સાયબર ક્રાઈમે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોના પૈસા પાછા અપાવ્યા:52 અરજદારોએ ઠગાઈમાં ગુમાવેલ 22.54 લાખ સાયબર ક્રાઇમ પોલીસે પરત અપાવ્યા

હાલના સમયમાં સાયબર માફિયાઓ સક્રિય છે અને અલગ અલગ પ્રકારે લોકોને શીશામાં ઉતારી તેમના બેંક ખાતામાંથી રૂપિયા પડાવી લેતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.ત્યારે જુલાઈ મહિનામાં પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમે છેતરપિંડીનો ભોગ બનેલા 52 અરજદારોને રૂપિયા 22.54 લાખ પરત અપાવ્યા છે જયારે એકજ મહિનામાં 365 લોકો ભોગ બન્યા હોવાની અરજીઓ આવી છે. સાયબર ક્રાઈમના બનાવોમાં મોટા ભાગે લોન-લોટરી લાગી હોવાનું કહી લાલચ આપવામાં આવતી હોય છે તેમજ અનઓથોરાઈઝેડ ટ્રાન્ઝેકશન, જોબ, શોપિંગ, આર્મીના નામે અને ઓનલાઇ ખરીદી બાબતે લોકોના બેંક ખાતામાંથી રૂપિયા સેરવી લેવાતા હોય છે. ઠગાઈનો ભોગ બનેલા અરજદારો સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર 1930 પર પોતાની ફરિયાદ નોધાવે છે.જે બાદ પોલીસ ભોગ બનનારને મદદરૂપ થવા માટે ઠગાઈમાં અલગ અલગ બેંકમાં ગયેલા રૂપિયા ફ્રીઝ કરાવે છે.ત્યારે જુલાઈ મહિનામાં પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમે છેતરપિંડીનો ભોગ બનેલા 52 અરજદારોને કોર્ટ ઓર્ડર મેળવી ઠગાઈમાં ગયેલ રકમમાંથી કુલ રૂપિયા 22,54,212 બેંક ખાતામાં પરત અપાવ્યા છે.જયારે એકજ મહિનામાં કુલ 365 લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા હોવાની અરજીઓ આવી છે. સાયબર ક્રાઈમનો ભોગ બનવાથી બચવા માટે કોઈ પણ અજાણી લીંક ન ખોલવી જોઈએ અને મોબાઈલમાં કવચ 2.0 એપ્લીકેશન ઇન્સ્ટોલ રાખવું જોઈએ. સાચી પોલીસ ક્યારેય વિડીયો કોલ કરતી નથી હાલના સમયમાં ઇડી,સીબીઆઈ અને પોલીસના નામે ફોન કરી કેસ થવાની ધમકી આપી ડરાવવામાં આવે છે.અને બનાવટી દસ્તાવેજોના આધારે ચીટરો લોકોને જાળમાં ફસાવે છે.મની લોન્ડરિંગ અને સીમકાર્ડનો અસામાજિક પ્રવૃતિમાં વપરાશ થયાની મોડસ ઓપરેન્ડી અપનાવી ડીજીટલ અરેસ્ટ કર્યા બાદ તમામ રૂપિયા રીઝર્વ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહી ઠગાઈ આચરે છે. જેનો સીનીયર સિટીઝનો વધુ ભોગ બની રહ્યા છે.આવા સમયે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર પરિવાર,નજીકના પોલીસ મથકે અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર જાણ કરવી જોઈએ.સાચી પોલીસ વિડીયો કોલ કરી અરેસ્ટ કરવાની ધમકી આપતી નથી જેથી આવા ગુનેગારોએ આપેલ બેંક ખાતામાં રૂપિયા જમા કરવા નહિ.

Aug 2, 2025 - 06:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow