બાળકો ભરેલી સ્કૂલ વાને પાર્ક કારને ટક્કર મારી, CCTV:બેદરકાર સ્કૂલવાન ચાલક અકસ્માત સર્જી આંખના પલકારે પલાયન, બાળકોની સલામતી પ્રશ્ને ફરી એકવાર સવાલ

વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગતરોજ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેણે બાળકોની સલામતી અંગે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. એક સ્કૂલ વાનચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સોસાયટીમાં પાર્ક કરેલી કારને ટક્કર મારી અને ત્યારબાદ તે આંખોના પલકારામાં પલાયન થઈ ગયો હતો. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્કૂલવાનમાં બાળક બેસેલું જોવા મળે છે, ત્યારે આ અકસ્માતની વિચિત્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બાળકો સલામતી અંગે સવાલો ઉભા થયા છે. હાલ આ મામલે કોઈ ફરિયાદ થઈ નથી. વાનચાલકની બેદરકારી CCTVમાં કેદ મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરના છાણી ગામમાં આવેલી મારુતિનંદન સોસાયટીમાંથી પસાર થઈ રહેલી એક સ્કૂલ વાનના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને પાર્ક કરેલી કારને ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. અકસ્માત સર્જીને વાનચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. વાનચાલકે બેફામ રીતે વાહન ચલાવતા, પાર્ક કરેલી કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારને નુકસાન થયું હતું. બાળકોની સલામતી પ્રશ્ને ફરી એકવાર સવાલ અકસ્માત સર્જ્યા બાદ વાનચાલક ત્યાંથી ઝડપથી ભાગી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, CCTVમાં વાનમાં બાળકો બેઠેલા નજરે પડ્યા હતા. આ ઘટનાથી વાનચાલકોની બેદરકારી અને સલામતીના પ્રશ્નો ફરી એકવાર સામે આવ્યા છે. 'કોઇ ફરિયાદ આવશે તો ચોક્કસ કાર્યવાહી કરીશું'- PI આ મામલે અમે છાણી પોલીસ મથકના PI રવિ પ્રજાપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ બાબતે હાલમાં અમને કોઈ ફરિયાદ કે અરજી મળી નથી. જો ફરિયાદી દ્વારા કોઈ ફરિયાદ આપવામાં આવશે તો ચોક્કસથી તે બાબતે અમે કાર્યવાહી કરીશું.

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow