે. જેને પગલે રૂરલ પોલીસે રિક્ષા પકડી લઈ તપાસ કરતાં પ્લાસ્ટિકના કોથળામાં અને કપડાના પોટલામાંથી ઘરવખરીનો સામાન મળ્યો હતો.

What's Your Reaction?






